શાહરુખને ધમકી, 'અહીં આવીશ તો મોઢું કાળું કરી નાખીશું'

News18 Gujarati
Updated: November 23, 2018, 8:40 AM IST
શાહરુખને ધમકી, 'અહીં આવીશ તો મોઢું કાળું કરી નાખીશું'
બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન (Shahrukh khan) કોરોના સંકટમાં દેશની સહાય કરવા માટે મોટી મદદ કરી છે. અને આ માટે ચારે તરફથી તેમના વખાણ કરવામાં આવી રહ્યા છે. હાલમાં જ શાહરૂખ ખાન અને તેમની પત્ની ગૌરી ખાને એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે કેવી રીતે 7 અલગ અલગ રીતે તે લોકોની મદદ કરી રહ્યા છે. હવે તેમાં એક નવી ખબર આવી છે કે શાહરૂખ અને ગૌરી (Shahrukh khan and Gauri khan) પોતાની 4 માળની બિલ્ડિંગને બીએમસીને આપી છે. આ ઇમારતમાં બીએમસી (BMC) કોરેન્ટાઈન સેન્ટર (Quarantine center) બનાવી શકશે. જ્યાં વૃદ્ઘ, બાળકો અને મહિલાઓને રાખવામાં આવશે.

શાહરુખ ખાને આજથી 17 વર્ષ પહેલા રિલિઝ થયેલી ફિલ્મ 'અશોકા'માં ઓડિશાના લોકોનું અપમાન કર્યું હોવાનો આક્ષેપ.

  • Share this:
ઓડિશાના એક સ્થાનિક સંગઠને અભિનેતા શાહરુખ ખાનને ધમકી આપી છે. કલિંગ સેના નામના એક સંગઠને કહ્યું છે કે શાહરુખ જો આવતા અઠવાડિયે યોજાનાર વર્લ્ડ કપ હોકીમાં આવશે તો તેને કાળા ઝંડા બતાવવામાં આવશે. એટલું જ નહીં તેના પર કાળી સાહી પણ ફેંકવામાં આવશે.

કલિંગ સેનાના પ્રમુખ હેમંત રથે કહ્યું છે કે શાહરુખ ખાને આજથી 17 વર્ષ પહેલા રિલિઝ થયેલી ફિલ્મ 'અશોકા'માં ઓડિશા અને અહીંના લોકોનું અપમાન કર્યું હતું. સંગઠન તરફથી આ બાબતે પ્રથમ નવેમ્બરના રોજ પોલીસને એક રિપોર્ટ પણ સોંપવામાં આવ્યો હતો.

વર્ષ 2001માં રજૂ થયેલી ફિલ્મ 'અશોકા'નો એ વખતે ઓડિશામાં ખૂબ વિરોધ થયો હતો. વિરોધને પગલે ફક્ત એક જ અઠવાડિયામાં શાહરુખની ફિલ્મને ઓડિશાના સિનેમાઘરોમાંથી ઉતારી લેવામાં આવી હતી.

આવતા અઠવાડિયે યોજાનાર કાર્યક્રમમાં હાજર રહેવા માટે ઓડિશાના મુખ્યમંત્રી નવિન પટનાયકે શાહરુખના આમંત્રિત કર્યો છે. હોકી વર્લ્ડ કપ ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં તા. 28મી નવેમ્બરથી 16મી ડિસેમ્બર સુધી યોજાશે.

આ પણ વાંચોઃ સલમાનના પિતાને ધમકી આપવા બદલ 'શાહરુખ'ની ધરપકડ

નોંધનીય છે કે હોકી વર્લ્ડકપના ઓફિશિયલ એન્થેમ સોંગમાં શાહરુખ ખાન પણ નજરે પડે છે. ઓડિશાના મુખ્યમંત્રીએ આ ટીઝરમાં શાહરુખની ખૂબ જ પ્રસંશા કરી છે. જે બાદમાં શાહરુખ ખાને મુખ્યમંત્રી નવીન પટનાયકનો આભાર માનતા કહ્યું કે, "તમારી કૃપા માટે આભાર. હોકી માટે આપણા તમામની ફરજ છે કે કામ કરવું."
First published: November 23, 2018, 8:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading