Home /News /entertainment /કંગનાએ ભૂલથી આપી દીધી સિડ-કિયારાના લગ્નની હિન્ટ! વાયરલ થઈ બોલીવુડ ક્વીનની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી

કંગનાએ ભૂલથી આપી દીધી સિડ-કિયારાના લગ્નની હિન્ટ! વાયરલ થઈ બોલીવુડ ક્વીનની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી

કંગના રનૌતે એક વીડિયો શેર કરીને કપલના ખૂબ જ વખાણ કર્યા છે.

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા 6 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાઈ જશે. આ સાથે રાજસ્થાનના જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં આજથી એટલે કે 4 ફેબ્રુઆરીથી મહેમાનો આવવાનું શરૂ થઈ જશે.

    બોલિવૂડમાં હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. તો આ સાથે જ વધુ એક એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને એક્ટ્રેસ કિયારા અડવાણી (Kiara Advani) હાલમાં તેમના લગ્નના સમાચારોને લઈને ચર્ચામાં છે.

    અહેવાલો મુજબ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા 6 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાઈ જશે. આ સાથે રાજસ્થાનના જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં આજથી એટલે કે 4 ફેબ્રુઆરીથી મહેમાનો આવવાનું શરૂ થઈ જશે. આ દરમિયાન બોલિવૂડની ક્વીન એટલે કે કંગના રનૌતે (Kangana Ranaut) એક વીડિયો શેર કરીને કપલના ખૂબ જ વખાણ કર્યા છે.



    આ પણ વાંચો :  ટીવીની 'સીતા'ની દીકરીઓ ખૂબસૂરતીમાં બોલીવુડની હસીનાઓને પણ આપે છે ટક્કર, જોતા રહી જશો તસવીરો

    કંગના રનૌતે હાલમાં જ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર સિદ્ધાર્થ અને કિયારાનો એક વીડિયો શેર કર્યો છે. આ સાથે અભિનેત્રીએ બંને સ્ટાર્સને ટેગ કરીને લખ્યું, 'આ કપલ ખૂબ જ ક્યૂટ છે, ફિલ્મોની સાથે સાથે ઇન્ડસ્ટ્રીમાં સાચો પ્રેમ ભાગ્યે જ જોવા મળે છે, બંને એકસાથે ખૂબ જ સારા લાગે છે.

    ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થ મલ્હોત્રા કે કિયારા અડવાણીએ હજુ સુધી તેમના લગ્ન અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. જોકે, બી-ટાઉનમાં ચાલી રહેલી હલચલ અને હવે કંગના રનૌતની આ સ્ટોરી બાદ ચર્ચાનું બજાર વધુ ગરમાયું છે. બીજી તરફ જેસલમેરની રોયલ સૂર્યગઢ પેલેસ હોટેલે પણ આ કપલના લગ્ન અંગે સંકેતો આપ્યા છે.

    આ પણ વાંચો :  પલક તિવારીએ રિવિલિંગ શોર્ટ ડ્રેસમાં બતાવ્યું હોટ ફિગર, બોલ્ડ લુકે વધાર્યુ ઇન્ટરનેટનું તાપમાન

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ તેમના લગ્ન માટે જેસલમેરમાં રોયલ સૂર્યગઢ પેલેસ હોટેલ બુક કરાવી છે. કરણ જોહર, મનીષ મલ્હોત્રા, શાહિદ કપૂર, મીરા રાજપૂત, વરુણ ધવન સહિત અન્ય ઘણા મોટા સ્ટાર્સ 4 ફેબ્રુઆરીએ જેસલમેર પહોંચશે.

    લગ્નમાં મહેમાનો માટે ઘણી લક્ઝરી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું કહેવાય છે. મહેમાનો માટે ડેઝર્ટ સફારીથી લઈને સ્પા સુધીની વ્યવસ્થા કરવામાં આવશે. મહેમાનોને કપલ તરફથી ભેટ અપાશે.

    આ પણ વાંચો :  પલક તિવારીએ રિવિલિંગ શોર્ટ ડ્રેસમાં બતાવ્યું હોટ ફિગર, બોલ્ડ લુકે વધાર્યુ ઇન્ટરનેટનું તાપમાન



    બીજી તરફ સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાનીએ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી છે. વિરલ ભાયાણીની આ પોસ્ટ પર કોમેન્ટ કરતા સૂર્યગઢ પેલેસ હોટલના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી લખવામાં આવ્યું હતું કે, 'જલદી મળીશું.' આ સાથે જ સિડ-કિયારા (Sid-Kiara Wedding) ના લગ્નની અટકળોએ જોર પકડ્યું છે.
    First published:

    Tags: Bollywood Latest News, Kiara advani bikini ThrowBack Photo, Royal wedding, Sidharth malhotra

    विज्ञापन