Home /News /entertainment /

Box Office પર કમલ હાસનની Vikramની કમાણી રૂ. 150 કરોડ +, અક્ષય કુમારની Samrat Prithviraj ને પછાડી દીધી

Box Office પર કમલ હાસનની Vikramની કમાણી રૂ. 150 કરોડ +, અક્ષય કુમારની Samrat Prithviraj ને પછાડી દીધી

વિક્રમ સામે ઢીલી પડી સમ્રાટ પૃથ્વીરાજ

Vikram vs Samrat Prithviraj: અક્ષય કુમાર (Akshay Kumar)ની 300 કરોડ રૂપિયાની ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ'ની સાથે રિલીઝ થઇ કમલ હાસનની વિક્રમે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. તેણે ફક્ત 3 દિવસમાં કમાયા 150 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે.અને બોલિવૂડની ફિલ્મને પછાડી દીધી છે.

વધુ જુઓ ...
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કમલ હાસન (Kamal Haasan) સ્ટારર વિક્રમ (Vikram 2022) સિલ્વર સ્ક્રીન પર આવી ત્યારથી રેકોર્ડ બ્રેકિંગ મોડમાં છે. આ ફિલ્મમાં વિજય સેતુપતિ અને ફહાદ ફાસિલ પણ મહત્વની ભૂમિકામાં છે. તમિલ ફિલ્મ અક્ષય કુમારની (Akshay Kumar) મોટા બજેટ બોલિવૂડ 'સમ્રાટ પૃથ્વીરાજ' (Akshay Kumar) સાથે ટકરાઈ છે, જેની મુખ્ય મહિલા અભિનેત્રી ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર (Manushi Chhillar) છે. ઉપરાંત, આદિવી શેષની 'મેજર' (Major) પણ તાજેતરમાં જ રીલિઝ થઈ છે, તેમ છતાં વિક્રમની આ બંને ફિલ્મોના પ્રથમ દિવસની શરૂઆત (Vikram First Day Opening) અદ્ભુત રહી હતી.

    ત્રીજા દિવસની કમાણી આટલાં કરોડ રૂપિયા
    કમલ હાસન સ્ટાર (Kamal Haasan Movie)એ તમામ ભાષાઓમાં પહેલાં જ કેટલાંક રેકોર્ડ તોડી નંબર (Vikram box office collection Day 2) હાંસેલ કરી લીધા છે. અને ફક્ત 2 દિવસમાં સહેલાઇથી 80 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મ તેનાં નંબરની સાથે બોક્સ ઓફિસ (Box Office) પર છવાઇ ગઇ છે. 'વિક્રમ'નાં વાવાઝોડામાં અક્ષય કુમારની ફિલ્મ ફેકાઇ ગઇ છે. તેનું કલેક્શન ઘણું ઓછું છે. શરૂઆતનાં વલણની સરખામણીએ વિક્રમે તેનાં પહેલાં રવિવારે શાનદાર કલેક્શ કર્યું છે. શરૂઆતી ટ્રેડ નંબરની વાત કરીએ તો, 'વિક્રમ' ઘરેલું બોક્સ ઓફિસ પર (Box Office) પર રિલીઝનાં ત્રીજા દિવસે આશરે 31-32 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મે ત્રણ દિવસમાં 150 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.



    સમ્રાટ પૃથ્વીરાજને પછાડી આગળ નીકળી વિક્રમ
    આપને જણાવી દઇએ કે, વિક્રમે 120-130 કરોડ રૂપિયાનાં ખર્ચામાં તૈયાર કરવામાં આવી છે જ્યારે સામે અક્ષય કુમારની 'સમ્રાટ પૃથ્વીરાજ'નું નિર્માણ 300 કરોડ રૂપિયાનાં ખર્ચે થયું છે. જોકે, બંનેનાં બજેટમાં ડબલ કરતાં પણ વધારેનો ફરક છે. જ્યાં અક્ષય કુમારની ફિલ્મે 3 ગિવલમાં 39 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે કમલ હાસન સ્ટાર (Kamal Haasan New Movie) 100 કરોડ ક્લબમાં શામેલ થઇ ચૂકી છે. વિક્રમે પહેલાં દિવસે વર્લ્ડ વાઇડ 50 કરોડ રૂપિયા અને બીજા દિવસે 36 કરોડ રૂપિયાની કમાણી કરી દીધી છે. જે સાથે કૂલ કમાણી 84.75 કરોડ થઇ હતી. જે બાદ ત્રીજા દિવસની કમાણી તેમાં જોડવામાં આવે તો કૂલ બિઝનેસ 150 કરોડથી વધુનો થઇ ચુક્યો છે. તેમ ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ તેની ટ્વિટમાં ઝણાવ્યું છે. તેમણે ટ્વિટમાં માહિતી આપી છે કે, 'વિક્રમ' 150 કરોડ ક્રોસ કરી ચૂકી છે. આ એક પેન ઇન્ડિયા ફિલ્મ છે જેનું નિર્દેશન Lokesh Kanagaraj એ કર્યું છે.

    આ પણ વાંચો- જેઠાલાલે કરી જાહેરાત- 'દયા આવે છે...', તો ટ્રોલ્સે કહ્યું, 'મુરખ બનાવવાનું બંધ કરો'

    રમેશ બાલાએ આ અંગે વધુ એક ટ્વિટ કરી છે જમાં તેમણે બીસ્ટ અને વાલીમાઇ બાદ 2022ની #કર્ણાટક બોક્સ ઓફિસ પર 10 કરોડનો કૂલ આંકડો પાર કરનારી ત્રીજી તમિલ ફિલ્મ થઇ હોવાનું જણાવ્યું છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Kamal Haasan, Samrat prithviraj, Vikaram, અક્ષય કુમાર

    આગામી સમાચાર