KRKનાં ઘરમાં ઘુસી ગયો ચોર, CCTV ફૂટેજ શેર કરી કહ્યું- રોકડ લઇને ફરાર

KRKનાં ઘરમાં ઘુસી ગયો ચોર, CCTV ફૂટેજ શેર કરી કહ્યું- રોકડ લઇને ફરાર
PHOTO kamaalrkhan/Instagram

KRKએ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. તેણે તેનાં સોશિયલ મીડિયા પેજ પર ચોરીનો એક CCTV ફૂટેજ શેર કર્યો છે. KRKએ દાવો કર્યો છે કે, 29-30 મેની રાત્રે ઘરે ચોરી થઇ હતી.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કમાલ રશિદ ખાન (Kamal Tashid Khan) એટલે કે KRK એક ફિલ્મ પ્રોડ્યુસર એક્ટર અને રાઇટર છે. KRK એક ફિલ્મ પ્રોડ્યુસર, એક્ટર અને રાઇટર છે. કેઆરકે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો ચે જેમાં તે તેનાં સોશિયલ મીડિયા પેજ પર ચોરીનો એક CCTV ફૂટેજ શેર કરે છે. તેણે દાવો કર્યો છે કે, 29-30 મેની રાત્રે તેનાં ઘરે ચોરી થઇ હતી. વીડિયોમાં ચોર તેનાં ઘરની સીડીઓ ચડતો દેખાય છે.

    કેઆરકે એ ઇન્સ્ટાગ્રામ પર સીસીટીવી ફૂટેજ શેર કરી લખ્યું છે કે, 'ગત રાત્રે આ વ્યક્તિ મારા ઘરમાં ઘુસ્યો છે. અને તેણે સેફ તોડી નાંખી અને બધી કેસ લઇ ફરાર થઇ ગયો છે. આશા છે કે, મુંબઇ પોલીસ જલ્દી જ તેને પકડી લેશે. વીડિયોમાં એક વ્યક્તિ સીડીઓ ચડતો નજર આવે છે. તેણે તેનું મો ઢાકેલું છે KRKનું કહેવું છે કે, વ્યક્તિ બારી તોડી ઘરમાં ઘુસ્યો જ્યાં તેણએ લોકર તોડી બધી કેસ કાઢી લીધી અને ફરાર થઇ ગયો.'


    View this post on Instagram

    A post shared by KRK (@kamaalrkhan)




    આપને જણાવી દઇએ કે, KRK એ થોડા દિવસ પહેલાં સલમાન ખાન (Salman Khan)ની ફિલ્મ 'રાધે'નો રિવ્યૂ કર્યો હતો. આ રિવ્યૂમાં તેણે ક્યું હતું કે, આ ફિલ્મ માણસોની સમજમાં આવવી મુશ્કેલ છે. આ બાદ સલમાન ખાને કમાલ ખાન પર માનહાનીનો કેસ કર્યો હતો અને તેને લીગલ નોટિસ ફટકારી હતી. સલમાન ખાન નીલીગલ ટીમ DSKએ નિવેદન જાહેર કર્યું હતું કે, 'કમાલ આર ખાને ટ્વિટ અને વીડિયો શેર કરી આરોપ લાગ્યો છે કે સલમાન ખાને તેની ઉપર માનહાનીનો કેસ કર્યો છે રાધે ફિલ્મનાં નેગેટિવ રિવ્યૂ કરવા બદલ. આ યોગ્ય નથી. કેસ સલમાન ખાનને ભ્રષ્ટ અને તેની બ્રાન્ડ બીઇંગ હ્યૂમન પર છેતરપિંડી, મની લોન્ડ્રિંગ અને હેરાફેરીનો આરોપ લગાવવા અને તેને બદનામ કરવા બદલ કરવામાં આવ્યો છે.'
    Published by:Margi Pandya
    First published:Invalid date

    ટૉપ ન્યૂઝ