Home /News /entertainment /મીકા સિંહ-KRK વિવાદે કરી તમામ હદ પાર, યૂટ્યૂબ પર નવી ચેનલ બનાવી સિંગરને આપી ગાળો

મીકા સિંહ-KRK વિવાદે કરી તમામ હદ પાર, યૂટ્યૂબ પર નવી ચેનલ બનાવી સિંગરને આપી ગાળો

File Photo

કમાલ રાશિદ ખાન (Kamaal Rashid Khan) આ દિવસોમાં સતત ચર્ચામાં છે. હાલમાં KRKએ યૂટ્યૂબે તેમનાં નવાં ચેનલ ખોલી છે. જેમાં કમાલ (KRK YouTube Channel)એ મીકાની સાથે જ બિંદૂ દારા સિંહ, સિંગર તોશી, અલી કુલી મિર્ઝા, રધુ પર ઘણાં આરોપ લગાવ્યાં હતાં.

વધુ જુઓ ...
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કમાલ રાશિદ ખાન  (Kamaal Rashid Khan) આ દિવસોમાં સતત ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર ઘણી વખત તે બોલિવૂડ સ્ટાર્સ અંગે વિવાદિત ટ્વિટ KRKએ નવો વિવાદ ઉભો કર્યો છે. આ દિવસોમાં તેની મીકા સિંહ (Mika Singh)ની સાથે ચાલી રહેલી વોર જબરદસ્ત ચર્ચામાં છે. બંને એક બીજા પર સતત કટાક્ષ કરી રહ્યાં છે. આ વાક્ યુદ્ધ ત્યારે મીકા સિંહે Mika Singh કમાલ આર ખાન અંગે એક સોન્ગ 'કુત્તા' રિલીઝ કર્યું છે. હવે મીકાને જવાબ આપવા માટે કેઆરકેએ તેની યૂટ્યૂબ ચેનલ ખોલી દીધી છે.

આ પણ વાંચો- જાણો 'તારક મહેતા કા ઉલટા ચશ્મા'ના નટ્ટુ કાકા કેવી છે તબિયત? થઈ રહી છે કેન્સરની સારવાર

મીકા સિંહ (Mika Singh)નાં ગીતનાં જવાબમાં KRKએ પણ મીકા સિંહ અંગે યૂટ્યૂબ પર એક ગીત રિલીઝ કર્યું છે. પણ કમાલ આર ખાનનાં ગીતને રિલીઝ કર્યા બાદ યૂટ્યૂબે તે ચેનલ બ્લોક કરી દીધી છે. જોકે, થોજા જ કલાક બાદ તેણએ તે વીડિયો યૂટ્યૂબ પરથી હટાવી લીધો હતો. પણ KRKઆ વાતથી ઘણો નારાજ છે. જે બાદ તેણે નવી ચેનલ દ્વારા તેની વાત કરી છે. અને નવી ચેનલની જાણકારી તેણે જાતે જ આપી છે. ટ્વિટર પર ચેનલની લિંક શેર કરતાં કમાલ લખે છે કે, મિત્રો આ મારી નવી યૂટ્યૂબ ચેનલ છે. હવે અહીં ફૂલ ઓન ધમાકો થશે. મીકાનાં બેશર્મ ચમચા.


આ વીડિયોમાં કમાલ (KRK YouTube Channel)એ મીકાની સાથે સાથે બિંદૂ દારા સિંહ, સિંગર તોશી, અલી કુલી મિર્ઝા, રઘુ પર ઘણાં આરોપો લગાવ્યાં છે. આ સાથે જ આ ચારોને મીકાનાં દલાલ કહ્યાં છે. વીડિયોમાં KRK ઘણી જ અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે. એવામાં સ્પષ્ટ છે કે, KRK મીકાની સાથે સાથે આ ચારેય લોકોની સાથે બબાલ કરી રહ્યો છે. હવે જોવાનું રહેશે કે આ મામલે શું નવું રિએક્શન આવે છે.

" isDesktop="true" id="1107975" >

આપને જણાવી દઇએ કે, લાંબા સમયથી KRK અને મીકા વચ્ચે સોશિયલ મીડિયા પર વિવાદ ચાલી રહ્યો છે. જે લોકોને એન્ટરટેઇન પણ કરી રહ્યો છે. આપને જણાવી દઇએ કે, સોન્ગ રિલીઝ થયા બાદ KRKની ચેનલને યૂટ્યૂબે 1 અઠવાડિયા માટે પ્રતિબંધ મુકી દીધો હતો. જે બાદ KRKએ ટ્વિટ કરી તેનો ગુસ્સો જાહેર કર્યો હતો અને યૂટ્યૂબની પોલિસી પર સવાલ ઉભા કર્યા હતાં.
First published:

Tags: Entertainment news, Gujarati news, KAMAAL RASHID KHAN, Krk, Mika singh, News in Gujarati