Home /News /entertainment /Dhaakad Movie Review: કંગનાની 'ધાકડ'એ ફેન્સને કર્યા નિરાશ, દિવ્યા દત્તાએ જીતી લીધા ફેન્સના દિલ

Dhaakad Movie Review: કંગનાની 'ધાકડ'એ ફેન્સને કર્યા નિરાશ, દિવ્યા દત્તાએ જીતી લીધા ફેન્સના દિલ

ધાકડનો મૂવી રિવ્યૂ

Dhakad Review: કંગના રનૌતની (Kangana Ranaut) સામે એક નહીં, પરંતુ બે વિલન અર્જુન રામપાલ (Arjun Rampal) અને દિવ્યા દત્તા (Divya Dutta) છે અને આ બંનેએ આ ફિલ્મમાં કંગના માટે ઘણી મુશ્કેલીઓ ઊભી કરી છે. ભારતમાં એક્શન ફિલ્મોના દર્શકો અલગ છે અને 'ધાકડ'માં સૌથી મોટી કિક એ છે કે કંગના રનૌત આ એક્શન કરતી જોવા મળે છે. કંગનાએ આ ફિલ્મ માટે પોતાનું વજન ઘટાડવાથી લઈને શાનદાર એક્શન કરવા સુધી ઘણી મહેનત કરી છે.

વધુ જુઓ ...
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કંગના રનૌત (Kangana Ranaut), અર્જુન રામપાલ (Arjun Rampal) અને દિવ્યા દત્તા (Divya Dutta) સ્ટારર ફિલ્મ 'ધાકડ' (Film Dhaakad) આજે રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં કંગના રનૌત જોરદાર એક્શન કરતી જોવા મળી રહી છે. 'ડ્રેગન ફ્લાય' નામની આ સ્પેશિયલ એજન્ટ એકલી ભલભલાના પરસેવાથી છોડાવવા કાફી છે. કંગના રનૌતની સામે એક નહીં, પરંતુ બે વિલન અર્જુન રામપાલ અને દિવ્યા દત્તા છે અને આ બંનેએ આ ફિલ્મમાં કંગના માટે ઘણી મુશ્કેલીઓ ઊભી કરી છે. ભારતમાં એક્શન ફિલ્મોના દર્શકો અલગ છે અને 'ધાકડ'માં સૌથી મોટી કિક એ છે કે કંગના રનૌત આ એક્શન કરતી જોવા મળે છે. કંગનાએ આ ફિલ્મ માટે પોતાનું વજન ઘટાડવાથી લઈને શાનદાર એક્શન કરવા સુધી ઘણી મહેનત કરી છે.

શું છે ફિલ્મની કહાની?

અગ્નિ (કંગના રનૌત) એક ખાસ એજન્ટ છે, જે યુરોપમાં મહિલાઓની તસ્કરીની સિન્ડિકેટ તોડીને ઘણી છોકરીઓને બચાવે છે. દરમિયાન આ તમામ ખોટા ધંધાના અસલી માસ્ટરમાઇન્ડને પકડવા માટે તેને ભારત લાવવામાં આવે છે. જો કે તેની પાસે ભારતની કેટલીક એવી યાદો છે કે તે અહીં આવવા માંગતી નથી, પરંતુ તે પછી તે ભારત આવે છે અને તેણે રુદ્રવીર (અર્જુન રામપાલ) અને રોહિણી (દિવ્યા દત્તા)ને શોધે છે, જેઓ કોલસાની ચોરી અને મહિલાઓની હેરફેરનો ધંધો કરે છે.

પ્રથમ 10થી 15 મિનિટ ખૂબ કંટાળાજનક છે. પહેલા જ સીનમાં એજન્ટ અગ્નિ બનેલી કંગના એક્શન કરતી જોવા મળે છે, પરંતુ તે આવું કેમ કરી રહી છે, શું થઈ રહ્યું છે, તમને કંઈ સમજાશે નહીં. ફિલ્મનો સ્ક્રિનપ્લે ખૂબ જ ધીમો અને બોજારૂપ છે. આ એક એક્શન ફિલ્મ છે અને સમસ્યા એ છે કે તમે બિનજરૂરી એક્શન જ જોતા હશો. જો કે આ ફિલ્મ માત્ર 2 કલાક 13 મિનિટની છે, પરંતુ જ્યારે તમે સિનેમા હોલમાં જશો તો તમને આ 2 કલાક કાપવામાં પણ મુશ્કેલી પડશે. અર્જુન રામપાલની પેનિક ઈમેજ બનાવવા માટે ઘણા સીન ખેંચવામાં આવ્યા છે.

ફિલ્મમાં કંગનાની એક્ટિંગ કેવી?

ધાકડમાં કંગના રનૌતને એક એક્શન હિરોઈન તરીકે રજૂ કરવામાં આવી છે, પરંતુ બોલિવૂડની અન્ય એક્શન ફિલ્મની જેમ એક્શન કરતી વખતે કંગના પણ અહીં એક્ટિંગ નથી કરી રહી. ઘણી જગ્યાએ કંગના રોબોટ લાગવા લાગશે. જ્યારે કંગના શૂટ કરે છે, ત્યારે ઘણા ગુંડાઓ એકસાથે પડી જાય છે, પરંતુ જ્યારે કંગનાની ગોળીઓ ખતમ થઇ જાય છે અને ગુંડાઓ ફાયર કરે છે, ત્યારે કંગના નીચે ઝૂકી જાય છે અને ગોળીઓથી બચી જાય છે. ફિલ્મની લાઇટિંગ, સેટ પણ એટલો ડાર્ક અને લો મૂડ છે કે તમને વારંવાર બોરિંગ લાગશે.

જોકે, કંગનાનો એજન્ટ બનેલ શરિબ હાશમી જ્યારે સ્ક્રિન પર આવશે ત્યારે તમે થોડી હળવાશ અનુભવશો. ઈન્ટરવલ પછી કંગના રનૌતની થોડી ઈમોશનલ બાજુ પણ દેખાય છે. તે થોડી લાગણીશીલ લાગે છે, રડે પણ છે અને એક છોકરીને બચાવવા માટે બધું જ કરતી જોવા મળે છે. પરંતુ આ સેકન્ડ હાફ સુધી પહોંચવા માટે તમારે આખો ફર્સ્ટ હાફ જોવો પડશે. આ ફિલ્મમાં બિલકુલ સસ્પેન્સ નથી. તમે પહેલાથી જ જાણી જશો કે સ્ટોરીમાં શું થવાનું છે.

દિવ્યા દત્તાની એક્ટિંગ જીતી લેશે દિલ

એજન્ટ અગ્નિ બનેલી કંગનાની સામે અર્જુન રામપાલ અને દિવ્યા દત્તા જેવા બે ભયંકર વિલન ઊભા કરવામાં આવ્યા છે જે દિલમાં ડર પેદા કરે છે. ફિલ્મમાં વચ્ચે, આ બંને તમને સાયકો વિલન જેવા લાગશે જેમને હત્યા કરવામાં આનંદ આવે છે.

અર્જુન રામપાલને અમુક સીનમાં એટલો ભયાનક બતાવવામાં આવ્યો છે કે, તમે પણ ડરી જશો. તો અમુક સીન્સમાં દિવ્યા દત્તાએ પણ કમાલ કરી છે. જો તમારે ફિલ્મ જોવાનું કારણ જોઈએ તો તે છે દિવ્યા દત્તા અને અર્જુન રામપાલની એક્ટિંગ અને કંગનાની એક્શન. કહાની પાસેથી વધુ આશા ન રાખશો.
First published:

Tags: Dhaakad, Kangana ranaut, Movie Review

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો