શર્લિન કરી ચૂકી છે 'કામસૂત્ર'માં કામ, ફિલ્મના સેટ પર આવી રીતે થતું ચેકિંગ

News18 Gujarati
Updated: February 11, 2019, 3:22 PM IST
શર્લિન કરી ચૂકી છે 'કામસૂત્ર'માં કામ, ફિલ્મના સેટ પર આવી રીતે થતું ચેકિંગ
શર્લિન ચોપડાની બોલ્ડ ફિલ્મ્સે તેને ઇન્ડસ્ટ્રીમાં અલગ ઓળખ આપી છે

શર્લિન કામસૂત્રોનું શૂટિંગ કરી રહી હતી ત્યારે તેને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: શર્લિન ચોપડાની બોલ્ડ ફિલ્મ્સે તેને ઇન્ડસ્ટ્રીમાં અલગ ઓળખ આપી છે. શર્લિન કામસૂત્રોનું શૂટિંગ કરી રહી હતી ત્યારે તેને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આવી જ મુશ્કેલીમાંથી ફિલ્મ મેકર મીરા નાયર પણ પસાર થઇ હતી.

મીરા નાયરે જણાવ્યું હતું કે, જ્યારે તે કામસૂત્રનું શૂટિંગ કરવા જયપુર પહોંચી ત્યારે ત્યાં રોજ 21 વિધાયક સેટ પર આવીને ચેક કરતાં હતાં કે ક્યાંક પોર્ન મૂવી તો નથી બનાવી રહ્યાં ને.

મીરા નાયરની ફિલ્મ કામસૂત્ર બોલ્ડ સીન્સથી ભરપૂર હતી. રીલિઝ બાદ ફિલ્મ કેટલાક આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહમાં પણ બતાવવામાં આવી હતી અને તેના વખાણ પણ થયા હતા. જોકે, વિવાદિત ટાઇટલને લીધે ફિલ્મ દેશમાં કેટલીક જગ્યાઓએ રીલિઝ નહોતી થઇ.

આ પણ વાંચો: અમિતાભથી બદલો લેશે શાહરૂખ, ટ્વિટ કરી કહ્યું- તૈયાર રહેજો

મીરા નાયર મિસિપ્પી મસાલા, ધ નેમસેક, મોનસુન વેડિંગ, કામસૂત્ર અને સલામ બોમ્બે જેવી ફિલ્મ બનાવી ચૂકી છે. જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં તેણે કહ્યું હતું કે, તેના જીવનમાં હંમેશા નાણાંની તંગી રહી છે. તેણે કહ્યું કે, ફિલ્મના નિર્માણ માટે નાણાં હોવા જરૂરી છે. પરંતુ મેં આની ભરપાઇ મારા ઇમેઝિનેશન પાવર દ્વારા કરી.

તેણે કહ્યું કે, મારી પહેલી ફિલ્મ સલામ બોમ્બે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત કરવા માટે પસંદગી પામી હતી. હું પણ તેમાં સામેલ થવા કાન્સ ગઇ હતી. પરંતુ તે સમયે મારી પાસે એટલા નાણાં ન હોતાં કે કોઇ હોટલમાં રોકાઇ શકું.
First published: February 11, 2019, 3:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading