મલયાલમ સિનેમાનાં એક્ટર અનિલનું પાણીમાં ડુબી જવાથી મોત, ફેન્સને લાગ્યો ઝાટકો

મલયાલમ સિનેમાનાં એક્ટર અનિલનું પાણીમાં ડુબી જવાથી મોત, ફેન્સને લાગ્યો ઝાટકો
એક્ટર અનિલ પીનું ડેમમાં ડુબી જવાથી નિધન

સોશિયલ મીડિયા પર અનિલ પીનાં નિધન (Anil P Passes Away) અંગે શોકની લહેર છવાઇ ગઇ છે. કહેવામાં આવે છે કે, અનિલ પી શૂટિંગ માટે બહાર ગયો હતો. જ્યાં તે મિત્રોની સાથે થોડો સમય વિતાવવાં બહાર નીકળ્યો હતો.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં જાણીતા એક્ટર અનિલ પી (Anil P)નું શુક્રવારે સાંજે નિધન થઇ ગયુ છે. આ ઘટનાની ખબરથી સાઉથ ફિલ્ ઇન્ડસ્ટ્રીને મોટો ઝાટકો લાગ્યો છે. એક્ટરનાં નિધન (Anil P Died)ની ખબરથી તેમનાં ફેન્સ દુખી છે. ક્રિસમસ સમયે એક્ટરનાં નિધનની ખબર આવ્યાં બાદ તેનાં ફેન્સ ઘણાં નિરાશ છે. સોશિયલ મીડિયા પર અનિલ પીનાં નિધન (Anil P Passes Away) માટે શોકની લહેર છવાઇ ગઇ છે. અનિલ પી શૂટિંગ માટે બહાર ગયા હતાં જ્યાં મિત્રોની સાથે થોડો સમય વિતાવવાં બહાર નકળ્યાં હતાં

  મિત્રો સાથે સમય વિતાવવા માટે તે ડેમ ગયા હતાં જ્યાં નહાતા સમયે તેઓ પાણીમાં ડુબ્યા અને તેમનું નિધન થઇ ગયું. ડેમથી તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં હતાં. જ્યાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતાં. આ ખબર મળતા જ ઇન્ડસ્ટ્રીમાં તમામ લોકોએ અનિલ પીનાં નિધન અંગે સોશિયલ મીડિયા પર દુખ જાહેર કર્યુ છે.  કેરળનાં ચીફ મિનિસ્ટર પિનારાઇ વિજયને પણ અનિલ પીનાં નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેણે અનિલ પીનાં શાનદાર કામને સ્મરણીય જણાવતા તેમણે કહ્યું કે, તેમનાં દ્વારા નિભાવવામાં આવલેાં કિરદાર દર્શકો પર ઉંડી છાપ છોડી છે. અનિલનાં આ રીતે જવાથી મલયાલમ ફલ્મ ઇન્ડસ્ટ્રી માટે ખુબજ દુખદ છે.

  આપને જણાવી દઇએ કે, અનિલ પીને ફિલ્મ અય્યપન્નુમ કોશિયુમ માટે ખુબજ સહરાના મળી હતી. ફિલ્મનાં ડિરેક્ટર કે આર સચિદાનંદનું પણ નિધન આ વર્ષે જ થયુ હતું. સચિદાનંદનાં નિધન પર શોક જતાવતા અનિલ પીએ કહ્યું હતું કે, 'તેઓ ક્યારેય તેમનાં ફેસબકની વોલ પર કેઆર સચિદાનંદ સાથે લાગેલી તેમની ફોટો નહીં હટાવે.' કેઆર સચિદાનંદ બાદદ હવે અનિલનાં જવાનાં સમાચારથી ફેન્સ ઘણાં દુખી છે.
  Published by:Margi Pandya
  First published:December 26, 2020, 10:03 IST

  ટૉપ ન્યૂઝ