Home /News /entertainment /Kangana Ranautએ પૂરુ કર્યુ 'ઈમરજન્સી'નું શૂટિંગ, કહ્યુ- 'ફિલ્મ માટે બધું દાવ પર લગાવી દીધું'
Kangana Ranautએ પૂરુ કર્યુ 'ઈમરજન્સી'નું શૂટિંગ, કહ્યુ- 'ફિલ્મ માટે બધું દાવ પર લગાવી દીધું'
Photo: @kanganaranaut
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે પોતાની અપકમિંગ ફિલ્મ 'ઈમરજન્સી'ની શૂટિંગ પૂરી કરી લીધી છે. તેણીએ ફિલ્મના શૂટિંગ સેટ પરથી અમુક તસવીરો શેર કરી છે. આ સાથે તેણીએ ફેન્સ સાથે એક ઈમોશનલ તસવીર પણ શેર કરી છે.
મુંબઈઃ કંગના રનૌત બોલિવૂડની ધાકડ એક્ટ્રેસ છે અને તેણી પોતાના દરેક પાત્રને એક પડકાર તરીકે લે છે. એક્ટ્રેસે વર્ષ 1975 થી 1977 સુધી રહેલા આપાતકાલીન કાળ પર ફિલ્મ શૂટ કરી રહી હતી. જેનું નામ પણ 'ઈમરજન્સી' રાખવામાં આવ્યુ છે. હાલમાં કંગનાએ આ શૂટિંગ ખતમ કરી લીધું છે અને આ વાતની જાણકારી ફેન્સ સાથે શેર કરી છે. આ સાથે તેણીએ શૂટિંગ દરમિયાનની પણ અમુક તસવીરો ફેન્સ સાથે શેર કરી છે.
કંગના દ્વારા શેર કરવામાં આવેલા ફોટોમાં તેણી દેશની પૂર્વ પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીના લુકમાં જોવા મળી રહી છે. તેણીએ તસવીરો સાથે કેપ્શનમાં એક લાંબુ કેપ્શન લખ્યુ છે. જેમાં ફિલ્મનો અનુભવ શેર કર્યો છે. તેણીએ લખ્યુ-'એક એકટ્રેસની રીતે મેં આજે ઈમરજન્સીની શૂટિંગ પૂરી કરી દીધી છે. એવું લાગે છે કે બધું એટલું સરળતાથી થઈ ગયું પણ કશું એટલું સરળ હતું નહીં.'
'મેં આ ફિલ્મના શૂટિંગ માટે બધું દાવ પર લગાવી લીધું છે. એક-એક વસ્તુ જેના પર મારો માલિકીનો હક હતો બધું જ દાવ પર લગાવી દીધું છે. ફિલ્મના પહેલા શિડ્યુલની શૂટિંગના સમયે હું ડેન્ગ્યુનો શિકાર થઈ ગઈ હતી. આટલા લો બ્લડ સેલ કાઉન્ટ્સ છતાં એક વ્યક્તિ રીતે મારા કેરેક્ટરને તમામ રીતે પારખવામાં આવી.'
લાગણીને લઈને મૂરખ છું
'હું હંમેશા પોતાની લાગણીને લઈને મૂરખ રહુ છું. પરંતુ, મને એ લોકોથી બિલકુલ ફરક નથી પડતો, જે લોકો મને નીચે પડતી જોવા માંગે છે. જે મારા જીવનમાં મુશ્કેલીઓ વધારવા બધું જ કરવા તૈયાર છે. હું તેમની સાથે મારા દુઃખ શેર નથી કરતી અને તેમને મુશ્કેલીમાં નથી મુકતી. જો તમને લાગે છે કે ફક્ત સખત મહેનતથી તમારા લક્ષ્યને પ્રાપ્ત કરી શકો છો તો તમે જે ઈચ્છો છો તે તમને મળી જશે. મારુ માનો તો તમારે તમારા આ વિચાર પર હજું એકવાર વિચારવાની જરુર છે."
"જો તમે સખત મહેનત પણ કરો છો છતાં તમારી ક્ષમતાઓની વારંવાર પરીક્ષા લેવામાં આવે. જ્યાં સુધી તમે ખુદને સંભાળી શકો છો સંભાળો. જો જીવન તમને સંઘર્ષોથી ભરેલું લાગે છે તો તમે ભાગ્યશાળી છો પરંતુ, તમારા જીવનમાં પરેશાની નથી તો તમે બ્લેસ્ડ છો. તમારે તૂટીને વિખેરાવાનું નથી, સેલિબ્રેટ કરવાનું છે."
"તમારા માટે આ ફરી જન્મ લેવાનો સમય છે. મારા માટે આ એક પુનર્જન્મ છે. હું આ રીતે જીવિત મહેસૂસ કરુ છુ જેવું પહેલા ક્યારેય નથી કર્યુ. મારી ટીમને ખૂબ-ખૂબ આભાર જેના કારણે આ તમામ શક્ય બન્યુ. જે લોકો મારી ચિંતા કરે છે તેને હું એટલું કહેવા ઈચ્છુ છું કે, હવે હું સુરક્ષિત જગ્યા પર છું. તમે લોકો પરેશાન નાથો. અમને બસ તમારો પ્રેમ અને આશીર્વાદ જોઈએ છે."
2023માં રિલીઝ થશે ફિલ્મ
જણાવી દઈએ કે, કંગના રનૌતની જૂની અમુક ફિલ્મો કંઈ ખાસ કમાણી કરી શકી નથી અને દર્શકોનો તેણીને ખાસ સપોર્ટ પણ મળ્યો નથી. આ દરમિયાન તેણીએ સોશિયલ મીજિયા પર પણ ઘણો સમય ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. હવે તેણીની મોટી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. પોલિટિકલ હિસ્ટ્રી પર બનેલી આ ફિલ્મ સાથે કંગાનાને ઘણી આશાઓ છે. ફિલ્મની રિલીઝ ડેટ હજુ સુધી સામે આવી નથી પરંતુ આશા છે કે 2023માં જ તે રિલીઝ થઈ જશે.
Published by:Hemal Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર