એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવુડ એસ્ટ્રેસ કંગના રનૌત સોશ્યલ મિડિયા પર ખુબજ સક્રિય રહે છે. 2020માં તે ઘણી ચર્ચામાં પણ રહી છે. દરરોજ તે પોતાના વિચાર સોશ્યલ મિડિયા પર ફેન્સની સાથે શેર કરતી રહે છે. કંગનાએ પોતાની માતાના જન્મદિવસે એક ખાસ મેસેજ શેર કર્યો છે. આ મેસેજ સાથે કંગનાએ પોતાની માતાનો ફોટો પર સોશ્યલ મિડિયા પર શેર કર્યો છે.
કંગનાએ પોતાની માતાના જન્મદિવસ પર તેમના ઘણાં ફોટોગ્રાફ્સ શેર કરતા લખ્યું છે કે, અમારા જન્મદિવસ માટે તે સવારે વહેલા ઉઠી જતી હતી અને ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવતી હતી, પૂજા રાખતી હતી, પોતાના લગ્નના ઘરેણાં પહેરતી હતી અને મજાક મસ્તી કરતી હતી, ગીતો ગાતી હતી જાણે એના શરીર પર કોઈ ભાર નથી. હવે જ્યારે તેમના જન્મદિવસ પર અમે પૂછ્યું કે અમે શું કરી શકીએ છીએ તો તેમણે કહ્યું કે, હું માં છું બાળક નથી. હેપ્પી બર્થ ડે માં.
આ પણ વાંચો-Inside Photo: કરીના, કંગના, મલાઇકા... આ રીતે સેલિબ્રિટીઝે ઉજવી Christmas 2020
કંગનાની આગામી ફિલ્મોની વાત કરીએ તો તેની આગામી ફિલ્મ “થલાઈવી”નું શુટીંગ તે પુરૂ કરી ચુકી છે. જલ્દી જ તે પોતાની આગામી ફિલ્મ “તેજસ” અને “ધાકડ”નું શુટીંગ શરૂ કરશે. “તેજસ”માં તે ભારતીય વાયુ સેનાની ફાઈટર પાયલટ છે જ્યારે “ધાકડ”માં તે એક જાસૂસની ભૂમિકા ભજવતી જોવા મળશે.
કંગના એવી ફિલ્મો કરવાનું પસંદ કરે છે જેમાં તે પોતે જ હીરો હોય. છેલ્લા ઘણાં સમયથી તે આ પ્રકારની વિમેન સેન્ટ્રીક ફિલ્મો કરતી આવી છે. 2020માં આવેલી તેની ફિલ્મ “પંગા” પણ વિમેન સેન્ટ્રિક ફિલ્મ હતી. જેમાં તેણે એક કબડ્ડી નેશનલ પ્લેયરની ભૂમિકા નિભાવી છે. આ ફિલ્મ પણ લોકોએ ઘણી પસંદ કરી છે.
Published by:Margi Pandya
First published:December 26, 2020, 15:35 pm