Home /News /entertainment /

કંગના રનૌતનો જાવેદ અખ્તર પર આરોપ, કહ્યું– હ્રિતિકની માફી માંગવાની ના પાડવા પર મને આપી ધમકી

કંગના રનૌતનો જાવેદ અખ્તર પર આરોપ, કહ્યું– હ્રિતિકની માફી માંગવાની ના પાડવા પર મને આપી ધમકી

અભિનેત્રી તાજેતરમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થઈ હતી

કંગના આ મામલે પોતાનું નિવેદન નોંધવા માટે ત્યાં પહોંચી, જ્યાં તેણે જાવેદ અખ્તર પર તેને ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો.

    મુંબઇ: કંગના રનૌત (Kangana Ranaut) અને બોલિવૂડના ગીતકાર જાવેદ અખ્તર (Javed Akhtar) વચ્ચે ચાલી રહેલી લડાઈ હજુ પૂરી થઈ નથી. જાવેદ અખ્તરે 'પંગા ક્વીન' વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે, જેના માટે અભિનેત્રી તાજેતરમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થઈ હતી. અભિનેત્રીએ કોર્ટમાં નિવેદન આપ્યું છે, જેને લઈને તે ફરી ફરીથી હેડલાઇન્સમાં આવી છે, તેણે જાવેદ અખ્તર પર મોટો આરોપ લગાવ્યો (Kangana Ranaut claims Javed Akhtar) છે.

    કંગના રનૌતે (Kangana Ranaut) કોર્ટને વિનંતી કરી હતી કે જ્યારે પણ તે આ મામલામાં નિવેદન નોંધે છે, ત્યારે તે દરમિયાન માત્ર તેની બહેન અને તેના વકીલ હાજર રહે. કોર્ટે કંગનાની આ અરજી પણ સ્વીકારી લીધી હતી. કંગના આ મામલે પોતાનું નિવેદન નોંધવા માટે ત્યાં પહોંચી, જ્યાં તેણે જાવેદ અખ્તર (Javed Akhtar) પર તેને ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો.

    જાવેદ અખ્તરે પરિણામ ભોગવવાની ધમકી આપી

    તેની બહેન અને કેસની સાક્ષી રંગોલી ચંદેલની હાજરીમાં કંગનાએ કહ્યું કે જાવેદ અખ્તર ગુસ્સામાં હતા. હૃતિક રોશનની માફી માંગવાનો ઈન્કાર કર્યા બાદ તેમણે (જાવેદ અખ્તર) તેનું અપમાન કર્યું હતું. 'પંગા ક્વીને' કહ્યું કે જાવેદ અખ્તરે તેને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી પણ આપી હતી.

    આ પણ વાંચો: ધાકડ ફ્લોપ થયા પછી પ્રોડ્યુસરને 'બંગલો-ઓફિસ' વેચવી પડી! જાણો આખરે શું છે સત્ય

    કોર્ટમાં કંગનાએ આપ્યુ આવું નિવેદન

    ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, કંગનાએ કોર્ટમાં પોતાના નિવેદનમાં કહ્યું કે જાવેદ અખ્તરે તેને ધમકી આપી હતી અને કહ્યું હતું કે તમારું અફેર હ્રિતિક સાથે નહીં, પરંતુ છેતરપિંડી કરનારાઓ સાથે હતું તે વાત ફેલાવવામાં અમે સમય નહીં લઈએ. જ્યારે જનતાને ખબર પડશે, ત્યારે તમારો ચહેરો સામે આવી જશે. જનતામાં એટલી બદનામી થશે કે તમારી પાસે આત્મહત્યા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે. અમારી પાસે પુરાવા છે, તેમની પાસે તમામ મંત્રાલયો છે, માફી માંગ અને તારી જાતને બચાવી લે. સારા પરિવારની છોકરી શરમમાં ડૂબી જશે. જો તમારી ઈજ્જત બચાવવી હોય અને સહેજ પણ શરમ હોય તો જીદ ન કરીશ.

    જાવેદ અખ્તરે આત્મહત્યા માટે ઉશ્કેર્યાનો કંગનાનો આરોપ

    કંગના રનૌતે એમ પણ કહ્યું હતું કે જાવેદ અખ્તરે તેને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરી હતી અને માનસિક રીતે પણ પરેશાન કરી હતી.

    શું છે સમગ્ર મામલો

    આ મામલો નવેમ્બર 2020નો છે, જ્યારે જાવેદ અખ્તરે કંગના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોતાની ફરિયાદમાં ગીતકારે દાવો કર્યો હતો કે કંગનાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમનુ નામ બળજબરીથી વચ્ચે લાવી પોતાને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Bollywood News in Gujarati, Kangna Ranaut

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन