Home /News /entertainment /

કાજોલની લાડકવાયી સ્પેનમાં મિસ્ટ્રી બોય સાથે એન્જોય કરતા જોવા મળી, ફોટોઝ વાઈરલ થયા

કાજોલની લાડકવાયી સ્પેનમાં મિસ્ટ્રી બોય સાથે એન્જોય કરતા જોવા મળી, ફોટોઝ વાઈરલ થયા

મિસ્ટ્રી બોય સાથે અજય દેવગનની દીકરી સ્પેનમાં જોવા મળી.

અજય દેવગનની દીકરી ન્યાસા સ્પેનમાં મિત્રોની સાથે વેકેશન એન્જોય કરી રહી છે. તેની સાથે એક મિસ્ટ્રી બોય પણ છે. સોશિયલ મીડિયા પર વેકેશનની તસવીરો વાઈરલ થઈ રહી છે. ન્યાસાની આ તસવીરો તેના મિત્ર ઓરહાન અવત્રામણિએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

વધુ જુઓ ...
    મુંબઈઃ બોલિવૂડ એક્ટર અજય દેવગન ( Ajay Devgn) અને એક્ટ્રેસ કાજોલ (Kajol)ની દીકરી ન્યાસા દેવગને ભલે બોલિવૂડમાં ડેબ્યુ ન કર્યું હોય પરંતુ પોતાના ગ્લેમરસ લુકના કારણે હંમેશાં ચર્ચામાં રહે છે. ન્યાસા અત્યારે સ્પેનમાં છે, જ્યાં તે પોતાના મિત્રોની સાથે વેકેશન એન્જોય કરી રહી છે. આ બધાની વચ્ચે તેના વેકેશનની કેટલીક ખાસ તસવીરો સામે આવી છે, જેમાં ન્યાસાનો આકર્ષક લુક જોવા મળી રહ્યો છે.



    ફોટોમાં ન્યાસાએ વ્હાઈટ ફૂલ સ્લીવ ટોપની સાથે બોડીકોન શોર્ટ સ્કર્ટ અને વ્હાઈટ સ્નિકરમાં જોવા મળી રહી છે. ખુલ્લા હેરમાં તે એકદમ એટ્રેક્ટિવ દેખાય રહી છે. ફોટોમાં તેનો લુક જોઈને દરેક તેની સ્ટાઈલિશના ફેન બની ગયા છે.

    મિત્રએ શેર કરી તસવીર








    View this post on Instagram






    A post shared by Orhan Awatramani (@orry1)






    ન્યાસાની આ તસવીરો તેના મિત્ર ઓરહાન અવત્રામણિ (Orhan Awatramani)એ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેના મિત્રએ સ્પેનની તે જગ્યાની તસવીરો પણ શેર કરી, જેમાં બાર્સેલોનાના કાસા બટલો, ગૌડીના સુંદર લોકેશન સામેલ છે. આ તસવીરોને શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, “સ્પેનમાં ડબ્લ્યુ/ઓ ધ એસ.” પોતાના મિત્રની પોસ્ટ પર ન્યાસાએ પણ કમેન્ટ કરી અને લખ્યું “નો એસ ક્યૂઝ નો સેવિંગ.”



    જાહ્નવી કપૂર સાથે જ્યારે થઈ હતી મુલાકાત

    ન્યાસાએ તાજેતરમાં જાહ્નવી કપૂર સાથે એમ્સ્ટર્ડમમાં મુલાકાત કરી હતી જ્યારે તે પોતાના વેકેશન માટે આ શહેરમાં આવી હતી. આ દરમિયાન ન્યાસા જાહ્નવી સાથે લંચ કરતી જોવા મળી હતી. જાહ્નવીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ન્યાસાની સાથે કેટલીક તસવીર પણ શેર કરી, આ વિશે ફેન્સને જાણકારી આપી હતી કે. તેના પછી ન્યાસાની એક અન્ય તસવીર સામે આવી હતી, જેમાં તે બોલિવૂડ એક્ટર અર્જુન રામપાલની દીકરી માહિકા રામપાલની સાથે લંડનનાં એક ક્લબમાં પાર્ટી કરતા જોવા મળી હતી.





    કોણ છે ઓરહાન?

    ન્યાસાની સાથે જોવા મળતો મિસ્ટ્રી બોય આખરે કોણ છે? ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટના અનુસાર, ઓરહાન અવાત્રામણિ એક એક્ટિવિસ્ટ છે. આ વ્યક્તિના ઘણાં એક્ટ્રેસિસની સાથે ફોટોઝ જોવા મળે છે. અત્યારે ઓરહાન ન્યાસાની સાથે જોવા મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ઓરહાન અને સારાએ કોલંબિયા યુનિવર્સિટીમાં સાથે અભ્યાસ કર્યો હતો. ઓરહાન સારા અલી ખાનના ભાઈ ઈબ્રાહિમ અલી ખાનનો સારો મિત્ર છે.
    Published by:Priyanka Panchal
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन