Home /News /entertainment /

રસપ્રદ : ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'માં કેમ કાજોલે હેરબેન્ડ પહેરી હતી, બની ગયું હતુ ફેશન ટ્રેન્ડ

રસપ્રદ : ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'માં કેમ કાજોલે હેરબેન્ડ પહેરી હતી, બની ગયું હતુ ફેશન ટ્રેન્ડ

કુછ કુછ હોતા હૈની કેટલીક વસ્તુઓ ફેશન ટ્રેન્ડ બની ગઈ હતી

'કુછ કુછ હોતા હૈ' (Kuchh Kuchh Hota Hai) ફિલ્મ રિલીઝ થયા બાદ 90ના દાયકામાં 'ફ્રેન્ડશિપ બેન્ડ' ખૂબ જ ટ્રેન્ડમાં આવી ગયો હતો. 'કુછ કુછ હોતા હૈ'માં પહેલીવાર આ પ્રકારના 'ફ્રેન્ડશિપ બેન્ડ' જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં શાહરૂખ (Shahraukh Khan) કોલેજ (Kajol) ના મિત્ર 'રાહુલ'ના રોલમાં જોવા મળ્યો હતો

વધુ જુઓ ...
    મુંબઈ : બોલીવુડ (Bollywood)ની ફિલ્મો (Films) લોકોને સારી સ્ટોરી (Story) કહેવાની સાથે સ્ટાઈલ અને ફેશન (Fashion)ના પાઠ ભણાવી જાય છે. ઘણી બૉલીવુડ ફિલ્મો એવી છે જે તેની સ્ટોરીની સાથે તેમાં રજૂ થયેલી ફેશન સ્ટાઈલ (Style)ને કારણે પણ લોકોને યાદ રહી જાય છે. કારણ કે, આ ફિલ્મોની ફેશન એક - એક લોકો સુધી પહોંચે છે અને પછી તે જાણે એક ટ્રેન્ડ બની જાય છે. એવી જ રીતે ડાયરેક્ટર કરણ જોહર (Karan Johar)ની ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ' (Kuchh Kuchh Hota Hai) એક રોમેન્ટિક ફિલ્મ છે, જે બોલિવૂડની આઇકોનિક ફિલ્મોમાંથી એક છે, જેને દર્શકો હજુ પણ પસંદ કરે છે. આ ફિલ્મમાં શાહરુખ ખાને (Shahraukh Khan) પહેરેલા ટીશર્ટ હોય કે પછી કાજોલે (Kajol) પહેરેલી હેરબેન્ડ ફિલ્મ રિલીઝની સાથે જ ટ્રેન્ડ (Trend)માં આવી ગયા હતા.

    ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ' વર્ષ 1998માં રિલીઝ થઈ હતી. શાહરૂખ, કાજોલ અને રાની મુખર્જી સ્ટારર ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. ફિલ્મમાં પ્રેમ અને મિત્રતા દર્શાવવામાં આવી હતી. જે દર્શકોને ઘણી પસંદ આવી હતી. આ સાથે આ ફિલ્મે ફેશનના મામલે પણ એક નવો ટ્રેન્ડ સેટ કર્યો હતો, જેને લોકોએ ખુબ ફોલો કર્યો હતો.

    'કુછ કુછ હોતા હૈ' ફિલ્મ રિલીઝ થયા બાદ 90ના દાયકામાં 'ફ્રેન્ડશિપ બેન્ડ' ખૂબ જ ટ્રેન્ડમાં આવી ગયો હતો. 'કુછ કુછ હોતા હૈ'માં પહેલીવાર આ પ્રકારના 'ફ્રેન્ડશિપ બેન્ડ' જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં શાહરૂખ કોલેજના મિત્ર 'રાહુલ'ના રોલમાં જોવા મળ્યો હતો, જે કોલેજની દરેક સુંદર છોકરીને 'ફ્રેન્ડશિપ બેન્ડ' આપે છે. આ સિવાય ફિલ્મમાં અંજલિ (કાજોલ)નું 'હેરબેન્ડ' પણ ખૂબ જ લોકપ્રિય હતું, જેને છોકરીઓએ લાંબા સમય સુધી ફોલો કર્યું છે. કાજોલે અડધી ફિલ્મમાં આ હેરબેન્ડનો ઉપયોગ કર્યો હતો, જે પાછળથી ફેશન ટ્રેન્ડ બની ગયો હતો, પરંતુ કાજોલના 'હેરબેન્ડ' પાછળની વાર્તા ખૂબ જ રસપ્રદ છે.

    કાજોલે આ ફિલ્મમાં અંજલિ નામની છોકરીનું બબલી પાત્ર ભજવ્યું હતું, જેની ડ્રેસિંગ સેન્સ પોતાનામાં જ અનોખી હતી. ફિલ્મના ફર્સ્ટ હાફમાં એ જ અંજલિ 'ટોમ બોય' પાત્રમાં જોવા મળે છે. આ 'ટોમ બોય' પાત્ર માટે કજોલ્ને 'વિગ' લગાવવી પડી હતી. આ વિગની સાથે કાજોલે હેરબેન્ડ પહેરી હતી. જે બાદ ફિલ્મના સેકેંડ હાફમાં પણ શાહરુખની પુત્રી અંજલિ પણ આ જ રીતે હેરબેન્ડ પહેરતી જોવા મળી હતી.

    ફિલ્મમાં કાજોલે શા માટે પહેરી હતી 'હેરબેન્ડ'

    ઉલ્લેખનીય છે કે, ગયા સપ્તાહના અંતે કાજોલ અને કરણ જોહર કલર્સ ટીવીના 'ધ બિગ પિક્ચર' શોમાં પહોંચ્યા હતા, જે શો રણવીર સિંહ દ્વારા હોસ્ટ કરવામાં આવે છે. આ શો દરમિયાન કરણ જોહરે 'કુછ કુછ હોતા હૈ'માં કાજોલની 'હેરબેન્ડ' સાથે સંબંધિત એક રમૂજી સ્ટોરી અંગે જણાવ્યું હતું. કરણ જોહરે કહ્યું કે, ફિલ્મની અંજલિએ વાસ્તવમાં 'હેરબેન્ડ' પહેરવાની ન હતી, પરંતુ કાજોલની 'વિગ'માં સમસ્યા હતી, જેના કારણે વાળ વારંવાર તેના ચહેરા પર આવતા હતા. કાજોલે ફિલ્મમાં 'હેરબેન્ડ'નો ઉપયોગ 'વિગ' ઠીક કરવા માટે કર્યો હતો. અમારો આ હેરબેન્ડ પ્રયોગ વાસ્તવમાં 'ફેશન ટ્રેન્ડ' બની ગયો.

    આ પણ વાંચોઆ બાળકને ઓળખી બતાવો! હિન્ટ - હાલ તે એક પ્રખ્યાત ટીવી શોમાં બનાવી રહ્યો પોતાની લવ સ્ટોરી

    કાજોલ, કરણ અને રણવીર કલર્સ ટીવીના 'ધ બિગ પિક્ચર' શોમાં ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા, કારણ કે તે શોનો છેલ્લો એપિસોડ પણ હતો. આ દરમિયાન કાજોલ અને કરણ તેમની લોકપ્રિય ફિલ્મોના સીન રિક્રિએટ કરતા જોવા મળ્યા હતા. રણવીર સિંહે પણ કાજોલ અને કરણ સાથે 'બોલે ચૂડિયાં' અને 'યે લડકી હૈ દિવાની' પર જોરદાર ડાન્સ કર્યો હતો.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Kajol, Shahrukh Khan

    આગામી સમાચાર