પતિ ગૌતમ કિચલૂ સાથે હનીમૂન પર જવા રવાના થઇ કાજલ, લગ્ન બાદ અટક પણ બદલી

પતિ ગૌતમ કિચલૂ સાથે હનીમૂન પર જવા રવાના થઇ કાજલ, લગ્ન બાદ અટક પણ બદલી
કાજલ અગ્રવાલ (Kajal Aggarwal)એ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા આ વાતની માહિતી આપી છે. તે પતિ ગૌતમ કિચલૂ (Gautam Kitchlu) સાથે હનીમૂન પર જઇ રહી છે. કાજલે હનીમૂન પર જતા એક તસવીર શેર કરી છે. જેમાં એક બેગમાં ગૌતમ કિચલૂ અને બીજી બેગમાં કાજલ કિચલૂ લખેલું છે.

કાજલ અગ્રવાલ (Kajal Aggarwal)એ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા આ વાતની માહિતી આપી છે. તે પતિ ગૌતમ કિચલૂ (Gautam Kitchlu) સાથે હનીમૂન પર જઇ રહી છે. કાજલે હનીમૂન પર જતા એક તસવીર શેર કરી છે. જેમાં એક બેગમાં ગૌતમ કિચલૂ અને બીજી બેગમાં કાજલ કિચલૂ લખેલું છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ અને સાઉથ સિનેમાની જાણીતી એક્ટ્રેસ કાજલ અગ્રવાલ (Kajal Aggarwal)એ હાલમાં જ બોયફ્રેન્ડ ગૌતમ કિચલૂ (Gautam Kitchlu) સાથે લગ્ન કર્યા છે. એક્ટ્રેસે લોકડાઉન (Lockdown)ની વચ્ચે સગાઇ કરી હતી અને અચાનક જ તેણે ફેન્સની સાથે લગ્નની જાણકારી શેર કરી હતી. કાજલ અને ગૌતમનાં લગ્નની ફોટો સોશિયલ મીડિયા પર ખુબજ વાયર થઇ રહી છે. કાજલ અગ્રવાલે ફેન્સ સાથે તેનાં બ્રાઇડિયલ લૂક શેર કર્યા બાદ હવે તેની હનિમૂન પર જતી તસવીરો શેર કરી છે.

    બંને ક્યાં જાય છે તે તો કોઇને માલૂમ નથી. તે અંગે બંનેએ કોઇ જ માહિતી શેર કરી નથી. પણ કાજલ અગ્રવાલે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા આ વાતની જાહેરાત જરૂર કરી છે કે તેઓ હનીમૂન પર બહાર જઇ રહ્યાં છે.





    ખાસ વાત તો એ છે કે, કાજલે જે તસવીર શેર કરી છે તેમાં તેનાં અને પતિ ગૌતમની બેગ અને પાસપોર્ટનું કવર શેર કર્યુ હતું. આ પાસપોર્ટનું કવર પર્સનલાઇઝ છે અને બેગ પણ. બને પર કાજલ અને ગૌતમનું નામ લખેલું છે. કાજલે લગ્ન બાદ તેની અટક બદલી નાંખી છે આવે છે. જેમાં કાજલ કિચલૂ લખેલું નજરજે તેની બેગ પર નજર આવે છે. કાજલે આ તમામ વસ્તુની તસવીરો શેર કરતાં લખ્યું છે કે, 'બેગ પેક થઇ ગઇ છે, અને અન્ય એક કેપ્શનમાં લખ્યું છે કે, જવા માટે તૈયાર'

    આ પણ વાંચો- મિલિંદ સોમનની 'ન્યૂડ ફોટો' જોઇ બોલ્યો શેખર સુમન, 'ઉંમર 55ની અને હતો...'

    આપને જણાવી દઇએ કે, કાજલ અગ્રલે હાલમાં જ તેની અટક બદલવા પર પોતાનો મત જણાવ્યો હતો, કાજલે કહ્યું હતું કે, 'આ ખુબજ સુંદર ફીલિંગ છે, મને લાગે છે કે મને મિસિસ કિચલૂ સાંભળવાની આદત નાંખી લેવી જોઇએ. અને હું એવું જ કરી રહી છું, જોકે, જ્યારે પણ હું તે સાંભળું છુ મને ઘણું સારુ લાગે છે. આ જીવનનો નવો ફેઝ છે.
    Published by:Margi Pandya
    First published:November 08, 2020, 14:50 pm

    ટૉપ ન્યૂઝ