Home /News /entertainment /

રિલીઝ થયું 'કલંક'નું ટાઇટલ ટ્રેક, YouTube પર ટોપ ટ્રેન્ડિંગમાં સામેલ

રિલીઝ થયું 'કલંક'નું ટાઇટલ ટ્રેક, YouTube પર ટોપ ટ્રેન્ડિંગમાં સામેલ

'કલંક'નાં ટાઇટલ સોન્ગમાં આલિયા ભટ્ટ અને વરૂણ ધવનની લવ સ્ટોરી દર્શાવવામાં આવી છે

'કલંક'નાં ટાઇટલ સોન્ગમાં આલિયા ભટ્ટ અને વરૂણ ધવનની લવ સ્ટોરી દર્શાવવામાં આવી છે

    એન્ટરટેન્મેન્ટ ડેસ્ક: વરૂણ ધવન, આલિયા ભટ્ટ, સંજય દત્ત અને માધુરી દીક્ષિતની ફિલ્મ 'કલંક'નું ટીઝ રિલીઝ થતાની સાથેજ સુપર-ડુપર હિટ સાબિત થઇ ગયુ છે. આ ફિલ્મનું મોસ્ટ અવેટેડ ટાઇટલ સોન્ગ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. રિલીઝ થતા જ આ સોન્ગ યૂટ્યુબ પર મોસ્ટ ટ્રેન્ડિંગ વીડિયો બની ગયો છે. અત્યાર સુધીમાં આ સોન્ગને લાખો વ્યુઝ મળી ગયા છે. એવામાં આ કહેવામાં કંઇ જ ખોટુ નથી કે કલંક 2019ની સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થઇ શખે છએ. આ સોન્ગે દર્શકોમાં એક્સાઇટમેન્ટ વધારી દીધુ છે.

    'કલંક'નાં ટાઇટલ સોન્ગમાં આલિયા ભટ્ટ અને વરૂણ ધવનની લવ સ્ટોરી દર્શાવવામાં આવી છે. આ સોન્ગમાં તે ખુબજ સુંદર લાગે છએ. સોન્ગમાં સોનાક્ષી પણ છએ જે પણ જામે છે. અભિષેક વર્મનનાં ડિરેક્શમાં બનેલી આ ફિલ્મ ધર્મા પ્રોડક્શનનાં બેનર હેઠળ બની રહી છે. આ સોન્ગ અરિજીત સિંઘે ગાયુ છે જેનું મ્યૂઝિક પ્રિતમે આપ્યુ છે. અને લિરિક્સ અમિતાભ ભટ્ટાચાર્યએ લખ્યા છે.



    17 એપ્રિલનાં રોજ રિલીઝ થઇ રહેલી આ ફિલ્મ એક પીરિયડ ડ્રામા ફઇલ્મ છે. હાલમાં આ ફઇલ્મની કાસ્ટનો લૂક રિલીઝ થયો હતો તે પણ લોકોને ખુબજ પસંદ આવ્યો હતો. આ એક ફરિવારની કહાની છે તેને જોડાયેલી હકીકત ત્યારે ખુલે છે જ્યારે સાંપ્રદાયિક હિંસા ભડકે છે. 80 કરોડનાં બજેટમાં આ ફિલ્મ બની છે. ફિલ્મ કરન જોહર અને સાજિદ નાડિયાદવાલાનાં બેનર હેઠળ ફિલ્મ બની રહી છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Alia Bhatt, Kalank, Released, Varun dhawan, Youtube

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन