KRKનો દાવો, કંગના રનૌતે કરણ જોહર વિશે ખરાબ બોલવા માટે કહ્યું, બોલ્યો- સાબિતી છે મારી પાસે

કેઆરકે (KRK) હંમેશા પોતાના ટ્વિટને લઈને ચર્ચામાં રહે છે

Bollywood news- કેઆરકેએ પોતાની નવા ટ્વિટમાં કંગના રનૌતને ‘દીદી’ સંબોધીને પાંખડી કહી દીધી

  • Share this:
    મુંબઈ : પોતાના નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહેનારા અને પોતાને ફિલ્મ ક્રિટિક તરીકે ઓળખનારા અભિનેતા કમાલ આર ખાન (Kamaal R Khan) ઉર્ફે કેઆરકે (KRK) હંમેશા પોતાના ટ્વિટને લઈને ચર્ચામાં રહે છે. સલમાન ખાન (Salman Khan), મૌની રૉય સહિત કેટલાય બોલિવુડ સ્ટાર્સ (Bollywood stars)પર નિશાન સાધ્યા બાદ હવે તેને પંગા ગર્લ કંગના રનૌત (Kangana Ranaut)ને લઈને એક ચોંકાવનારો દાવો કર્યો છે. તેણે ટ્વિટર પર એ દાવો કર્યો છે કે કંગનાએ તેને કરણ જોહર વિશે ખરાબ વાતો કરવાનું કહ્યું હતું. કેઆરકેનો દાવો છે કે તેની પાસે તેની સાબિતી પણ છે.

    કેઆરકેએ પોતાની નવા ટ્વિટમાં કંગના રનૌતને ‘દીદી’ સંબોધીને પાંખડી કહી દીધી છે. કેઆરકેનું આ ટ્વિટ (KRK tweet on Kangana Ranaut) ઘણું વાયરલ થઈ રહ્યું છે. તેણે દાવો કર્યો છે કે કંગનાએ તેને કરણ જોહર વિશે ખોટું બોલવાનું કહ્યું હતું. પોતાના ટ્વિટમાં તેણે લખ્યું હતું કે, આજે કંગના રનૌત સિવાય મને કોઈ ફિલ્મવાળાએ બીજા વિશે ખરાબ –ખોટું બોલવાનું કહ્યું નથી. કંગનાએ મને કરણ જોહર વિશે ઘણી ખરાબ વાતો કહેવાનું કહ્યું હતું. મારી પાસે સબૂત તરીકે તેના બધા એસએમએસ છે, પરંતુ હું તે ચેટને અત્યારે સાર્વજનિક નહીં કરું. મેં આજ સુધી ક્યારેક કોઈની ચેટને ઑપન નથી કરી અને ભવિષ્યમાં પણ એવું નહીં કરું.

    આ પણ વાંચો - ‘તુમસે અચ્છા કૌન હૈ’ ફિલ્મથી રાતો-રાત સ્ટાર બન્યો હતો આ અભિનેતા, હવે વિદેશમાં કરી રહ્યો છે આ કામ

    કેઆરકેનું ટ્વિટ


    પોતાની આ ટ્વિટ બાદ કેઆરકેએ એક અન્ય ટ્વિટ કરી જેમાં તેણે લખ્યું હતું કે, #Thalaiviના ખરાબ રિવ્યૂ બાદ કંગના રનૌત લોકોને જ્ઞાન આપી રહી છે. તેણે કહ્યું કે અમે બધા દેશ ભક્ત બનીએ અને #Atmanirbhar બનવા માટે અંગ્રેજી ફિલ્મોની બદલે ભારતીય ફિલ્મો જોઈએ. LOL! દીદી, તમને કરોડપતિ બનાવવા માટે અમે તમારી બકવાસ ફિલ્મ જોવા માટે તૈયાર નથી. લોકો મૂર્ખ નથી.

    કેઆરકેનું ટ્વિટ


    કંગના પર તાક્યું નિશાન

    કંગના પર ફરી નિશાન તાકતા કેઆરકેએ ટ્વિટ કરી હતી કે, કેટલાક લોકો લખે છે કે કંગના રનૌતને ચાર રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા છે. કેમ કે તે રાજનેતાઓને સમજાવવા માટે મેનિપ્યુલેશન કરે છે. તે લોકોને મૂર્ખ બનાવવા માટે સૌથી મોટી ખોટી અને પાખંડી છે. તે ફૉઉલ પ્લે કરીને પોતાની ઘટિયા ફિલ્મ જોવા માટે કહે છે અને લોકો વિચારે છે કે તે તો બિચારી છે.
    Published by:Ashish Goyal
    First published: