BMC વિરુદ્ધ બોમ્બે HCનાં નિર્ણયથી કંગના છે ખુશ, બોલી-'વિલનનો આભાર, નહીં તો હું હીરો...'

BMC વિરુદ્ધ બોમ્બે HCનાં નિર્ણયથી કંગના છે ખુશ, બોલી-'વિલનનો આભાર, નહીં તો હું હીરો...'
થલાઇવીનાં સેટ પરથી કંગના

કંગના રનૌટ (Kangana Ranaut)એ તેનાં ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. તેણે આ વીડિયો શેર કરતાં કેપ્શન લખી છે, 'જ્યારે કોઇ વ્યક્તિગત રૂપથી સરકર વિરુદ્ધ ઉભુ રહે છે અને જીતે છે, તો તે જીત કોઇ એક વ્યક્તિની નથી હોતી પણ સંપૂર્ણ લોકતંત્રની જીત છે.'

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌટ (Kangana Rnaut)એ મુંબઇ (Mumbai) સ્થિત ઓફિસમાં 9 સ્પટેમ્બરનાં BMC દ્વારા કરવામાં આવેલી તોડફોટ અંગે બોમ્બે હાઇકોર્ટે નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે નિર્ણય કંગનાનાં હકમાં સંભળાવ્યો છે, જે બાદ તેની ખુશી જાહેર કરી છે. કોર્ટનાં જણાવ્યાં અનુસાર, BMCનું એક્શન દુર્ભાવનાપૂર્ણ કરવામાં આવ્યું હતું. તેથી જ કંગનાને તોડફોડ માટે વળતર આપવું પડશે. કોર્ટે આ નિર્ણય બાદ બોલિવૂડની પંગા ગર્લની ખુશી જાહેર કરતાં થલાઇવીનાં સેટ પરથી એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે લોકતંત્રની જીત ગણાવી હતી.

    કંગના રનૌટે (Kangana Ranaut)એ તેનાં ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. તેમણે આ વીડિયો શેર કરતાં કેપ્શન લખી છે કે, 'જ્યારે કોઇ વ્યક્તિગત રૂપથી સરકર વિરુદ્ધ ઉભુ રહે છે અને જીતે છે, તો તે જીત કોઇ એક વ્યક્તિની નથી હોતી પણ સંપૂર્ણ લોકતંત્રની જીત છે. આપ સૌનો આભાર જેમણે મને હિંમત આપી અને તે લોકોનો આભાર જેમણે મારા તુટેલાં સપનાને પાંખ આપી. આપ એક વિલનની ભૂમિકા નિભાવો છો એલે હું એક હીરો બની શકું છું.'





    વીડિયોમાં તે કહી રહી છે કે, 'હેલો, આપ સૌને, હું હાલમાં થલાઇવીનું શૂટિંગ કરી રહી છું. મને એક સારા સમચારા મળ્યાં છે કે, મારા બંગલાનો નિર્ણય મારા હિતમાં આવ્યો છે. જેમ મે કહ્યું હતું કે, જ્યારે કોઇ સરકાર વિરુદ્ધ ઉભુ થાય છે અને તેની જીત થાય છે તો તે લોકતંત્રની જીત હોય છે. હું આપ સૌનો આભાર માનવાં ઇચ્છુ છુ જેમણે વિલનનો રોલ અદા કર્યો તેમનાં કારણે હું આજે એક હીરોનો રોલ અદા કરી શકી.'

    આ પણ વાંચો- આશ્રમ 2'ની બબીતાની તસવીરોએ મચાવી સનસનાટી, બોલ્ડ અદાઓથી લૂટી ચૂકી છે 'કાશીરામ બાબા'નું દિલ

    આજે જસ્ટિસ એસજે કૈથાવાલા અને આરઆઇ છાગલાની બેચે આ મામલે નિર્ણય સંભળાવતા કહ્યું છે કે, જે રીતે આ તોડફોડ થઇ ગઇ છે તે અનધિકૃત હતી. આવું ખોટા ઇરાદાથી કરવામાં આવ્યું હતું. આ અરજીકર્તાને કાયદાની મદદ લેવાથી રોકવાનો એક પ્રયાસ હતો. કોર્ટે ગેરકાયદે નિર્માણ BMCને નોટિસ પણ રદ્દ કરી દીધી છે.

    આપને જણાવી દઇએ કે, 9 સ્પટેમ્બરનાં BMCએ કંગના રનૌટની ઓફિસનો કેટલોક ભાગ અવૈધ ગણાવી તોડી પાડ્યો હતો. જેનાં વિરોધમાં કંગનાએ કોર્ટનો સહારો લીધો હતો. જે બાદ કોર્ટે BMC દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહી પર રોક લગાવી હતી. કંગનાનાં વકિલે દાવો કર્યો હતો કે, ઓફિસનો 40 ટકા હિસ્સો તોડી પાડવામાં આવ્યો છે જેમાં ઝૂમર, સોફા અને દુર્લભ કલાકૃતિઓ સહિત ઘણી કીંમતી સંપત્તિ પણ શામેલ છે.
    Published by:Margi Pandya
    First published:November 27, 2020, 16:34 pm

    ટૉપ ન્યૂઝ