Home /News /entertainment /કાજોલે તેનો પવઈવાળો એપાર્ટમેન્ટને ભાડે આપ્યો, દર મહિને માત્ર ભાડાથી કમાશે આટલા રૂપિયા
કાજોલે તેનો પવઈવાળો એપાર્ટમેન્ટને ભાડે આપ્યો, દર મહિને માત્ર ભાડાથી કમાશે આટલા રૂપિયા
કાજોલે તેનો પવઈવાળો એપાર્ટમેન્ટને ભાડે આપ્યો
કાજોલ (Kajol) બોલિવૂડની સૌથી સફળ સ્ટાર્સમાંની એક છે. કાજોલ તેના પતિ અજય દેવગણ (Ajay Devgn) સાથે જુહુમાં તેમના આલીશાન બંગલામાં રહે છે. કાજોલે પવઈમાં એક એપાર્ટમેન્ટ ભાડે આપ્યું છે (Kajol Rents Out Her Powai Apartment), જેમાંથી તેને દર મહિને લગભગ 90,000 રૂપિયા મળશે.
કાજોલ (Kajol) બોલિવૂડની સૌથી સફળ સ્ટાર્સમાંની એક છે. કાજોલ તેના પતિ અજય દેવગણ (Ajay Devgn) સાથે જુહુમાં તેમના આલીશાન બંગલામાં રહે છે. બોલિવૂડના ઘણા એવા સ્ટાર્સ છે જેમની પાસે એક નહીં પરંતુ ઘણા ઘર છે અને ઘણા સ્ટાર્સે પોતાના ઘર ભાડા પર આપ્યા છે. આ જ યાદીમાં કાજોલનું નામ પણ સામેલ થયું છે. સમાચાર અનુસાર, કાજોલે પવઈમાં એક એપાર્ટમેન્ટ ભાડે આપ્યું છે (Kajol Rents Out Her Powai Apartment), જેમાંથી તેને દર મહિને લગભગ 90,000 રૂપિયા મળશે.
આ મિલકત 771 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલી છે
કાજોલની આ પ્રોપર્ટી 771 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલી છે. મની કંટ્રોલના રિપોર્ટ અનુસાર, આ એપાર્ટમેન્ટ હિરાનંદાની ગાર્ડન્સના એટલાન્ટિક પ્રોજેક્ટના 21મા માળે (kajol house) છે. આ એપાર્ટમેન્ટનો લીઝ અને લાયસન્સ એગ્રીમેન્ટ 3 ડિસેમ્બરે રજીસ્ટર કરવામાં આવ્યો હતો.
આવતા વર્ષે ભાડું વધશે
દસ્તાવેજો મુજબ, ભાડુઆતે 3 લાખ રૂપિયાની સિક્યોરિટી મની જમા કરાવી છે. એક વર્ષ પછી ભાડું વધારવામાં આવશે. એક વર્ષ પછી તેનું ભાડું 96,750 રૂપિયા પ્રતિ માસ થશે.
કાજોલ જે આલીશાન બંગલામાં અજય દેવગન અને તેના બાળકો સાથે રહે છે તેનું નામ 'શિવશક્તિ' (ajay devgan house shiv shakti) છે. તેમનો બંગલો 590 સ્ક્વેર યાર્ડમાં ફેલાયેલો છે, જેને અજયે લગભગ 60 કરોડમાં ખરીદ્યો હતો.
તમને જણાવી દઈએ કે, કાજોલ (Kajol) પહેલા પ્રિયંકા ચોપરા (Priyanka Chopra), અમિતાભ બચ્ચન (Amitabh Bachchan), સલમાન ખાન (Salman Khan) સહિત ઘણા સ્ટાર્સે પોતાના એપાર્ટમેન્ટ ભાડે આપી દીધા છે. જેકલીન ફર્નાન્ડીઝ (jaclin fernandez) પ્રિયંકા ચોપરાની ભાડૂઆત છે. તો, અમિતાભ બચ્ચને તેમનું એક ડુપ્લેક્સ યુનિટ અભિનેત્રી કૃતિ સેનન (kriti sanon)ને 10 લાખ રૂપિયા પ્રતિ મહિનાના ખર્ચે ભાડે આપ્યું છે. સલમાન ખાને શિવસ્થાન હાઇટ્સ, બાંદ્રા વેસ્ટમાં પોતાનો એપાર્ટમેન્ટ ભાડે આપ્યો છે. આ ઘર તેણે 95 હજાર રૂપિયા પ્રતિ માસના ભાડા પર આપ્યું હોવાની ચર્ચા છે. તમને જણાવી દઈએ કે, અજય દેવગન અને કાજોલ પાસે મુંબઈ સિવાય વિદેશમાં પણ અનેક પ્રોપર્ટી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર