'કલંક'નું પહેલું સોન્ગ રિલીઝ, જુઓ આલિયા-માધુરીની જુગલબંદી

News18 Gujarati
Updated: March 18, 2019, 3:44 PM IST
'કલંક'નું પહેલું સોન્ગ રિલીઝ, જુઓ આલિયા-માધુરીની જુગલબંદી

  • Share this:
મુંબઇ: ફિલ્મ મેકર કરન જોહરની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'કલંક'નું પહેલું સોન્ગ રિલીઝ થઇ ગયુ છે. 'ઘર મોરે પરદેસિયાં..' સોન્ગમાં આલિયા ભટ્ટ અને માધુરી દીક્ષિતની જુગલબંદી જોવા મળી રહી છે. આ સોન્ગમાં વરૂણ ધવન પણ નજર આવે છે. હાલમાં જ રિલીઝ કરવામાં આવેલાં આ સોન્ગને ફેન્સ પસંદ કરી રહ્યાં છે. આપને જણાવી દઇએ કે, આ સોન્ગ જોયા બાદ ફેન્સની ફિલ્મને લઇને ઉત્સુક્તા વધી જશે.

આ સોન્ગ શ્રેયા ઘોષાલ અને વૈશાલીએ ગાયુ છએ. તેનાં બોલ અમિતાભ ભટ્ટાચાર્યએ લખ્યા છે. જેને કોમ્પોઝ પ્રીતમે કર્યુ છે. આ સોન્ગને રેમો ડિસૂઝાએ કોરિયોગ્રાફ કર્યુ છે. આ સોન્ગ અંગે પ્રીતમે બોમ્બે ટાઇમ્સ સાથે વાત કરતાં કહ્યું કે, આ સોન્ગમાં બહાર બેગમ (માધુરી દિક્ષીત) અને રૂપ (આલિયા ભટ્ટ)ની જુગલબંદી જોવા મળે છે.તો આ સોન્ગમાં વરૂણ ધવન પણ નજર આવે છે. હાલમાં રિલીઝ થયેલાં આ સોન્ગને દર્શકો પણ પસંદ કરી રહ્યાં છે. આ રામાયણના ઉત્સવનું સોન્ગ છે. જેમાં સીતાની નજરથી તેને ફિલ્મવવા અને લખવામાં આવ્યું છે.

 
View this post on Instagram
 

#GharMorePardesiya today at 12:30pm❤️


A post shared by Alia 🌸 (@aliaabhatt) on


આપને જણાવી દઇએ કે આલિયાએ ગત સાંજે જ સોન્ગની એક ઝલકની તસવીર તેનાં ઇનસ્ટાગ્રામ પેજ પર શરે કરી હતી. ઓનસ્ક્રિન આલિયા જ્યાં ખુબજ સુંદર દેખાતી હતી ત્યાં માધુરી ખુબજ એલિગન્ટ લાગતીહ તી. માધુરી જ્વેલરી તો આલિયાનાં આઉટફિટ આ વર્ષે ઇન ડિમાન્ડ થઇ જાય તો નવાઇ નહીં.
First published: March 18, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading