Home /News /entertainment /

કંગના રનૌતને થયો ડેન્ગ્યુ, તીવ્ર તાવ હોવા છતાં કામ કરી રહી છે, ટીમે કહ્યું- આ જનૂન નથી ગાંડપણ છે

કંગના રનૌતને થયો ડેન્ગ્યુ, તીવ્ર તાવ હોવા છતાં કામ કરી રહી છે, ટીમે કહ્યું- આ જનૂન નથી ગાંડપણ છે

કંગના રનૌતને થયો ડેન્ગ્યુ.

એક્ટ્રેસ કંગના રનૌતને ડેન્ગ્યુ થઈ ગયો છે. આ વાતની જાણકારી કંગના રનૌતના પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકા ફિલ્મ્સની ટીમે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આપી છે. આ પોસ્ટમાં ટીમે એ પણ જણાવ્યું કે હાઈ ફીવર હોવા છતાં પણ કંગના પોતાના અપકમિંગ પ્રોજેક્ટના સેટ પર કામ કરી રહી છે.

વધુ જુઓ ...
    એક્ટ્રેસ કંગના રનૌતને ડેન્ગ્યુ થઈ ગયો છે. આ વાતની જાણકારી કંગના રનૌતના પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકા ફિલ્મ્સની ટીમે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આપી છે. આ પોસ્ટમાં ટીમે એ પણ જણાવ્યું કે હાઈ ફીવર હોવા છતાં પણ કંગના પોતાના અપકમિંગ પ્રોજેક્ટના સેટ પર કામ કરી રહી છે.

    આ જનૂન નથી ગાંડપણ છેઃ મણિકર્ણિકા ફિલ્મ્સ

    મર્ણિકર્ણિકા ફિલ્મ્સની ટીમે કંગના રનૌતના કેટલાક ફોટો સોશિયલ મીડિયા સ્ટોરી પર શેર કર્યા છે. આ ફોટોઝમાં કંગના રનૌત બીમાર હોવા છતાં કામ કરતી જોઈ શકાય છે. ફોટોઝના કેપ્શનમાં લખ્યું છે, જ્યારે તમને ડેન્ગ્યુ થાય છે તો તમારા વ્હાઈટ બ્લડ સેલ કાઉન્ટ ઝડપથી ઘટી જાય છે અને તીવ્ર તાવ આવે છે. આ કંડિશનમાં પણ જો તમે કામ કરો છો તો તે જનૂન નથી પણ ગાંડપણ છે.



    શરીર બીમાર પડે છે, આત્મા નહીંઃ કંગના રનૌત

    ટીમે પોસ્ટમાં આગળ લખ્યું, અમારી ચીફ કંગના રનૌત આમ પણ ઈન્સ્પિરેશન છે. મેમ જલ્દીથી સાજા થઈ જાઓ. મોર પાવર ટૂ ક્વીન. તેના જવાબમાં કંગનાએ સ્ટોરી પર ટીમની પોસ્ટને રીપોસ્ટ કરી લખ્યું, થેંક્યું ટીમ મર્ણિકર્ણિકા ફિલ્મ્સ. શરીર બીમાર થાય છે, આત્મા નહીં. આટલા શબ્દો માટે આભાર.

    ઈમર્જન્સીમાં ઈન્દિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળશે કંગના

    કંગના અત્યારે પોતાની અપકમિંગ ફિલ્મ ઈમર્જન્સીના શૂટિંગમાં વ્યસ્ત છે. કંગના આ ફિલ્મમાં પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળશે. તે સિવાય ફિલ્મમાં શ્રેયસ તલપડે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપયી અને અનુપમ ખેર ક્રાંતિકારી નેતા જેપી નારાયણની ભૂમિકામાં જોવા મળશે.



    કંગના રનૌત (ઈન્દિરા ગાંધી), અનુપમ ખેર (જેપી નારાયણ) અને શ્રેયસ તલપડે (અટલ બિહારી વાજપયી)ના ફિલ્મથી ફર્સ્ટ લુક પોસ્ટર્સ રિલીઝ કરવામાં આવ્યું છે, જે વાયરલ થયો હતો. ફેન્સને ત્રણેય લુક ઘણા પસંદ આવ્યા હતા અને બધાએ વખાણ કર્યા હતા.

    ઈમર્જન્સી 25 જૂન 2023ના રોજ રિલીઝ થશે

    એક્ટિંગની સાથે કંગના રનૌત આ ફિલ્મનું ડાયરેક્શન પણ જાતે કરી રહી છે. એટલું જ નહીં કંગના આ ફિલ્મને પોતાના પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકા ફિલ્મ્સ હેઠળ બનાવી રહી છે. ફિલ્મ 25 જૂન 2023ના રોજ રિલીઝ થશે. અત્યારે આ ફિલ્મનું શૂટિંગની તૈયારીઓ ચાલી રહી છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Dengue, Emergency, Kangana ranaut

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन