Home /News /entertainment /600 રૂપિયાની સાડી પહેરીને ચર્ચામાં આવી કંગના રનૌત, પણ આ ભૂલ કરીને ભરાઇ ગઇ
600 રૂપિયાની સાડી પહેરીને ચર્ચામાં આવી કંગના રનૌત, પણ આ ભૂલ કરીને ભરાઇ ગઇ
સાડી લુકના કારણે ફરી ચર્ચામાં આવી કંગના
Kangana Ranaut Video: હાલમાં જ કંગના રનૌત એરપોર્ટની બહાર સ્પોટ થઇ હતી, જ્યાં પેપરાઝીએ તેને કેમેરામાં કેદ કરી હતી. સામાન્ય રીતે એરપોર્ટ પર ટ્રેડિશનલ લુકમાં જોવા મળતી કંગના ફરી એકવાર દેશી લુકમાં જોવા મળી હતી. તેણે આ દરમિયાન ખૂબ જ સિંપલ સાડી પહેરી હતી.
Kangana Ranaut rupees 600 saree : કંગના રનૌત આજકાલ પોતાની ચર્ચિત ફિલ્મ 'ઇમરજન્સી'ના શૂટિંગમાં બિઝી છે. જેમાં તે પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના કિરદારમાં જોવા મળશે. પાછલાં કેટલાંક સમયથી કંગનાની ઘણી ફિલ્મો બૉક્સ ઑફિસ પર ધડામ થઇ ગઇ છે. તેવામાં તે જોવું રહ્યું કે તેની ફિલ્મ 'ઇમરજન્સી'ને દર્શકો પાસેથી કેવો રિસ્પોન્સ મળે છે.
આ વચ્ચે કંગના પોતાની ફેશન સેન્સના કારણે ફરી ચર્ચામાં આવી છે. તેનો સાડી લુક મોટાભાગે ચર્ચામાં રહે છે અને ફરી એકવાર કંઇક આવું જ જોવા મળ્યું છે.
હાલમાં જ કંગના રનૌત એરપોર્ટની બહાર સ્પોટ થઇ હતી, જ્યાં પેપરાઝીએ તેને પોતાના કેમેરા કેદ કરી હતી. સામાન્ય રીતે એરપોર્ટ પર ટ્રેડિશનલ લુકમાં જોવા મળતી કંગના ફરી એકવાર દેશી લુકમાં સ્પોટ થઇ હતી. તેણે આ દરમિયાન ખૂબ જ સિંપલ સાડી પહેરી હતી, જેની કિંમતની હવે ચર્ચા શરૂ થઇ ગઇ છે. કંગનાએ પોતે આ સાડીની કિંમતનો ખુલાસો કર્યો છે.
કંગના રનૌતે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાનો વીડિયો શેર કર્યો છે, જેમાં તે લાઇટ બ્લૂ કલરની કોટન સાડીમાં જોવા મળી રહી છે. પોતાનો લુક કમ્પ્લીટ કરવા માટે કંગનાએ પોતાના હેર ઓપન રાખ્યા છે. વીડિયો શેર કરતાં કંગનાએ જણાવ્યું કે તેણે જે સાડી પહેરી છે, તેની કિંમત માત્ર 600 રૂપિયા છે. જો કે તેની સાથે તેણે જે બેગ કૅરી કર્યુ છે, તે Lady Dior બ્રાન્ડનું છે, જેની કિંમત ભારતમાં 3.5 લાખની આસપાસ છે. કંગનાએ પોતાનો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે.
કંગનાએ વીડિયો શેર કરતાં, 'વોકલ ફોર લોકલ' થવાના વાત કરી છે. કંગનાએ લખ્યું- આ સાડી મે કલકત્તાથી 600 રૂપિયામાં ખરીદી છે. સ્ટાઇલ કોઇ ઇન્ટરનેશનલ બ્રાન્ડની ગુલામ નથી. અતિ રાષ્ટ્રવાદી બનો અને પોતાનો પ્રચાર પોતે કરો. તમારી દરેક એક્શન આ દેશને ફાયદો કરાવે તેવી હોવી જોઇએ. તમે લોકલ વસ્તુઓ ખરીદો જેથી અનેક પરિવારોની મદદ થશે. વોકલ ફોર લોકલ, જય હિંદ.'
કંગનાનો આ વીડિયો ચારેકોર છવાયેલો છે. ઘણા લોકોએ કંગનાની વખાણ કર્યા છે તો ઘણા લોકોએ આ સાડી સાથે ઇન્ટરનેશનલ બ્રાન્ડનું પર્સ કૅરી કરવા પર તેના પર સવાલ ઉઠાવ્યા છે. જણાવી દઇએ કે હાલમાં જ કંગના હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરને મળી હતી. જેની તસવીર તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર