કંગના રનૌટેને કોંગ્રેસ નેતાએ કહ્યું , 'નાચવાં ગાવા વાળી', પંગા ગર્લે તેને 'મુરખ' કહ્યો

કંગના રનૌટને કોંગ્રેસ નેતાએ કહી, નાચવા ગાવા વાળી

મધ્ય પ્રદેશ (Madhya Pradesh)નાં કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ સુખદેવ પાનસે (Sukhdev Panse)એ ટ્વિટ કરી કંગનાને 'નાચવા ગાવા વાળી કહી' ટ્વિટર પર કંગનાને કોંગ્રેસ નેતા સુખદેવ પાનસેની આ ટિપ્પણી પર ધાકડ ગર્લે જવાબ આપ્યો છે. કંગનાએ તેને તેની પોસ્ટમાં 'મુરખ' કહી સંબોધ્યો છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ (Bollywood) એક્ટર કંગના રનૌટ (Kangana Ranaut) સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. દરેક મુદ્દા પર તે તેનો મત જણાવતી ટ્વિટ્સ કરતી રહે છે. અને સોશિયલ મીડિયા (Social Media) પર એક્ટિવ રહે છે. ખેડૂતો અંગે કિસાને તેનો મત મુક્યો તો મધ્ય પ્રદેશ (Madhya Pradehsh)નાં કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ સુખદેવ પાનસે (Sukhdev Panse)એ ટ્વિટ કરી કંગનાને 'નાચવાં ગાવા વાળી' ગણાવી છે. ટ્વિટર પર કંગનાએ કોંગ્રેસ નેતા સુખદેવ પાનસેની તે ટિપ્પણીનો ધાકડ જવાબ આપ્યો છે. કંગનાએ તેની પોસ્ટમાં કોંગ્રેસ નેતાને મુરખ કહ્યો છે.

  કંગના રનૌટ (Kangana Ranaut) હાલમાં ફિલ્મ 'ધાકડ' નું શૂટિંગ કરી રહી છે. 'ધાકડ' ની શૂટિંગ રોકવા માટે આંદોલનની ધમકી પણ આપવામાં આવી છે. ખેડૂત આંદોલન અંગે કરવામાં આવેલી ટ્વિટ્સને કારણે મધ્યપ્રદેશમાં ગત દિવસોમાં કમલનાથ સરકારનાં મંત્રી રહેલાં સુખદેવ પાનસેએ કંગનાને ગમે તેમ જવાબ આપ્યો હતો. તેમણે નિવેદનમાં કહ્યું કે, 'નાચવાં ગાવાં વાળી છોકરી' કહી દીધી હતી જેનાં પર કંગનાએ ધાકડ જવાબ આપતા ટ્વિટ કરી છે.

  તેણે ટ્વિટ કરતાં લખ્યું છે કે, 'આ જે પણ મુરખ છે નથી જાણતો કે હું, દીપિકા, કેટરિના કે આલિયા ભટ્ટ નથી હું એકલી છુ જેણે આઇટમ નંબર કહેવાની ના પાડી દીધી છે. મે મોટા હીરો (ખાન/કુમાર) ની સાથે ફિલ્મને ના પાડી દીધી હતી. જેને કારણે તે પૂર્ણ Bullywoodiya ગેંગ પુરુષ-મહિલાઓ મારા વિરુદ્ધ થઇ ગયો છે. હું એક રાજપૂત મહિલા છુ હું એક રૂમમાં કમર નથી હલાવતી. હાડકા તોડૂ છું.'  કંગનાની આ ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ તઇ રહી છે. કંગનાને મળેલી ધમકી બાદ કંગનાને કડક પોલીસ સુરક્ષા મળી છે. અને તેની ફિલ્મનું શૂટિંગ પણ ત્યાંજ થઇ રહ્યું ચે.

  ફિલ્મ 'ધાકડ'ની વાત કરીએ તો તે એક સ્પાઇ થ્રિલર ફિલ્મ છે. જેમાં કંગના એક એજન્ટ અગ્નિનાં રોલમાં નજર આવે છે. અર્જુન રામપાલ રુદ્રવીરનાં રોલમાં છે. રજનીશ રજી ઘઇ દ્વારા આ ફિલ્મ ડિરેક્ટ કરવામાં આવી છે. જે 1 ઓક્ટોબરનાં રિલીઝ થશે. 'ધાકડ' ઉપરાંત એક્ટ્રેસ 'થલાઇવી' અને 'તેજસ'માં પણ કામ કરી રહી છે. કંગના તેની ફિલ્મ 'અપારજિતા અયોધ્યા' થી ડિરેક્ટરનાં રૂપમાં એન્ટ્રી કરી રહી છે.
  Published by:Margi Pandya
  First published: