જ્યોર્જ ફ્લોઇડની હત્યાનો બોલિવૂડમાં થયો વિરોધ, તો કંગનાએ કહ્યું, 'સાધુ લિંચિંગ પર કેમ ચૂપ હતા?'

News18 Gujarati
Updated: June 3, 2020, 3:01 PM IST
જ્યોર્જ ફ્લોઇડની હત્યાનો બોલિવૂડમાં થયો વિરોધ, તો કંગનાએ કહ્યું, 'સાધુ લિંચિંગ પર કેમ ચૂપ હતા?'
કંગના

અમેરિકાના અનેક શહેરોમાં પ્રદર્શનો યોજાઇ રહ્યાં છે જેમાંના કેટલાકે હિંસક સ્વરૂપ પણ ધારણ કર્યું છે

  • Share this:
મુંબઈ : કોરોનાના કહેર વચ્ચે હાલ અમેરિકાની એક અન્ય ખબર પણ પોતાની તરફ ધ્યાન ખેંચે છે. અમેરિકાના અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઇડનું (George Floyd) પોલીસ દ્વારા મૃત્યુ નીપજાવવાના મામલે આખો દેશ છેલ્લા એક અઠવાડિયાથી ઉકળી રહ્યો છે. અમેરિકાના અનેક શહેરોમાં પ્રદર્શનો યોજાઇ રહ્યાં છે જેમાંના કેટલાકે હિંસક સ્વરૂપ પણ ધારણ કર્યું છે. જેના કારણે હોલિવૂડ પછી બોલિવૂડના સ્ટાર્સે પણ સોશિયલ મીડિયામાં (Social Media) આ ઘટનાની નિંદા કરી છે. ત્યારે બોલિવૂડની એક્ટ્રેસ કંગના રનોતે (Kangana Ranaut) Black Lives Matter અભિયાનને સપોર્ટ કરતા સેલેબ્સ પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

કંગના રનોતની રાય આ અંગે બોલિવૂડ સેલેબ્સથી થોડી અલગ છે. આ અંગે તેમણે પિંકવિલા સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે, જ્યારે મહારાષ્ટ્રમાં મૉબ લિચીંગ સમયે સાધુની હત્યા કરવામાં આવી ત્યારે આ બધા સેલિબ્રિટી કેમ કંઇ ન બોલ્યા. આ તેજ નગરમાં થયું હતું જ્યાં ઘણાંબધા સેલેબ્લ રહે છે. કંગનાએ વધુમાં જણાવ્યું કે, તેઓ (બોલિવૂડ સેલેબ્સ) હોલિવૂડની નકલ કરે છે. એટલે થોડા સમય માટે તેઓ પણ ફેમસ થઇ જાય. એક્ટ્રેસે આગળ કહ્યું કે, લોકોમાં ગુલામી ભરેલી છે. અને જ્યારે અંગ્રેજ કેમ્પેઇન શરૂ કરે છે ત્યારે આ લોકો પણ તેમા જોડાય જાય છે.

આ પણ વાંચો- અમિતાભ બચ્ચને જયા સાથે કેમ કર્યા લગ્ન, લગ્નની 47મી વર્ષગાંઠ પર ખોલ્યું રહસ્ય

નોંધનીય છે કે, અમેરિકાના અનેક શહેરોમાં પ્રદર્શનો યોજાઇ રહ્યાં છે જેમાંના કેટલાંકે હિંસક સ્વરૂપ પણ ધારણ કર્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઇટ હાઉસ બહાર પણ પ્રદર્શનો યોજાઇ રહ્યાં છે. હિંસા એટલી હદે વધી ગઇ છે કે અનેક શહેરોમાં કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે હિંસા રોકવા માટે તેઓ હજારોની સંખ્યામાં પોલીસ અને ફોજ અમેરિકાની સડકો પર ઉતારશે.

આ પણ વાંચો - 
First published: June 3, 2020, 3:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading