એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌટ હાલમાં તેની ફિલ્મ 'જજમેન્ટલ હૈ ક્યા'નાં પ્રમોસનમાં બીઝી છે. રવિવારે ફિલ્મનું નવું સોંગ 'વખરા સ્વેગ' રિલીઝ થયું. આ ગીતનાં લોન્ચિંગ સમયે કંઇક એવું થયુ કે કંગનાની પ્રેસ કોન્ફરન્સમાં આવેલાં રિપોર્ટર્સ પર તે ભડકી ગઇ હતી. આ પંગાની શરૂઆત એવી રીતે થઇ કે તમે વિચારી પણ ન શકો. એક રિપોર્ટરે કંગનાને નામ કહ્યું અને તે સવાલ પુછે તે પહેલાં જ કંગનાએ ગુસ્સે થઇ ગઇ.
કંગનાએ રિપોર્ટર પર આરોપ લગાવ્યો કે, તે જાણી જોઇને તેનાં વિરુદ્ધ એલફેલ લખે છે. તેનાંથી કંગનાની ઇમેજ અને બ્રાન્ડ ખરાબ થઇ રહ્યાં છે. કંગનાએ સીધુ જ તે રિપોર્ટર સાથે વાત કરતાં કહ્યું કે, 'તુ મારી વેનમાં આવ્યો હતો. આપણે સાથે લંચ લીધુ. ત્રણ કલાકનાં તે ઇન્ટરવ્યું બાદ બધુ બદલાઇ ગયું. મે મણિકર્ણિકા કરીને કોઇ ભૂલ કરી છે? '
કંગના સ્ટેજથી તે રિપોર્ટર પર સવાલ ઉઠાવતી રહી. અને સામે રિપોર્ટર કંગનાનાં પ્રશ્નો પર પોતાનો પક્ષ મુકતો રહ્યો. એટલામાં શોનાં એન્કરે મામલો શાંત કરવા માટે કંઇક કહ્યું, ત્યાં હાજર એક રિપોર્ટરને આ વાત જરાં પણ પસંદ ન આવી. તે બુમો પાડીને તેનો વિરોધ કરવા લાગ્યો. આ બબાલ ઘણાં સમય સુધી ચાલી. બધાએ એન્કરને બોલતા બંધ કરાવ્યો. અને કંગના સાથે આ મુદ્દે બબાલ ફરી આગળ ચાલી.
કંગનાનાં આરોપ પર રિપોર્ટરે કહ્યું કે, મે કંગનાનો ઇન્ટરવ્યૂ કર્યો છે પણ ફક્ત અડધા કલાક માટે. આ ઇન્ટરવ્યૂ PR દ્વારા થયો હતો. તે માટે કંગનાએ કોઇ કોલ કર્યો ન હતો. ન તો તેની તરફથી કંગનાને કોઇ મેસેજ કરવામાં આવ્યો.
કંગનાએ તે રિપોર્ટ્સની વચ્ચે જ બબાલને શાંત કરવા માટે હોસ્ટ પર પણ મીડિયા વાળા ભડક્યા હતાં. તે બાદ એકતા કપૂરે આખો મામલો સંભાળ્યો. પણ કંગના હાલમાં આ વાત પૂર્ણ કરવાનાં કોઇ જ મૂડમાં નથી.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર