છેલ્લી વાર આ ફિલ્મમાં દર્શકોને હસાવતા જોવા મળશે કાદર ખાન

કાદર ખાન (ફાઇલ ફોટો)

એક તરફ પરેશ રાવલની કોમિક ટાઇમિંગ જોવા મળશે તો બીજી તરફ કાદર ખાનના અભિનયનો તડકો લાગશે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: ઉત્કૃષ્ટ એક્ટર અને જબરદસ્ત ડાયલોગ રાઇટર કાદર ખાનનું ગંભીર બીમારીના કારણે સોમવારે કેનેડામાં નિધન થયું. કાદર ખાને 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું અને દર્શકોને પોતાની એક્ટિંગથી હસવા મજબૂર કર્યા. કાદર ખાને ભલે હવે આપણી વચ્ચે નથી પરંતુ તેમની એક ફિલ્મ હજુ પણ લોકોને હસાવવા માટે તૈયાર છે. કાદર ખાન હેરાફેરી સીરીઝની ત્રીજી ફિલ્મમાં જોવા મળશે.

  નીરજ વોરા, અહમદ ખાનના ડાયરેક્શનમાં બની રહેલી ફિલ્મ હેરાફેરી-3ને લઈને દર્શકોમાં અત્યારથી જ ઘણી ઉત્સુક્તા છે. આ ફિલ્મમાં એક તરફ પરેશ રાવલની કોમિક ટાઇમિંગ જોવા મળશે તો બીજી તરફ કાદર ખાનના અભિનયનો તડકો લાગશે. આ ફિલ્મને જોયા બાદ હસવું રોકવું મુશ્કેલ બની જશે. હેરાફેરી-3 જુલાઈ 2019માં દર્શકોની સામે રજૂ થશે.

  આ પણ વાંચો, 1974માં જ્યારે કાદર ખાનને ડાયલોગ લખવા રાજેશ ખન્નાએ આપ્યા હતા અધધ 1.21 લાખ

  90ના દશકમાં ગોવિંદા અને કાદર ખાનની જોડીને હટિ ફોમ્યૂલા માનવામાં આવતો હતો અને આ બંનેએ દુલ્હે રાજા, કુલી નંબર 1, રાજા બાબૂ અને આંખે જેવી ફિલ્મોમાં કામ કર્યું. આ ઉપરાંત તેઓ કુલીમાં અમિતાભની સાથે, હિમ્મતવાલામાં જીતેન્દ્રની સાથે મહત્વપૂર્ણ ભૂમિકાઓ નિભાવી ચૂક્યા છે.
  Published by:Mrunal Bhojak
  First published: