Kangana Ranautએ અક્ષય કુમારની ફિલ્મ Bell Bottomને ગણાવી બ્લોકબસ્ટર, કર્યા આવા વખાણ

Kangana Ranaut Cheers for Akshay Kumar: કંગના રનૌટે બેલ બોટમ મૂવી જોઈ અક્ષય અને ટીમના પેટ ભરીને વખાણ કર્યા

Kangana Ranaut Cheers for Akshay Kumar: કંગના રનૌટે બેલ બોટમ મૂવી જોઈ અક્ષય અને ટીમના પેટ ભરીને વખાણ કર્યા

  • Share this:
    Bollywood News: બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર (Akshay Kumar)ની બહુચર્ચિત ફિલ્મ બેલ બોટમ (Bell Bottom) સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે અને ઘણી ચર્ચામાં પણ છે. પ્રશંસકો સહિત બોલિવૂડના સ્ટાર્સ અક્ષયના કામ અને તેની ફિલ્મના પેટ ભરીને વખાણ કરી રહ્યા છે. હવે કંગના રનૌટ (Kangana Ranaut)એ પણ ફિલ્મ બેલ બોટમને બ્લોકબસ્ટર (Bell Bottom Blockbuster) ગણાવી છે.

    કંગનાએ બેલ બોટમના કર્યા વખાણ

    કંગનાએ ફિલ્મ બેલ બોટમ (Kangana Ranaut Cheers for Bell Bottom)ને જોયા બાદ અક્ષય કુમાર (Akshay Kumar)ની સાથોસાથ ફિલ્મની સમગ્ર ટીમના વખાણ કર્યા છે. કંગનાએ પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર ફિલ્મનો ફોટો શૅર કરતાં કહ્યું છે કે, આજે જ બ્લોકબ્લસ્ટર ફિલ્મ બેલ બોટમ (Bell Bottom)ને સિનેમાઘરો (Cinema Hall)માં જુઓ. સમગ્ર ટીમને પહેલું પગલું ભરવા માટે અભિનંદન.

    અજય અને ટ્વીંકલે પણ કરી પોસ્ટ

    નોંધનીય છે કે, અજય દેવગણ અને ટ્વીંકલ ખન્નાએ પણ ફિલ્મ બેલ બોટમ (Bell Bottom)ના વખાણ કર્યા છે. અજય દેવગણે અક્ષયને તેની ફિલ્મને થિયેટરમાં રિલીઝ કરવાના નિર્ણય બહાદુરીભર્યું ગણાવ્યો છે. બીજી તરફ ટ્વીંકલ ખન્નાએ અક્ષય સાથેની તસવીર શૅર કરીને લખ્યું હતું કે ફિલ્મ બેલ બોટમ એક મસ્ટ વોચ છે.

    બેલબોટમ ઇન્ટરનેટ પર થઈ લીક

    એક એન્ટરટેઇનમેન્ટ પોર્ટલ મુજબ, અક્ષય કુમાર-લારા દત્તા સ્ટાર 'બેલ બોટમ' ઇન્ટરનેટ પર ફ્રીમાં ડાઉનલોડ (Bell Bottom Online Leak) થઇ રહી છે. તે પણ HD પ્રિન્ટમાં. તમિલ રોકર્સ, ફિલ્મી રેપ, સહિત અન્ય પાઇરેટેડ સાઇટ્સ પર 'બેલ બોટમ' ઓનલાઇન લિક થઇ ગઇ છે.

    આ પણ વાંચો, BellBottom: અક્ષય કુમારને મોટો ઝાટકો, રિલીઝનાં કલાકોમાં જ HDમાં લીક થઇ ગઇ 'બેલ બોટમ'

    વાત કરીએ ફિલ્મ બેલ બોટમની તો તેમાં અક્ષય કુમારની સાથે વાણી કપૂર, લારા દત્તા અને હુમા કુરેશી અગત્યની ભૂમિકામાં છે. ફિલ્મમાં લારા દત્તાએ ઈન્દિરા ગાંધીનું પાત્ર ભજવ્યું છે. તેના લુકને લઈ ઘણી ચર્ચાઓ થઈ રહી છે. બેલ બોટમની સ્ટોરી 80ના દશકમાં થતા પ્લેન હાઇજેકિંગ પર આધારિત છે. આપને જણાવી દઇએ કે, હાલમાં જ અક્ષય કુમારે 'બેલ બોટમ'ની સિક્વલ (Bell Bottom Sequel) તરફ ઇશારો કર્યો હતો. તેણે કહ્યું હતું કે, 'જે પ્રમાણે ફિલ્મ પૂર્ણ થાય છે.. તેમાં સીક્વલની આશા છે. જો મેકર્સ સારી સ્ક્રિપ્ટ લઇને આવશે તો, કામ કરવામાં આવી શકે છે.'
    Published by:Mrunal Bhojak
    First published: