Home /News /entertainment /

કંગનાના વકીલએ ફરીથી ઋતિક પર સાધ્યું નિશાન!

કંગનાના વકીલએ ફરીથી ઋતિક પર સાધ્યું નિશાન!

મુંબઈ: કંગના રનૌત અને ઋતિક રોશન વચ્ચેનો મામલો ધીમે-ધીમે ઠંડો પડી જ રહ્યો હતો. પરંતુ કંગનાના વકીલ રિઝવાન સિદ્દિકીએ આ મામલાને ફરીથી લાઈમલાઈટમાં લાવવાનો નિર્ણય કરી લીધો છે. અને ઋતિકે એક મીડિયા ચેનલને આપેલા ઈન્ટરવ્યુ બાદ તે ઇન્ટરવ્યુમાં કહેવામાં આવેલી એક એક વાતને ખોટી સાબિત કરી રહ્યાં છે.

45 મિનિટના આ વીડિયોમાં કંગનાના વકીલ રિઝવાનનું કહેવું છે કે ઋતિક સ્પષ્ટ ખોટું બોલી રહ્યો છે. અને આ મામલામાં લોકોની સાથે સાથે મીડિયાને પણ ભટકાવવાની કોશિશ કરી રહ્યો છે.

રિઝવાને વીડિયો અને બીજા સાક્ષીઓની મદદથી સાબિત કરવાની કોશીશ કરી છે કે આ ઇન્ટરવ્યુમાં ઋતિકે લોકોને સફાઈ આપીને લોકોની સહાનુભૂતિ મેળવવાની કોશિશ કરી છે.

કંગનાએ નશામાં દરવાજો ખખડાવવાથી લઈને કંગના સાથે થયેલી મુલાકાતો અને ઋતિકના મીડિયા સામે થયેલા ઝગડાના ફુટેજને તે આ વીડિયોમાં બતાવી રહ્યાં છે.

આ વીડિયોમાં ઋતિકના પુરા ઇન્ટરવ્યુને ખોટો બતાવીને રિઝવાને કેટલીક વાતોને સામે રાખી છે. જો કે આ તમામ વાતોની અદાલતમાં કોઈ માન્યતા નથી.ઋતિક કંગનાની લડાઈને મીડિયા ટ્રાયલ ચલાવી રહી છે અને આ કડીમાં રિઝવાનનો આ વીડિયો વધુ એક પગલું આગળ આવી ગયો છે.

જો કે આ વીડિયોમાં કંગના રનૌત દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો નથી. પરંતુ રિઝવાન કંગનાના વકીલ છે, તેવામાં આ વીડિયો કંગનાની જાણકારી વગર નાખવામાં આવ્યો છે તેવુ કહેવું મુશ્કેલ છે.

 
First published:

Tags: Hrithik roshan, Kangana ranauat

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन