Home /News /entertainment /કંગનાએ હૃતિક રોશન અને દિલજીત દોષંજની મજાક ઉડાવી, ખુલ્લેઆમ કહી આ વાત

કંગનાએ હૃતિક રોશન અને દિલજીત દોષંજની મજાક ઉડાવી, ખુલ્લેઆમ કહી આ વાત

કંગનાએ ટ્વિટર પર હૃતિક અને દિલજીત અંગે ટીપ્પણી કરી

તાજેતરમાં, કંગના રનૌતે તેના ટ્વિટર પર #AskKangnaના સેશન દરમિયાન એક ફેન્સને જવાબ આપતી વખતે તેની જૂની દુશ્મની યાદ કરી. આ સાથે અભિનેત્રીએ હૃતિક રોશનની એક્ટિંગની મજાક ઉડાવી હતી.

મુંબઈ : બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી કંગના રનૌત પોતાના બેફામ નિવેદનોને કારણે હંમેશા લોકોના નિશાના પર રહેતી હોય છે. તે કોઈપણ સામાજિક કે રાજકીય મુદ્દા પર પોતાનો અભિપ્રાય સ્વતંત્રતા સાથે વ્યક્ત કરવા માટે પણ પ્રખ્યાત છે. તાજેતરમાં કંગનાએ ટ્વિટર પર ફેન્સ માટે એક અદ્ભુત સેશન રાખ્યું હતું.

જેમાં ફેન્સ તેને કોઈપણ પ્રશ્ન પૂછી શકે છે. જેમાં કંગના તેના ફેન્સને સવાલોના જવાબ પણ આપી રહી છે. આવી સ્થિતિમાં એક ફેન્સે કંગનાને હૃતિક વિશે સવાલ પૂછ્યો, જેના પર અભિનેત્રીએ કોઈ મિલ ગયાના અભિનેતાની મજાક ઉડાવી. ચાલો જાણીએ શું હતો ફેન્સનો સવાલ?

ટ્વીટર પર આસ્ક કંગનાના કંગનાએ સવાલોનો દોર શરુ કર્યો હતો. જેમાં આ હેશટેગ દ્વારા અભિનેત્રી પર સતત સવાલોનો વરસાદ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન એક યુઝરે કંગના રનૌતને પૂછ્યું કે, તેના ફેવરિટ એક્ટર કોણ છે? આ સાથે ઓપ્શનમાં હૃતિક રોશન અને દિલજીત દોષંજનું નામ આપવામાં આવ્યું હતું. જેના પર કંગનાએ એવો જવાબ આપ્યો જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : એક સપ્તાહમાં 4ના મોતથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હચમચી, બેના મોત હાર્ટ એટેકથી

યુઝરને જવાબ આપતા કંગનાએ કહ્યું કે મને લાગે છે કે, કોઈ એક્શન કરે છે અને કોઈ ગીતનો વીડિયો બનાવે છે. સાચું કહું તો મેં એમાંથી કોઈને અભિનય કરતા જોયા નથી, કોઈ દિવસ હું એમને અભિનય કરતા જોઉં તો જ કહી શકું… આવું કંઈ થાય તો કહેજો. કંગનાના આ ધન્યવાદના ટ્વીટથી સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સનો દોર શરૂ થયો છે.



કહેવાય છે કે, કંગના અને હૃતિક વચ્ચેની લડાઈ ઘણી જૂની છે. એવું પણ કહેવાય છે કે, બંનેના અફેરની શરૂઆત ફિલ્મ ક્રિશ દરમિયાન થઈ હતી. કંગનાના કહેવા પ્રમાણે, હૃતિક તેને વચન આપ્યું હતું કે, તે તેની પત્નીને છૂટાછેડા આપીને તેની સાથે લગ્ન કરશે. જોકે, અભિનેત્રીએ દાવો કર્યો હતો કે, હૃતિકે તેની સાથે છેતરપિંડી કરી હતી અને બાદમાં તેની સાથે સંબંધ તોડી નાખ્યો હતો. તે જ સમયે, હૃતિકે આજ સુધી આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
First published:

Tags: Diljit dosanjh, Hrithik roshan, Kangna Ranaut