કંગના રનૌટે દિલજીત-પ્રિયંકા પર સાધ્યું નિશાન, બોલી-' આમની નીતિ પર પ્રશ્ન કેમ નથી થતો?

કંગના રનૌટનો નવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

કંગના રનૌટ (Kangana Ranaut)એ તેનાં વીડિયોમાં કહ્યું કે, હું દેશનાં હિતમાં વાત કરુ છુ તો મને કહેવામાં આવે છે કે હું રાજનીતિ કરુ છું. તેમને પણ તો પૂછો તે કઇ નીતિ કરી રહ્યાં છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કંગના રનૌટ (Kangana Ranaut)એ ખેડૂતોનાં વિરોધ પ્રદર્શન (Farmers Protests)ને રાજનીતિથી પ્રેરિત કહ્યું છે. અને આ જાણવાની માંગ કરી છે કે, કેમ તેમને નિયમિત રૂપથી તેમની દેશભક્તિ સાબિત કરવી પડે છે. સોશિયલ મીડિયા પર તેણે ફરી એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે ફરી એક વખત દિલજીત દોસાંજ (Diljit Dosanjh) અને પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) પર નિશાન સાધ્યું છે. તેણે કહ્યું કે, કોઇ આ લોકોને તેમની નીતિ અંગે કેમ નથી પુછતું...

  કંગના રનૌટ (Kangana Ranaut)એ તેનાં ટ્વિટર પેજ પર એક વીડિયો શેર કર્યો છે. બે મિનિટનાં આ વીડિયોમાં એક્ટ્રેસ કહે છે કે, 'નમસ્કાર મિત્રો મે વાયદો કર્યો હતો જ્યારે ખેડૂત આંદોલનનો સંપૂર્ણ ભાંડો ફૂટી જશે. જેમ શાહિન બાગનો ફૂટ્યો હતો ત્યારે હું આપની સાથે વાત કરીશ. કારણ કે ગત 10-12 દિવસોમાં મને જે ફિઝિકલ, મેન્ટલ અને ઓનલાઇન લિંચિંગનો સામનો કરવો પડ્યો છે. રેપ અને જીવથી મારી નાંખવાની ધમકીઓ મને મળી રહી છે. તો આ મારો હક બને છે કે, હું આ દેશથી કેટલાંક સવાલ કરું'

  કંગનાએ કહ્યું કે, પ્રધાનમંત્રીજીએ કોઇ જ આશંકા નથી બાકી રાખી તો આ વાત સ્પષ્ટ છે કે, રાજકીય રીતે આ આંદોલનને વાળવામાં આવ્યું હતું. ક્યાંયને ક્યાંય આતંકીઓએ પણ તેમાં ભાગ લેવાનું શરુ કરી દીધુ હતું. હું પંજાબમાં રરહી છુ ત્યાં મોટી થઇ ઝું. પંજાબનાં 99 ટકા લોકો ખાલિસ્તાન નથી ઇચ્છતા. તે દેશનાં ટુકડા નથી ઇચ્છતા. તે આખો દેશ ઇચ્છે છે. હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર બધુજ તેમનું છે. તે તમામ દેશ પ્રેમી છે.  કંગના વધુમાં કહે છે કે, મને આતંકીઓથી ફરિયાદ નથી. હું તે લોકોને સવાલ પુછવા ઇચ્છુ છુ જે આ દેશ તોડવા માંગે છે. કેવાં માસૂમ લોકો આ લોકોને તેમને તેમની આંગળી પર નચાવે છે. શાહીન બાગની દાદીજી જે વાંચી શક્તી નથી, તે તેમની નાગરિક્તા બચાવવા માટે આંદોલન કરી રહી છે. પંજાબની એક દાદી છે તે મને ગંદી ભદ્દી ગાળો આપે છે. તેમની જમીન બચાવવા માટે સરકારને અરજી કરે છે. શું થઇ રહ્યું છે આ દેશમાં? મિત્રો આપણે આ આતંકીઓ અને વિદેશી શક્તિઓ માટે કેવાં બની જઇએ છીએ. મને આપ લોકોથી ફરિયાદ છે. મને દરરોજ મારી દેશભક્તિ સાબિત કરવી પડે છે.

  આ પણ વાંચો- નેહા કક્કડની પ્રેગ્નેન્સીની ખબર છે ખોટી, ગીતનાં પ્રમોશન માટે પબ્લિસિટી સ્ટંટ

  તેણે કહ્યું કે, - દિલજીત દોસાંજ અને પ્રિયંકા ચોપરા જેવાં લોકો કવાં પ્રકારની નીતિ કરી રહ્યાં છે. જો હું દેશનાં હિતમાં વાત કરુ છુ તો મને કહે છે કહું રાજકારણ કરુ છું. તેમને પણ તો પુછો કે આ કઇ નીતિ કરી રહ્યા છે. જય હિંદ

  કંગનાનો આ વીડિયો જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. કંગનાનાં ફેન્સ પણ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી રહ્યાં છે.
  Published by:Margi Pandya
  First published: