Home /News /entertainment /VIDEO: દ્વારકાનો નાથ મારો... સાંભળીને કમાભાઈ ફોર્મમાં આવી ગયા,કિર્તીદાન અને માયાભાઈની સામે નાગિન ડાન્સ કર્યો
VIDEO: દ્વારકાનો નાથ મારો... સાંભળીને કમાભાઈ ફોર્મમાં આવી ગયા,કિર્તીદાન અને માયાભાઈની સામે નાગિન ડાન્સ કર્યો
કમાભાઈ કીર્તીદાન ગઢવી વિડીયો
Kamo And Kirtidan: કમાભાઈ અને કીર્તીદાનનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં કિર્તિદાન ગઢવી દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે... એ ગાયન ગાઈ રહ્યા છે અને કમાભાઈ અચાનક બાજુમાં બેઠેલા ઊભા થઈ જાય છે અને સાથે નાચવા લાગે છે.
KAMO KIRTIDAN GADHVIDAYRO: કમાભાઈ હવે ગુજરાતમાં એક સેલિબ્રિટિ બની ગયા છે. ડાયરામાં કલાકારો દ્વારા તેઓને આમંત્રિત કરવામાં આવતા હોય છે. એટલું જ નહીં કમાભાઈને અલગ અલગ ઇવેંટ્સમાં પણ આમંત્રિત કરવામાં આવતા હોય છે. ભાવનગરમાં ચૂંટણીસભામાં અને રેલીમાં પણ કમાભાઈ હાજર રહ્યા હતા. કમાભાઈના વિડિયોઝ પણ લોકોને જોવા ગમતા હોય છે અને અલગ અલગ પ્લેટફોર્મ પર લોકો શેર પણ કરતા હોય છે.
કમાભાઇનો નાગિન ડાન્સ
કમાભાઈ અને કીર્તીદાનનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં કિર્તિદાન ગઢવી દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે... એ ગાયન ગાઈ રહ્યા છે અને કમાભાઈ અચાનક બાજુમાં બેઠેલા ઊભા થઈ જાય છે અને સાથે નાચવા લાગે છે.
કમાભાઈ વિડીયોમાં એવા મોજમાં દેખાઈ રહ્યા છે કે તેઓ નાગિન ડાન્સ પણ કરવા લાગે છે. કિર્તીદાન આ વિડીયોમાં બોલતા સંભળાય છે કે વાહ કામા! આ નવું આવ્યું!
આ વિડીયો કીર્તીદાન ગઢવીએ પોતે શેર કરેલો છે અને તે ગાંધીનગર નજીક માણસાનો હોવાનું જણાઈ આવે છે. જેમાં એક ડાયરામાં તેઓ હાજર રહેલા જણાય છે. જેમાં કિર્તીદાન જ નહીં જાણીતા કલાકાર માયાભાઇ પણ હાજર છે અને કમાભાઇ નાગિન ડાન્સ કરી રહ્યા છે.
કમાભાઈમે લોકડાયરા કલાકાર કીર્તીદાન ગઢવીએ નામના અપાવી હતી. એક આવા જ વિડીયોમાં જોવા મળ્યું હતું કે કમાભાઈ તેઓના એક લોકગીત પર ઝૂમવા માંડ્યા હતા અને કીર્તીદાને તેઓને બોલાવીને પોતાની પાસે બેસાડયા હતા. ત્યાર પછીથી તેઓને ખૂબ નામના મળી છે. અનેક ડાયરામાં કમાભાઈ નાચતા જોવા મળ્યા હતા અને ગુજરાતનાં ખૂણે ખૂણે જાણીતા બની ગયા હતા.
કમલેશભાઇનો પરિવાર
કમો નામથી જાણીતા એવા કમલેશભાઇનું પૂરું નામ નામ કમલેશ નરોત્તમભાઇ નકુમ છે. તેની 26 વર્ષ ઉંમર છે. તેમના પિતા નરોત્તમભાઇ ખેડૂત છે. કમાભાઇને 2 મોટાભાઇ છે, જેમનું નામ સુરેશભાઇ અને સંજયભાઇ. બન્ને લાદી સ્ટાઇલનું કામ કરે છે. કમાભાઇ સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ તાલુકાના કોઠારીયા ગામના વતની છે. કમાભાઇ આ ગામના શ્રી રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમમાં સેવાનું કામ કરે છે. કીર્તીદાનના ડાયરામાં એક ગીત કાન રસિયો રૂપાળો રંગ રેલિયો... એ સૂરો પર તેઓ ઝૂમવા લાગ્યા હતા અને ત્યાર પછી આજે તેઓને નાના બાળકો પણ ક્મો તરીકે ઓળખી જાય છે.
કમલેશની માતા તેને કમો નહીં પણ કાનો કહે છે. તેઑ તેને કાનો કહીને જ બોલાવે છે. પરિવારનું કહેવું છે કે, અમે હિંમત હાર્યા જ નથી, કમો ખાઇ પીને મોજ કરે છે. કમો તેની મોજમાં જ રહે છે. તેને જે કરવું હોય તે કરવા દઇએ છીએ. કમાને ભજીયા બહુ ભાવે છે. દૂધ લેવા જવું તેવું બધુ ઘરનું કામ પણ કમો કરે છે. અમે તો સાચવીએ પણ આખુ ગામ સાચવે છે. આશ્રમે વજાબાપા પણ સાચવતા હતા. એક દિવસ કોઈ નહોતું ઓળખતું હવો કોણ નથી ઓળખતું ? આજે કમાભાઈના ગામ કોઠારીયાના ગામ વાસીઓ તેઓને ગામનું ગૌરવ ગણાવે છે.
" isDesktop="true" id="1315861" >
કીર્તીદાન ગઢવી સિવાય ગુજરાતનાં જાણીતા કલાકારો રાજભા ગઢવી, જિગ્નેશ કવિરાજ, માયાભાઇ આહિર, સાગરદાન ગઢવી, અલ્પા પટેલ,નેહા સુથાર,અપેક્ષા પંડ્યા સહિત અનેક કલાકારો ના કાર્યક્રમો માં કમાભાઈ હાજર રહી ચૂક્યા છે. અમુક વખત તો તેઓ ઝૂમી પણ ઉઠતાં હોય છે. બાળક જેવા કમાભાઈના સારા સ્વાસ્થ્ય અને મોજ ભરી જિંદગી માટે પ્રાર્થના કરે છે.