અભિષેક વર્મનની મલ્ટી સ્ટારર ફિલ્મ 'કલંક' ને ચોથા દિવસે માટે એક મોટો ઝટકો લાગ્યો છે. આલિયા ભટ્ટ, વરુણ ધવન, સોનાક્ષી સિંહા, આદિત્ય રોય કપૂર, માધુરી દિક્ષિત અને સંજય દત્ત જેવા મેગા સ્ટાર્સ હોવા છતાં ફિલ્મથી પ્રેક્ષકો ખુશ નથી. પહેલા દિવસ બમ્પર કમાણી કર્યા બાદ બીજા દિવસે ફિલ્મની કમાણી ઘટી રહી છે. ચોથા દિવસે ફિલ્મની કમાણીના ગ્રાફમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અઠવાડિયાના અંતે 'કલંક' એ કમાણીમાં વધારો થવાની ધારણા કરવામાં હતી, પરંતુ તે તદ્દન વિરુદ્ધ રહી.
ચોથા દિવસે શનિવારે, 'કલંક' ની કમાણી આશરે 15 કરોડની આસપાસ રહી. જોકે આ કમાણી ફિલ્મના ત્રીજા દિવસ કરતા વધારે સારી છે. ત્રીજા દિવસે 'કલંક' ની કમાણી 11 કરોડ રહી હતી. શરુઆતતના દિવસના 'કલંકે' વધારે કમાણી કરી હતી. ઓપનિંગ ડે કલેક્શનમાં કલંકે અક્ષય કુમારની 'કેસરી' અને રણવીર સિંહની 'ગલી બોય' જેવી ફિલ્મોને પછાડી દીધી હતી.
17 મી એપ્રિલના રોજ રજૂ કરાયેલ 'કલંક' 2019 ની સૌથી મોટી ઓપનર સાબિત થઇ. પહેલા દિવસે આ ફિલ્મે 21.60 કરોડનો બિઝનેસ કર્યો હતો. જોકે આ ફિલ્મને મળેલા નેગિટિવ રિવ્યૂને લઇને કમાણી સતત ઘટતી નજર આવી, હવે જોવાનું રહેશે કે આ ફિલ્મ વીકેન્ડ પર એટલે કે રવિવારે કેટણી કમાણી કરે છે.
કલંકને અભિષેક વર્મેને નિર્દેશિત કરી છે. સોફ્ટ લવ સ્ટોરી સાથે આ ફિલ્મ સ્ટ્રોગ મહિલા પાત્રોને પણ બતાવે છે. આટલા મોટા સિતારાઓએ ફિલ્મમાં પ્રેક્ષકોની અપેક્ષાઓમાં નોંધપાત્ર વધારો કર્યો છે. જ્યારે ફિલ્મ રિલીઝ થઇ ત્યારે પ્રેક્ષકોમાં નિરાશા જોવા મળી.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર