KRKની Salman Khanને બરબાદ કરવાની ધમકી, બોલ્યો 'રસ્તે લાવી દઇશ એને'

KRKની Salman Khanને બરબાદ કરવાની ધમકી, બોલ્યો 'રસ્તે લાવી દઇશ એને'
થોડા સમય પહેલાં જ સલમાન ખાને KRK વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો હતો. જેનાં જવાબમાં KRKએ સલમાન ખાનને ધમકી આપવાની શરૂ કરી દીધી છે.

થોડા સમય પહેલાં જ સલમાન ખાને KRK વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો હતો. જેનાં જવાબમાં KRKએ સલમાન ખાનને ધમકી આપવાની શરૂ કરી દીધી છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કમાલ આર ખાન (KRK) ઇન્ડસ્ટ્રીનાં તે લોકોમાંથી એક છે જે કોઇને કોઇ કારણે વિવાદોમાં રહે છે. કમાલ આર ખાન તેનાં આક્રમક નિવેદનને કારણે જાણીતો છે. થોડા સમય પહેલાં જ કમાલ આર ખાને ફિલ્મ 'રાધે'નો રિવ્યૂ કરતાં સલમાન ખાન(Salman Khan) પર નિશાન સાધ્યું હતું. કમાલ આર ખાને કહ્યું હતું કે, સલમાન ખાનની આ ઘટિયા ફિલ્મ છે.

    આ નિવેદન સામે આવ્યાં બાદ સલમાન ખાને કમાલ આર ખાનની વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો છે. જોકે સલમાન ખાનની લીગલ ટીમે કેસ કરવાનું અલગ જ કારણ જણાવ્યું છે. સલમાન ખાનની લીગલ ટીમે દાવો કર્યો છે કે સલમાન ખાનનાં બીઇંગ હ્યૂમન બ્રાન્ડ વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. જેને કારણે સલમાન ખાને આ પગલું ઉઠાવ્યું હતું.







    ફિલ્મ રાધેનો આ કેસથી કંઇ લેવા દેવા નથી. જે બાદથી KRK ચર્ચામાં છે. આ વચ્ચે કમાલ આર ખાને ફરી એક વખત સલમાન ખાન પર હલ્લા બોલી દીધો છે. કમાલ આર ખાને દાવો કર્યો છે કે, તે દબંગ ખાનને બર્બાદ કરી શકે છે. તેણે તેની ટ્વિટમાં સમલાન ખાનનું નામ ન લેતા લખ્યું છે કે, 'તેણે બહુ લોકોનાં કરિઅર બર્બાદ કર્યા છે. જે પણ તેનાં વિરુદ્ધ વાત કરે છે હવે હું તેનું કરિઅર બર્બાદ કરી દઇશ. હું આ વ્યક્તિને રસ્તા પર લાવી દઇશ'

    તેની અન્ય ટ્વિટમાં KRK લખે છે, હવે મને બોલિવૂડથી સતત કોલ આવી રહ્યાં છે. લોકોનું કહેવું છે કે, તે મને જીવથી મારી નાંખશે. આપ પણ મારા માટે પરેશાન છો. આટલી ચિંતા કરવા માટે આપનો આભાર. હું કોઇનાંથી ડરતો નથી. હું સત્ય માટે લડી રહ્યો છું. જોકે, બાદમાં KRK એ તેનાં ટ્વિટર પેજ પર પ્રાઇવસી લગાવી દીધી છે. જેથી કોઇ પણ તેનાં અકાઉન્ટ ન જોઇ શકે.
    Published by:Margi Pandya
    First published:May 31, 2021, 07:40 IST

    ટૉપ ન્યૂઝ