પોર્નોગ્રાફી મામલામાં રાજ કુન્દ્રાનું નામ આવતા ફરી મેદાનમાં આવી કંગના, ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ગટર કહી

(તસવીર - Instagram/kanganaranaut/rajkundra9))

raj kundra pornography case - બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut)પોતાના તીખા નિવેદનો માટે જાણીતી છે. તે લગભગ દરેક વિવાદાસ્પદ મુદ્દે પોતાની વાત કહે છે

 • Share this:
  નવી દિલ્હી : બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut)પોતાના તીખા નિવેદનો માટે જાણીતી છે. તે લગભગ દરેક વિવાદાસ્પદ મુદ્દે પોતાની વાત કહે છે. તેણે શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty)પતિ રાજ કુન્દ્રાના (Raj kundra)પોર્નોગ્રાફીના મામલામાં ખુલીને પોતાની વાત રાખી છે. તે ફરી એક વખત કોમેન્ટ કરીને વિવાદમાં આવી ગઈ છે. લોકો તેની કોમેન્ટ પર ઘણા રિએક્શન આપી રહ્યા છે.

  કંગનાએ ઇંસ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું છે કે આ જ કારણ છે કે હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને ગટર કહું છું. દરેક ચમકતી વસ્તુ સોનું હોતી નથી, હું બોલિવૂડની અંદરની દુનિયાને બહાર લાવવા જઈ રહી છું. હું તેને પોતાની આગામી ફિલ્મ ‘ટીકૂ વેડ્સ શેરુ’માં બતાવવા જઈ રહી છું. ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીમાં આપણે મજબૂત વેલ્યૂ સિસ્ટમને સમજવાની જરૂર છે.

  આ પણ વાંચો - પોર્નોગ્રાફી મામલામાં ધરપકડ પછી ચર્ચામાં રાજ કુન્દ્રાનું જૂનુ ટ્વિટ, લખ્યું- પોલિટિશિયન જોવે છે PORN

  બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા મુશ્કેલીમાં ફસાયા છે. રાજ કુન્દ્રાની 19 જુલાઇની રાત્રે ક્રાઇમ બ્રાંચે અશ્લિલ ફિલ્મો બનાવવા અને તેને મોબાઇલ એપ્લિકેશન પર પ્રકાશિત કરવા સાથે જોડાયેલા મામલામાં ધરપકડ કરી (Raj Kundra Arrested)છે. ધરપકડ પછી 23 જુલાઇ સુધી ન્યાયિક હિરાસતમાં મોકલી આપ્યા છે.

  મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એક આધિકારિક નિવેદનમાં મુંબઈના પોલીસ કમિશ્નરે કહ્યું છે કે તેમની પાસે આ મામલામાં રાજ સામે પુરતી સાબિતી છે. રાજે કોઇ નિવેદન જાહેર કર્યું નથી.
  Published by:Ashish Goyal
  First published: