ઓક્સિજન માટે KANGANA RANAUTએ આપી એવી ટિપ્સ કે લોકો બોલ્યા,-'12માં પછી થોડુ ભણી લેતી તો..'

કંગના રનૌટ, એક્ટ્રેસ

કંગનાએ હાલમાં ટ્વિટ કરી હતી કે, ઓક્સીજનની કમી અંગે તેણે મોટી વાત કરી હતી. આ મુશ્કેલ સમયમાં જ્યારે દેશ કઠિન પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે કંગનાએ એવી ટ્વિટ કરી કે, તેને યૂઝર્સ જ જ્ઞાન આપવા લાગ્યાં.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌટ (Kangana Ranaut) તેનાં બિન્દાસ આખા બોલા માટે જાણીતી છે. કોઇપણ મુદ્દો કેમ ન હોય તે પોતાનો મત જણાવતી જ હોય છે. કંગના મોટે ભાગે કોઇને કોઇને પોતાને નિશાને લેતી જ હોય છે. આ વખતે પણ તેણે હાલમાં દેશવ્યાપી સમ્સ્યા પર પોતાનું નિવેદન આપ્યું છે જોકે તેનાં નિવેદનને કારણે લોકો તેને વળતે હાથે લીધી હતી. અને કહી દીધુ હતું કે, કાશ 12માં ધોરણ પછી થોડુ ભણી હોત તો. કંગના રનૌટે હાલમાં દેશમાં ઓક્સીજન (Kangana Tweet on Oxygen Crisis)ની કમી પર પોતાનું જ્ઞાન આપ્યું હતું. તો લોકોએ તેને ટ્રોલ કરી હતી.

  કંગનાએ હાલમાં ટ્વિટ કરી હતી કે, ઓક્સીજનની કમી અંગે તેણે મોટી વાત કરી હતી. આ મુશ્કેલ સમયમાં જ્યારે દેશ કઠિન પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે કંગનાએ એવી ટ્વિટ કરી કે, તેને યૂઝર્સ જ જ્ઞાન આપવા લાગ્યાં. કંગનાએ ટ્વિટ કરી હતી કે, 'સૌ કોઇ વધુમાં વધુ ઓક્સીજન સંયંત્રોનો નિર્માણ કરી રહ્યાં છે. ટન ઔર ટન ઓક્સીજન સિલેન્ડર મેળવી રહ્યાં છે. આપણે સૌ આ ઓક્સીજનની અપૂર્તિ કેવી રીતે પૂર્ણ કરીશું.. જ્યારે આપણે પર્યાવરણ સાથે આટલી ખેંચતાણ કરી છે. એવું લાગે છે કે, આપણી ભૂલથી કંઇ શીખ્યા નથી. અને હવે વૃક્ષ વાવવા જ પડશે..'  કંગનાની ટ્વિટ સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઇ ગઇ હતી. અને આ પર સૌ કોઇ કંગનાને ટ્રોલ પણ કરવાં લાગ્યા છે. યૂઝરે ટ્રોલ કરતાં લખ્યું કે, 'આટલી બકવાસ વાત તમારામાં આવે છે ક્યાંથી.. ' અન્ય એક યૂઝરે લખ્યું કે, '12માં પછી કદાચ થોડુ ભણી લીધુ હોત તો.. ' તો અન્ય એક યૂઝરે લખ્યું કે, હવે ઓક્સીજનની કમી પર લોકોએ વડનાં ઝાડની નીચે બેસાડી દેવામાં આવશે.

  આ પહેલાં કંગનાએ સોનૂ સૂદ પર ભદ્દી કમેન્ટ કરનારા એક વ્યક્તિની ટ્વિટ લાઇક કરી હતી એટલે તે ચર્ચામાં આવી હતી.
  Published by:Margi Pandya
  First published: