Home /News /entertainment /Video : પૈસા માંગનારી બાળકીને આ ફેમસ એક્ટ્રેસે દૂર ભગાડી! પીછો ન છોડ્યો તો ગણીને પકડાવી ચિલ્લર
Video : પૈસા માંગનારી બાળકીને આ ફેમસ એક્ટ્રેસે દૂર ભગાડી! પીછો ન છોડ્યો તો ગણીને પકડાવી ચિલ્લર
પૈસા માંગનારી બાળકીને આ એક્ટ્રેસે ચિલ્લર પકડાવી
કાજોલ જેવી શૉપમાંથી બહાર નીકળી એક ભીખ માંગનારી બાળકી તેની પાસે પૈસા માંગવા લાગી, આ દરમિયાન કાજોલે તેને દૂર કરવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ બાળકીએ કાજોલનો પીછો ન છોડ્યો.
Kajol took the girl away on asking for money : બોલીવુડની સૌથી ટેલેન્ટેડ એક્ટ્રેસીસમાંથી એક કાજોલ ખૂબ જ સેંસેટિવ છે. તે ઘણીવાર જરૂરિયાતમંદોની મદદ કરતી પણ જોવા મળી છે. જો કે ક્યારેક રસ્તા પર વારંવાર આવી રીતે પૈસા માંગનારા બાળકોથી તે કંટાળી જાય છે. કંઇક આવો જ મામલો હાલમાં જ જોવા મળ્યો હતો, જ્યારે કાજોલ એક શૉપમાંથી બહાર નીકળી રહી હતી.
શૉપિંગ માટે નીકળી કાજોલ
દિવાળી પહેલા કાજોલ શૉપિંગ માટે નીકળી હતી, વ્હાઇટ જેકેટ અને ચોકલેટી લેધર પેન્ટમાં કાજોલ ખૂબ જ સ્ટનિંગ લાગી રહી હતી. તેણે પોતાના લુકને વ્હાઇટ ગોગલ્સ સાથે કમ્પ્લીટ કર્યો હતો. કાજોલ એક હેન્ડ બેગમાં શૉપિંગનો સામાન લઇને બહાર નીકળી. તેના એક હાથમાં મોબાઇલ હતો.
કાજોલે ઘણીવાર પૈસા ગણ્યા અને બાળકીના હાથમાં પકડાવ્યા
અજય દેવગણની વાઇફ જેવી શૉપમાંથી બહાર નીકળી, એક ભીખ માંગનારી બાળકી તેની પાસે પૈસા માંગવા લાગી. આ દરમિયાન કાજોલે તેને હટાવવાનો પણ ઘણો પ્રયાસ કર્યો. પરંતુ બાળકીએ કાજોલનો પીછો ન છોડ્યો. તે બાદ એક્ટ્રેસ પોતાની કારમાં બેસી ગઇ.
આ દરમિયાન બાળકી તેની પાસે પૈસા માંગી રહી હતી. તે બાદ કાજોલે પર્સ કાઢીને ચિલ્લર શોધી. પર્સમાંથી કેટલાંક રૂપિયા કાઢ્યા. ઘણીવાર તે આ રૂપિયા ગણતી રહી અને કંઇક હિસાબ લગાવતી રહી,
તે બાદ તેણે કારનો ડોર ખોલીને બાળકીને પૈસા આપ્યા, તે બાદ એક બાળક ત્યાં આવી ગયો. તે પણ એક્ટ્રેસ પાસે પૈસા માંગવા લાગ્યો. જો કે એક્ટ્રેસે થોડીવાર તેને ઇગ્નોર કરી દીધો.
કાજોલે બાળકીને આપ્યા પૈસા
જો કે કાજોલે બાળકીની ડિમાન્ડ પૂરી કરી, એક્ટ્રેસ રસ્તા પર વધુ સમય સુધી ઉભી રહેવા માગતી ન હતી. જ્યારે તે કારમાં બેસી ગઇ, ત્યારે તેણે બાળકીને પૈસા આપ્યા. જો કે પૈસા મળ્યા બાદ બાળકી ખુશી-ખુશી ત્યાંથી ચાલી ગઇ. તેવામાં બીજા બાળકો પણ પૈસા મળશે તેવી આશાએ ત્યાં પહોંચી ગયા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર