પુત્રએ અકસ્માત કર્યા બાદ પિતા કમાલ આર ખાને એવી વાત કહી કે તમે ચોંકી જશો

News18 Gujarati
Updated: November 17, 2019, 9:08 PM IST
પુત્રએ અકસ્માત કર્યા બાદ પિતા કમાલ આર ખાને એવી વાત કહી કે તમે ચોંકી જશો
KRKના પુત્રની તસવીર

પોતાના પુત્રની કારનો અકસ્માત થયો હોવાની માહિતી તેમણે ટ્વીટ દ્વારા પોતાના ચાહકોને આપી હતી. કમાલ આર ખાન ઉર્ફે KRKએ અકસ્માતની એક તસવીર પણ ટ્વીટ કરી છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ બૉલિવૂડ એક્ટર અને પ્રોડ્યૂસર કમાલ આર ખાન (Kamaal R Khan) સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ રહે છે. તેઓ દરેક મુદ્દા ઉપર પોતાનો અભિપ્રાય આપવા માટે જાણિતા છે. તેમણે તાજેતરમાં એક ટ્વીટ કર્યું છે. તેમણે પોતાના પુત્ર અંગે આ ટ્વીટ કર્યું છે. પોતાના પુત્રની કારનો અકસ્માત થયો હોવાની માહિતી તેમણે ટ્વીટ દ્વારા પોતાના ચાહકોને આપી હતી. કમાલ આર ખાન ઉર્ફે કેઆરકે (KRK)એ અકસ્માતની એક તસવીર પણ ટ્વીટ કરી છે. કમાલ આર ખાનનું આ ટ્વીટ ખૂબ જ વાયરલ થયું છે. લોકો પોતાનો પ્રતિસાદ પણ આપે છે.

કમાલ આર ખાનને પહેલા ટ્વીટમાં લખ્યું છે કે 'મારા પુત્રએ #ફૈઝલકમાલે પોતાની ગાડીનો અકસ્માત કરી દીધો છે.' તેમણે ટ્વીટમાં અકસ્માત અંગે જાણકારી આપી છે. કમાલ ખાનને ત્યારબાદ બીજું ટ્વીટ કર્યું છે.

આ પણ વાંચોઃ-બનાસકાંઠાઃ બિન સચિવાલયની પરીક્ષા આપી પરત ફરતા ભાઈ-બહેનનો અકસ્માત, બહેનનું મોતજેમાં તેમણે જણાવ્યું હતું કે, '#ફૈઝલ હવે એક્સિડેન્ટ બાદ પોતાની બીએમડબ્યુ (BMW) કાર ચલાવવા નથી માંગતો. વહે તે ઓડીઆર8 કે રેન્જરોવર ખરીદવા માંગે છે. એટલા માટે તમે મને જણાવો કે કઈ કાર લેવી સારી છે.' આવી રીતે કમાલ ખાતે પોતાની વાત ચાહકો સુધી પહોંચાડી હતી.આ પણ વાંચોઃ-દારૂ નશામાં ધૂત યુવતીનો હંગામો, મહિલા પોલીસ ઉપર કર્યો હુમલો, જુઓ Video

કમાલ આર ખાનની વાત કરીએ તો આ એક્ટર સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ રહે છે. ફિલ્મ 'દેશદ્રોહી'થી બૉલિવૂડમાં એન્ટ્રી કરનાર કમાલ આર ખાનને ટીવી રિયાલિટી શૉ 'બિગ બૉસ 3'માં પણ છવાઈ ગયા હતા.

આ પણ વાંચોઃ-બાળકીને ઢોર માર મારતી હતી માતા, પતિ બનાવતો હતો Video, બંનેની ધરપકડ

કમાલ આર ખાન સોશિયલ મીડિયા ઉપર છાસવારે સમસામયિક મુદ્દાઓ ઉપર પોતાનો અભિપ્રાય આપતા રહે છે. આ ઉપરાંત તેઓ બૉલિવૂડ ફિલ્મ સાથે સંકળાયેલા સર્વે અને તેના રિવ્યૂ પણ કરે છે.
First published: November 17, 2019, 8:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading