પ્રેગ્નેન્સીના સમાચારો બાદ કાજલ અગ્રવાલના ઘરે આવ્યો ‘નવો મહેમાન’, પતિએ કહ્યું, ‘આખરે મનાવી જ લીધી’

કાજલ અગ્રવાલ બની ગઇ મા

ફિલ્મ ‘આચાર્ય’ (Acharya) અને પોતાની પ્રેગ્નન્સીને લઈને ચર્ચામાં રહેલી અભિનેત્રી કાજલ અગ્રવાલે (Kajal Aggarwal) પોતાના પરિવારમાં નવા સભ્યનું સ્વાગત કર્યું છે. પ્રેગ્નેન્સીના સમાચારો વચ્ચે તેના ઘરે નવો મહેમાન આવ્યો છે, જેની જાણકારી તેણે ફેન્સને ફોટો શેર કરીને આપી છે.

  • Share this:
    બોલિવુડ અને સાઉથની અભિનેત્રી કાજલ અગ્રવાલ (Kajal Aggarwal) ગત દિવસોમાં પ્રેગ્નેન્સી (Kajal Aggarwal Pregnancy)ના સમાચારોને લઈને ચર્ચામાં હતી. સમાચારોમાં કહેવાઈ રહ્યું હતું કે તે પોતાના પહેલા બાળક માટે પ્રેગ્નેન્ટ છે. પરંતુ આ મુદ્દાને લઈને અભિનેત્રીએ કોઈ રિએક્શન નહોતું આપ્યું. આ વચ્ચે અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ (Kajal Aggarwal Insyagram) પર એક પોસ્ટ શેર કરીને ફેન્સને સારા સમાચાર આપ્યા છે કે તેના ઘરે નવો મહેમાન આવ્યો છે, જેનું તેણે જોરશોરથી સ્વાગત કર્યું. કાજલે ફોટો શેર કરીને એક પ્રેમભર્યો સંદેશ પણ લખ્યો છે.

    આ પણ વાંચો: Happy B'day Big B: 79 વર્ષના 'શહેનશાહ'ની ફિટનેસનું રહસ્ય, આ વસ્તુઓથી રહે છે દૂર, કરે છે નિયમિત વર્કઆઉટ

    એકચ્યુલી, કાજલ અગ્રવાલના ઘરે એક નાનો ક્યુટ ડૉગી આવ્યો છે. તે પપીનું નામ મિયા રાખવામાં આવ્યું છે. તેને ઘરે લાવ્યા બાદ અભિનેત્રીના આનંદનો કોઈ પાર નહોતો રહ્યો. તેનો ખુશી સાથે ફેન્સ સાથે ફોટો શેર કર્યો હતો. કાજલે નોટમાં લખ્યું હતું કે, ઘરના નવા સભ્ય સાથે તમને મળાવી રહી છું. લિટિલ મિયા! જે લોકો મને ઓળખે છે તેમને ખબર છે કે મને બાળપણથી જ ડૉગ્સ ફોબિયા છે. ગૌતમ કીચલૂ (Gautam Kichalu) ડૉગ લવર છે. તે પાલતૂ પ્રાણીઓ સાથે મોટા થયા છે અને તેઓ સાચા પ્રેમને બહુ જ સારી રીતે સમજે છે. જિંદગી આપણને પ્રેમ કરતા શીખવાડે છે. મિયા અમારા માટે બહુ બધો આનંદ લઈને આવ્યો છે.

    આ પણ વાંચો: ડિવોર્સ બાદ સામન્થાએ પોતાની વેદના જાહેર કરી, કહ્યું- 'તેઓ કહે છે મારા ઘણાં અફેર છે'

    આ ઉપરાંત કાજલ અગ્રવાલના પતિ ગૌતમ કીચલૂ (Gautam Kichalu)એ પણ પપીનો ફોટો શેર કરીને આ વાતની જાણકારી ફેન્સને આપી. તેણે ફોટો શેર કરીને તેની સાથે લખ્યું કે, પહેલું બાળક. આખરે કાજલ અગ્રવાલને મનાવી લીધી. સ્વાગત છે પપી મિયા.


    કાજલ અગ્રવાલની પ્રોફેશનલ લાઇફ વિશે વાત કરીએ તો તેની આવનારી ફિલ્મનું શૂટિંગ જલ્દી જ પૂરું થવાનું છે. કેમ કે, કહેવાઈ રહ્યું છે કે તે પતિ ગૌતમ કીચલૂ સાથે પોતાના પહેલા બાળકની માતા બનવાની છે. જોકે, તેમની તરફથી હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. કાજલ પાસે ‘આચાર્યા’ ઉપરાંત હિન્દી ફિલ્મ ‘ઉમા’ (Uma) પણ છે જેનું શૂટિંગ તે કરી ચૂકી છે. આ ફિલ્મ તથાગત સિંહાએ ડિરેક્ટ કરી છે.

    વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
    Published by:Nirali Dave
    First published: