Home /News /entertainment /

કંગનાએ કર્યુ એલાન- 9 તારીખે આવું છુ મુંબઇ, કોઇનાં બાપમાં હિંમત હોય તો રોકી બતાવે

કંગનાએ કર્યુ એલાન- 9 તારીખે આવું છુ મુંબઇ, કોઇનાં બાપમાં હિંમત હોય તો રોકી બતાવે

કંગના રનૌટ (File Photo)

    એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: પોતાનાં નિવેદનો અને ટ્વિટને લઇને હમેશાં ચર્ચામાં રહેનારી બોલિવૂડની 'પંગા ક્વિન' (Kangana Ranaut) સોશિયલ મીડિયા (Social Media) પર હમેશાં ચર્ચામાં રહે છે. સુશાંત કેસમાં (SSR Case) હમેશાં આખા બોલા નિવેદન આપતી કંગનાએ બોલિવૂડનાં એ લિસ્ટેડ એક્ટર્સની પોલ ખોલી દીધી છે. તેને હાલમાં શિવસેનાનાં નેતા સંજય રાઉત (Sanjay Raut) તરફથી ખુલ્લેઆમ ધમકી મળી છે. તેણે આ મુદ્દે ટ્વિટમાં મુંબઇની સરખામણી પાકિસ્તાન અધિકૃત કશ્મીર (PoK) સાથે કરી લીધી હતી. જે બાદ બોલિવૂડ સેલિબ્રિટીઝની નારાજગી બહાર આવી અને આ મામલે સોશિયલ મીડિયા પર પંગા ગર્લને આડે હાથ લઇ લીધા. મુંબઇ પરત ન આવવાની ધમકીઓ વચ્ચે કંગનાએ ફરી એક ટ્વિટ કરી છે. અને ધણકી આપનારાઓને જડબાતોડ જવાબ આપ્યાં છે. અને જણાવ્યું છે કે તે મુંબઇ પરત આવી રહી છે.

    બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌટ (Kangana Ranaut)એ એક ટ્વિટ કરી છે અને લખ્યું છે કે, હું જોઇ રહી છુ કે, મોટાભાગનાં લોકો મને ધમકી આપી રહ્યાં છે હું મુંબઇ ન પરત આવું તેમ જણાવી રહ્યાં છે એટલે મે નિર્ણય લીધો છે કે હું હવે 9 સ્પટેમ્બરનાં રોજ મુંબઇ જઇશ. હું તે સમય પણ જણાવીશ જ્યારે હું મુંબઇ એરપોર્ટ પર લેન્ડ કરીશ. કોઇનાં બાપમાં હિંમત હોય તો રોકી લો. આ સાથે તેણે એક સ્માઇલી પણ શેર કરી છે.



    કંગનાની આ જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર લોકો તેને સપોર્ટ કરી રહ્યાં છે. લોકોએ તેને શેરની અને ક્વિન કહીને બોલાવી રહ્યાં છે.





    આપને જણાવી દઇએ કે, ગુરૂવારે કંગનાએ ટ્વિટ કરીને લખ્યું કે, 'શિવસેના નેતા સંજય રાઉત' દ્વારા મને ખુલ્લી ધમકી મળી છે. અને મુંબઇ પરત ન આવવા કહ્યું છે. મુંબઇનાં રસ્તાઓ પર આઝાદી સાથે જોડાયેલાં ભિત ચિત્રો જોયા બાદ હવે ખુલી ધમકી મુંબઇ PoK જેવી ફિલ કેમ થઇ રહ્યું છે?

    કંગનાનું આ નિવેદન ત્યારે આવ્યું હતું જ્યારે સંજય રાઉતે શિવસેનાનાં મુખપત્ર સામનામાં કંગના પર નિશાન સાધ્યો હતો અને લખ્યું હતું કે, મુંબઇમાં રહે છે છતાં પણ અહીંનાં પોલીસ દળની આલોચના કરી રહીછે. તેનું આવું કહેવું શરમજનક છે. રાઉત લખે છે, અમે તેમને નમ્ર નિવેદન કરી એ છીએ કે તેઓ મુંબઇ ન આવે. આ મુંબઇ પોલીસનું અપમાન કરવા સીવાય અન્ય કંઇ જ નથી. ગૃહમંત્રાલયે આ મામલે કાર્યવાહી કરવી જોઇએ.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Kangana ranaut, Manali, Mumbai Police, Travel

    આગામી સમાચાર