કંગનાની ફિલ્મ 'મણિકર્ણિકા'એ 6 દિવસમાં આટલા કરોડની કરી કમાણી

કંગના રનૌત

વીકેન્ડમાં ફિલ્મની કમાણી સારી રહી હતી, પરંતુ રવિવાર બાદ ફિલ્મની કમાણી પર અસર પડી

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: રંગના રાનોટની ફિલ્મ 'મણિકર્ણિકા' ગયા સપ્તાહે શુક્રવારે રીલિઝ થઇ હતી. ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ પર આધારિત આ ફિલ્મ કંગના માટે ઘણી મહત્વની છે. વીકેન્ડમાં ફિલ્મની કમાણી સારી રહી હતી, પરંતુ રવિવાર બાદ ફિલ્મની કમાણી પર અસર પડી. કંગનાની આ ફિલ્મને ઓવરસીઝમાં કોઇ ખાસ રિસ્પોન્સ મળ્યો નથી.

  ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે શેર કરેલા આંકડા પ્રમાણે, બુધવારે ફિલ્મની કમાણી 4.50 કરોડ હતી. આ પહેલાં શુક્રવારે 8.75 કરોડ, શનિવારે 18.10 કરોડ, રવિવારે 15.70 કરોડ, સોમવારે 5.10 કરોડ અને મંગળવારે 4.75 કરોડની કમાણી કરી હતી. અત્યાર સુધી ફિલ્મની કમાણીનો આંકડો 56.90 કરોડ સુધી પહોંચ્યો છે.

  રિપબ્લિક ડે વીકમાં રીલિઝ થયેલી આ ફિલ્મની કમાણી રવિવાર બાદ ઓછી થતી જોવા મળી રહી છે. વિક્કી કૌશલની ફિલ્મ 'ઉરી'ને કારણે પણ ફિલ્મને નુકસાન પહોંચ્યું છે. આ સપ્તાહે કંગનાની 'મણિકર્ણિકા'ને સોનમ કપૂરની ફિલ્મ 'એક લડકી કો દેખા તો એસા લગા' ટક્કર આપશે.  આ પણ વાંચો: કંગના રનૌતની ફિલ્મ મણિકર્ણિકાને લોકોએ કરી પસંદ-કહ્યું વાહ! શું બનાવી છે

  તરણ આદર્શનું માનીએ તો, 29 જાન્યુઆરી સુધીમાં ફિલ્મે ઇન્ટરનેશનલ માર્કેટમાં 2 મિલિયન ડોલર (લગભગ 14.24 કરોડ રૂપિયા)ની કમાણી કરી હતી. ખાસ કરીને ફિલ્મે યુએસ અને કેનેડામાં સારું કલેક્શન કર્યું હતું.
  Published by:Azhar Patangwala
  First published: