Home /News /entertainment /

Kahani: નવાઝુદ્દીન વિદ્યા બાલનની 'કહાની'માં કામ કરવા તૈયાર નહોતો, સુજોય ઘોષનો Idea કામ આવ્યો

Kahani: નવાઝુદ્દીન વિદ્યા બાલનની 'કહાની'માં કામ કરવા તૈયાર નહોતો, સુજોય ઘોષનો Idea કામ આવ્યો

કહાની ફિલ્મને 10 વર્ષ થયા

10 Years Of Kahani : નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui) એ જણાવ્યું કે, 'શરૂઆતમાં એવો કોઈ ખાસ વિચાર નહોતો કે, આ વિદ્યા બાલન (Vidya Balan) સાથે મારી જોડીની કહાની ફિલ્મ (film Kahani) આ રીતે હિટ થશે. સત્ય તો એ છે કે, જ્યારે ફિલ્મ રીલિઝ થઈ ત્યારે ત્રણ દિવસ સુધી કંઈ થયું નહોતું અને ખબર નહોતી કે તે હિટ જશે

વધુ જુઓ ...
    10 Years Of Kahani : સુજોય ઘોષ (Sujoy Ghosh) ની મિસ્ટ્રી થ્રિલર ફિલ્મ કહાની (Mystry-Thriller film Kahani) 9 માર્ચ 2012ના રોજ રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં વિદ્યા બાલન (Vidya Balan), નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui) અને પરમબ્રત ચેટર્જી, અદ્વૈત કલાએ શાનદાર કામ કર્યું હતું અને ફિલ્મને હિટ બનાવી હતી. વિદ્યા બાલને આ ફિલ્મમાં ગર્ભવતી મહિલાની ભૂમિકા ભજવી હતી, જે દુર્ગા પૂજા તહેવાર દરમિયાન કોલકાતામાં તેના ગુમ થયેલા પતિને શોધે છે અને તેને પરબ્રતા ચેટર્જી અને નવાઝુદ્દીન સિદ્દીકી મદદ કરે છે. ફિલ્મના 10 વર્ષ પૂરા થવા પર નવાઝુદ્દીન સિદ્દીકીએ શૂટિંગના દિવસોનો એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો.

    નવાઝુદ્દીન સિદ્દીકી મૂંઝવણમાં હતો

    10 વર્ષ પહેલા, જ્યારે નવાઝુદ્દીન સિદ્દીકીને 'કહાની' માટે સુજોય ઘોષ દ્વારા અપ્રોચ કરવામાં આવ્યો હતો, ત્યારે અભિનેતા મૂંઝવણમાં હતો, પરંતુ સુજોયે તેને ફિલ્મમાં કામ કરવા માટે મનાવી લીધો હતો. ફિલ્મના 10 વર્ષ પૂરા થવા પર નવાઝ ખુશ છે કે, તેણે આ ફિલ્મમાં કામ કર્યું. અભિનેતાએ કહ્યું કે 'આજે હું ગર્વ અનુભવું છું કે મેં આ ફિલ્મમાં કામ કર્યું અને આ ફિલ્મ પછી મારે ક્યારેય પાછળ વળીને જોવું પડ્યું નથી. મને ખુશી છે કે લોકોને મારું કામ પસંદ આવ્યું.

    નવાઝુદ્દીન એક સાથે 3 ફિલ્મોનું શૂટિંગ કરી રહ્યો હતો

    જૂના દિવસોને યાદ કરતા નવાઝુદ્દીન સિદ્દીકીએ હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાત કરતા કહ્યું કે, 'તે સમયે હું 'ગેંગ્સ ઓફ વાસેપુર', 'તલાશ' અને 'કહાની'નું શૂટિંગ કરી રહ્યો હતો. ત્રણેય ફિલ્મો એકસાથે રિલીઝ થઈ હતી. આ ત્રણ ફિલ્મોએ મારી કારકિર્દી બદલી નાખી. હું ખરેખર 'કહાની' કરવા તૈયાર નહોતો. 'ગેંગ્સ ઓફ વાસેપુર'નો વર્કશોપ ચાલી રહ્યો હતો, સુજોયે મને બોલાવ્યો અને અમે વર્સોવાના એક રેસ્ટોરન્ટમાં મળ્યા, ત્યાં તેમણે મને એક ડોક્યુમેન્ટરી બતાવી, જે જોયા પછી મને પ્રોજેક્ટ ખૂબ જ રસપ્રદ લાગ્યો, પછી હું અનુરાગ કશ્યપ પાસે ગયો અને મેં પૂછ્યું. તેણે ફિલ્મના શૂટિંગ વચ્ચે થોડા દિવસો માટે રજા આપી અને તે રાજીખુશીથી રાજી થઈ ગયો. અનુરાગની સૌથી સારી વાત એ છે કે, તે પોતાની ફિલ્મના શૂટિંગ દરમિયાન કોઈ અભિનેતાને બીજી ફિલ્મ કરવા માટે ક્યારેય મનાઈ કરતો નથી.

    'કહાની'એ મારી કારકિર્દી બદલી નાખી

    નવાઝુદ્દીન સિદ્દીકીએ જણાવ્યું કે, 'શરૂઆતમાં એવો કોઈ ખાસ વિચાર નહોતો કે, આ ફિલ્મ આ રીતે હિટ થશે. સત્ય તો એ છે કે, જ્યારે ફિલ્મ રીલિઝ થઈ ત્યારે ત્રણ દિવસ સુધી કંઈ થયું નહોતું અને ખબર નહોતી કે તે હિટ જશે. પરંતુ રવિવાર પછી, નિર્માતા અને સુજોયને ફોન આવવા લાગ્યા કે પ્રતિસાદ ઉત્તમ છે. ત્યારપછી જેવી ફિલ્મ આવી તે અદ્ભુત હતી.

    આ પણ વાંચોKiara Advani : કિયારા અડવાણીએ મેટાલિક ગાઉનમાં પર પાથર્યો જાદુ, લોકોએ કર્યા ભરપૂર વખાણ

    8 કરોડની ફિલ્મે શાનદાર કમાણી કરી હતી

    નવાઝુદ્દીન સિદ્દીકી આ દિવસોમાં ગ્રેટર નોઈડામાં એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. અભિનેતાએ કહ્યું કે 'આજે પણ વસ્તુઓ બદલાઈ નથી. હું એક સાથે વિવિધ પાત્રો ભજવી રહ્યો છું. હું શરૂઆતથી એ જ લાઇન પર ચાલી રહ્યો છું, અને તે મજા છે. માત્ર 8 કરોડમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર કલેક્શન કર્યું હતું. આ ફિલ્મની વાર્તા, ફિલ્માંકન, કલાકારો બધાના વખાણ થયા હતા.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Interesting story, Bollywood Latest News, Bollywood News in Gujarati, Nawazuddin siddiqui, Vidya balan

    આગામી સમાચાર