Home /News /entertainment /

આપણે એ કર્યું જે કોઇ સ્વાભિમાની દેશએ કરવું જોઇએ: કમલ હસન

આપણે એ કર્યું જે કોઇ સ્વાભિમાની દેશએ કરવું જોઇએ: કમલ હસન

કમલ હસને એર સ્ટ્રાઇકના વખાણ કર્યા

એક્ટરમાંથી રાજનેતા બનેલા કમલ હસને પણ એર સ્ટ્રાઇકના વખાણ કર્યા છે

    ન્યૂઝ18 ગુજરાતી: ભારતીય વાયુસેનાએ મંગળવારે પીઓકેના બાલાકોટમાં ઘૂસીને આતંકી કેમ્પ નષ્ટ કર્યા છે. આ પગલા બાદ સમગ્ર દેશ સરકાર અને વાયુ સેનાની બહાદુરીના વખાણ કરી રહ્યું છે.

    એક્ટરમાંથી રાજનેતા બનેલા કમલ હસને પણ એર સ્ટ્રાઇકના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, આપણે એ કર્યું જે કોઇ સ્વાભિમાની દેશએ કરવું જોઇએ. આપણી સેનાએ જે કર્યું તેની પર ગર્વ છે. તે આપણી ઢાલ છે અને તેમણે બિલકુલ ઢાલની જેમ વ્યવહાર કર્યો. અમને બહુ ગર્વ છે. આપણા ફાઇટર્સને સલામ કરું છું.

    ઉલ્લેખનીય છે કે, મક્કલ નીધિ માઇમ પ્રમુખ કમલ હસને કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલા માટે ભારત અને પાકિસ્તાન બન્નેના નેતાઓને જવાબદાર ગણાવ્યા હતા.

    આ પણ વાંચો: પાકિસ્તાનમાં 40વર્ષ પહેલાં જ ગર્જ્યા હતા ધર્મેન્દ્ર- 'જો તમે એક મારશો તો અમે ચાર મારીશું'

    ચેન્નઇમાં એક કાર્યક્રમ દરમિયાન કમલ હસને પૂછ્યું હતું કે, જવાન કેમ મરે છે? આખરે કેમ અમારા ઘરનો વોચમેન મરે છે? તેમણે કહ્યું હતું કે, જો બન્ને તરફ (ભારત અને પાકિસ્તાન)ના નેતાઓ યોગ્ય રીતે વર્તશે તો કોઇપણ જવાનને મરવાની જરૂર નહીં પડે અને લાઇન ઓફ કન્ટ્રેલ પણ અંડર કન્ટ્રોલમાં રહેશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Air Strike, Kamal Haasan, પાકિસ્તાન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन