મુંબઇ: બોલિવૂડ (Bollywood)ની પંગા ક્વિન કંગના રનૌટ (Kangana Ranaut) સોશિયલ મીડિયા (Social Media) પર ઘણી એક્ટિવ રહે છે. તે તેની પોસ્ટ દ્વારા સતત ચર્ચામાં રહે છે. ખેડૂત આંદોલન (Farmer Protest)નાં વિરોધમાં ટ્વિટ કર્યા બાદ હવે કંગનાએ વધુ એક ટ્વિટ કરી છે કે જેનાંથી સૌ કોઇનું ધ્યાન ખેંચાયુ છે. તેણે તેની ટ્વિટમાં જાહેરાત કરી છે કે તે વિશાળ મંદિરનું નિર્માણ કરવાનું વિચારી રહી છે. તેણે કહ્યું કે, આ નેક કામ માટે મા દુર્ગાએ મને પસંદ કરી છે. એક્ટ્રેસ કંગનાની આ પોસ્ટ લોકોએ ખુબ બધી કમેન્ટ કરી છે અને પોતાનો મત જણાવ્યો છે.
કંગના રનૌટએ તેની એક તસવીરની સાથે ટ્વિટ કરી છે. આ તસવીરમાં દેવીની મૂર્તિ નજર આવે છે અને તે તેમની સાથે નજર આવે છે. અને તેણે લખ્યું છે કે, 'મા દુર્ગાએ મને તેમનાં મંદિરનાં નિર્માણ માટે પસંદ કરી છે. અમારા પૂર્વજોએ અમારા માટે જે બનાવ્યું છે તેને આપણે આગળ વધારીશું. તે અમારા આ ભાવને સ્વીકારશે. કોઇ દિવસ હું આવું મંદિર બનાવવાં ઇચ્છુ છુ જે ખુબજ સુંદર હોય અને ત્યાં માનો મહિમા હોય. તે આપણી સભ્યતા માટે હશે. જય માતા દી'
કંગનાની આ પોસ્ટ પર હવે લોકોનું રિએક્શન આવવા લાગ્યુ છે. જ્યાં કેટલાંક લોકો કંગનાનાં પગલાનાં વખાણ કરી રહ્યાં છે તો કેટલાંક તેનાં પર ટોણા મારી રહ્યાં છે. આ પોસ્ટને જોઇને એક્ટ્રેસનાં ફેન્સ કહેવા લાગ્યા છે. 'અમારી હિમાચલ ગર્લ પર અમેને ગર્વ છે, ઘણો સારો વિચાર' તો કોઇ લખે છે, 'આ યુવતી ખરેખરમાં લેજન્ડ છે.' તો અન્ય એક યૂઝરે કંગના પર ટોન્ટ મારતા લખ્યું છે કે, 'શેના ભગવાન.. તારા મનની બધી જ મનશાં સૌૌ કોઇ જાણે છે. કંઇપણ ખર તને ટિકિટ નહીં મળે'
આ પણ વાંચો- સલમાન ખાને વાવણી કાપી, તસવીર શેર કરી લખ્યું, 'મા ધરતી'
આપને જણાવી દઇએ કે, કંગના રનૌટ ખેડૂત આંદોલન પર તેની ટ્વિટ્સ અંગે ચર્ચામાં રેહ છે. દિલજીત દોસાંજ અને હિમાંશી ખુરાનાની સાથે તેનાં ટ્વિટ વોર સામે આવી ચુક્યા છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કંગના તેની 'થલાઇવી'ની શૂટિંગ મોટાભાગે પૂર્ણ કરી ચૂકી છએ. અને તેની ફિલ્મ 'ધાકડ' માટે તૈયારીઓ કરી રહી છે.
Published by:Margi Pandya
First published:December 10, 2020, 13:45 pm