Home /News /entertainment /

'કાલા' એ ફક્ત ત્રણ દિવસમાં કમાયા 100 કરોડ રૂપિયા, પછાડી શકે છે 'પદ્માવત'ને

'કાલા' એ ફક્ત ત્રણ દિવસમાં કમાયા 100 કરોડ રૂપિયા, પછાડી શકે છે 'પદ્માવત'ને

ફિલ્મમાં રજનીકાંત એક ગેંગસ્ટરની ભૂમિકા અદા કરી રહ્યો છે. પણ તે ગરીબોનો મસિહા છે

ફિલ્મમાં રજનીકાંત એક ગેંગસ્ટરની ભૂમિકા અદા કરી રહ્યો છે. પણ તે ગરીબોનો મસિહા છે

    મુંબઇ: સુપર સ્ટાર રજનીકાંતની ફિલ્મ 'કાલા'એ દુનિયાભરમાં ફક્ત ત્રણ દિવસમાં 100 કરોડ આંકડો પાર કરી લીધો છે. ફક્ત ભારતમાં જ નહીં પણ ભારતની બહાર પણ રજનીકાંતનાં ચાહકોએ આ ફિલ્મનું દિલથી સ્વાગત કર્યુ છે.

    ફિલ્મને લઇને થયેલા વિવાદને લઇને નેશનલ એવોર્ડ વિનર એક્ટર પંકજ ત્રિપાઠી આ તમામને ફક્ત એક ટ્રેન્ડની જેમ જુવે છે. જ્યારે પણ કોઇ મોટી ફિલ્મ રિલીઝ થાય છે તો કોઇને કોઇ પ્રકારની કોન્ટ્રોવર્સી થતી જ હોય છે. રજનીકાંતની સાથે કામ કરી રહેલાં પંકજની આ ફિલ્મને નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. જેમાં ઘણાં તમિલ પ્રદર્શનકારીઓએ આ ફિલ્મ વિરુદ્ધ પ્રદર્શન પણ કર્યુ.

    ફિલ્મે તેની રિલીઝનાં પહેલાં દિવસે ભલે કંઇ ખાસ કમાણી ન કરી હોય પણ બીજા અને ત્રીજા દિવસે તેની કમાણીમાં વધારો થયો જ છે. ફિલ્મ 'કાલા'એ ફખ્ત ચેન્નઇમાં જ 4.9 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ઇન્ટરનેશનલ બોક્સ ઓફિસ પર પણ 'કાલા' ધમાલ મચાવી રહી છે. જો આપણે વાત કરીએ અમેરિક બોક્સ ઓફિસની તો ત્યાં પણ આ ફિલ્મની કમાણી આશરે 6.38 કરોડ પહોંચી ગઇ છે.



    તરણ આદર્શનાં આંકડા મુજબ, ઓસ્ટ્રેલિયામાં રજનીકાંતની 'કાલા' જબર્દસ્ત કમાણી કરી રહી છે. ફિલ્મ 'પદ્માવત' બાદ 'કાલા' વર્ષ 2018ની બીજી હિટ ફિલ્મ બનીને સામે આવી છે. ફક્ત ત્રણ દિવસમાં 'કાલા'એ ઓસ્ટ્રેલિયામાં 1.63 કરોડ રૂપિયા કમાઇ લીધા છે.

    ફિલ્મમાં રજનીકાંત એક ગેંગસ્ટરની ભૂમિકા અદા કરી રહ્યો છે. પણ તે ગરીબોનો મસિહા છે. સાથે જ ફિલ્મમાં નાના પાટેકર એક ભ્રષ્ટ નેતાનાં રોલમાં નજર આવે છે. ફિલ્મમાં હુમા કુરૈશીએ પણ કામ કર્યુ છે આ ફિલ્મનું ડિરેક્શન પા રંજીતે કર્યુ છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Box office Collection, Rajnikanth

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन