નિર્ભયા ગેંગરેપ : ઈન્દિરા જયસિંહની અપીલ પર ભડકી કંગના રનૌટ, કહ્યું- આવી મહિલાની કોખથી જન્મે છે બળાત્કારી

News18 Gujarati
Updated: January 23, 2020, 8:26 AM IST
નિર્ભયા ગેંગરેપ : ઈન્દિરા જયસિંહની અપીલ પર ભડકી કંગના રનૌટ, કહ્યું- આવી મહિલાની કોખથી જન્મે છે બળાત્કારી
કંગનાએ કહ્યું કે, નિર્ભયાના દોષિતોને જાહેરમાં ચાર રસ્તે ફાંસી આપીને દાખલો બેસાડવો જોઈએ

કંગનાએ કહ્યું કે, નિર્ભયાના દોષિતોને જાહેરમાં ચાર રસ્તે ફાંસી આપીને દાખલો બેસાડવો જોઈએ

  • Share this:
મુંબઈ : પોતાના નિવેદનો માટે જાણીતી બૉલિવુડ (Bollywood) અભિનેત્રી કંગના રનૌટ (Kangana Ranaut)નો ગુસ્સો આ વખતે નિર્ભયા ગેંગરેપ (Nirbhaya Gang Rape) અને હત્યાના દોષિતો પર વરસ્યો છે. કંગનાનું કહેવું છે કે આવા લોકોને સૌની સામે ફાંસી પર લટકાવી દેવા જોઈએ. આ ઉપરાંત કંગનાએ આ દરમિયાન વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહ (Indira Jaisingh) ઉપર પણ નિશાન સાધ્યું. કંગનાએ કહ્યું કે, ઈન્દિરા જયસિંહ જેવી મહિલાઓના કોખથી બળાત્કારી જન્મે છે. આવી મહિલાઓને બળાત્કારીઓની સાથે 4 દિવસ જેલમાં રાખવી જોઈએ.

નોંધનીય છે કે, ઈન્દિરા જયસિંહે થોડા દિવસ પહેલા જ નિર્ભયાની માતા આશા દેવીને અપીલ કરી હતી કે તેમને સોનિયા ગાંધીની જેમ દોષિતોને માફ કરી દેવા જોઈએ. જોકે, નિર્ભયાની માતાએ ઈન્દિરા જયસિંહના આ નિવેદન પ નારાજગી વ્યક્ત કરી હતી.

જે દુષ્કર્મ કરવાનું જાણે છે તે કેવી રીતે સગીર : કંગના

મુંબઈમાં બુધવાર સાંજે ફિલ્મ પંગાના સ્પેશલ સ્ક્રીનિંગ દરમિયાન યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કંગનાને જ્યારે નિર્ભયા ગેંગરેપ અને હત્યા મામલામાં સવાલ કરવામાં આવ્યો તો તેને આ મામલામાં થઈ રહેલા વિલંબ પર ગુસ્સો જાહેર કર્યો. કંગનાએ કહ્યું કે આવા લોકોને સૌની સામે ફાંસી પર લટકાવી દેવા જોઈએ.

એક્ટ્રેસે કહ્યું કે, આ ઘટનામાં એક દોષી સગીર હતો, જે દુષ્કર્મ કરે છે. જે દુષ્કર્મ કરવાને કાબેલ છે તેને કેવી રીતે સગીર તરીકે રજૂ કરવામાં આવે છે. આવા લોકોને ચાર રસ્તા પર ફાંસી આપી દેવી જોઈએ. આવા દોષિતોને જાણ હોવી જોઈએ કે દુષ્કર્મ શું હોય છે અને તેની સજા શું હોય છે.


પ્રેસ કોન્ફરન્સમાં કંગનાએ કહ્યું કે, નિર્ભયાના માતા-પિતા આટલા વર્ષોથી પોતાની દીકરીને ગુમાવવાનું દર્દ સહન કરી રહ્યા છે. આવા દોષિતોને ચૂપચાપ મારવાનો શું ફાયદો. આપણે આવા દોષિતોને મારીને પણ કોઈ ઉદાહરણ સેટ નથી કરી શકતા. તેથી આવા દોષિતોને ચાર રસત પર જ ફાંસી પર લટકાવી દેવા જોઈએ. કંગના આ દરમિયાન દોષિતોની સાથે દયા દર્શાવવા પર જોરદાર ભડકી.

ઈન્દિરા જયસિંહના નિવેદન પર નિર્ભયાની માતાએ શું કહ્યું હતું?

ઉલ્લેખનીય છે કે, ઈન્દિરા જયસિંહના નિવેદન પર નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું હતું કે, હું એ વિચારી પણ નથી શકતી કે ઈન્દિરા જયસિંહે કેવી રીતે નિર્ભયાના દોષિતોને માફ કરવાની અપીલ કરી. હું સુપ્રીમ કોર્ટમાં તેમને અનેકવાર મળી છું, પરંતુ એક વાર પણ તેઓએ આ વિશે મારી સાથે વાત નથી કરી અને આજે તેઓ દોષિતોને માફી આપવાની વાત કરી રહી છે. હું હેરાન છું. દુષ્કર્મ કરનારા અપરાધીઓને માફી આપનારા આવા લોકો માનવાધિકારના નામે કલંક છે. આવા જ લોકોના કારણે દેશમાં દુષ્કર્મ જેવી ઘટનાઓ રોકાઈ નથી રહી.

નોંધનીય છે કે, દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા દુષ્કર્મ કેસના ચારેય દોષિતોને મોતની સજા સંભળાવી છે.

આ પણ વાંચો,

ઈન્દિરા જયસિંહની અપીલથી નિર્ભયાની માતા નારાજ, કહ્યું- આ લોકોના કારણે જ દુષ્કર્મની ઘટનાઓ અટકતી નથી
નિર્ભયાની માતાને વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહની અપીલ, સોનિયાની જેમ દોષિતોને માફ કરી દો
First published: January 23, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading