Home /News /entertainment /Kacha Badam સિંગર ભુવન બદ્યાકર રોડ અકસ્માતમાં ઘાયલ, ડ્રાઇવિંગ શીખતા થયો Accident

Kacha Badam સિંગર ભુવન બદ્યાકર રોડ અકસ્માતમાં ઘાયલ, ડ્રાઇવિંગ શીખતા થયો Accident

કચ્ચા બદામ ગીતના સિંગર ભુવન બદ્યાકર કાર અકસ્માત

Bhuban Badyakar Singer Accident : કચ્ચા બદામ ગીતનો સિંગર ભુવન બદ્યાકર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો છે. કોણ છે ભુવન બદ્યાકર? કેવી રીતે એક મગફળી વેચનાર વ્યક્તિ રાતો-રાત ફેમશ થઈ ગયો?

    'કાચા બદનામ' (Kacha Badam) ગીત સિંગર ભુવન બદ્યાકર (Bhuban Badyakar) સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ભુવન બદ્યાકર સોમવારે રાત્રે અકસ્માત (Kacha Badam Singer Accident) નો શિકાર બન્યો છે. આ અકસ્માતમાં તે ઘાયલ થયો છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભુવન કાર ચલાવવાનું શીખી રહ્યો હતો અને આ દરમિયાન તે અકસ્માતનો શિકાર બન્યો હતો. આ દરમિયાન તેને શરીરમાં ઘણી જગ્યાએ ગંભીર ઈજા થઈ હતી.

    હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેને છાતીમાં પણ ઈજા થઈ હતી. તમને જણાવી દઈએ કે, ભુવન બદ્યાકર પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાનa રહેવાસી છે. ભુવન મગફળી વેચીને ગુજરાન ચલાવતો હતો. મગફળી વેચનાર ભુબને ગ્રાહકોને આકર્ષવા માટે 'કચ્ચા બદામ' ગીત કમ્પોઝ કર્યું હતું. પરિવારનું ભરણપોષણ કરવા માટે તે રોજ મગફળી વેચીને 200-250 રૂપિયા કમાતો હતો. કોઈએ તેનું કચ્ચા બદમ ગીત અપલોડ કર્યું અને તે વાયરલ થઈ ગયું. તે સોશિયલ મીડિયા પર લોકપ્રિય બની ગયો. લોકોએ તેના ગીતો પર વીડિયો અને ઈન્સ્ટાગ્રામ રીલ્સ બનાવ્યા.




    આ પછી, ભુવન બદ્યાકરનું જીવન અચાનક બદલાઈ ગયું, તેને પશ્ચિમ બંગાળની એક ક્લબમાં ગાવાની ઓફર પણ મળી. ભુવને ક્લબમાં પર્ફોર્મન્સ પછી કહ્યું હતું કે, 'આજે તમારા બધાની વચ્ચે પરફોર્મ કરીને હું ખૂબ જ ખુશ છું.' આ પછી તેણે તેનું વાયરલ ગીત 'કચ્ચા બદામ' (Kacha Badam Bhuban Badyakar) ગાયું અને પ્રેક્ષકોએ જોરદાર તાળીઓ પાડી. થોડા દિવસો પહેલા મ્યુઝિક કંપનીએ ભુવનને તેની આગામી ટ્યુન માટે 1.5 લાખ રોયલ્ટી તરીકે આપ્યા છે.

    કોણ છે કચ્ચા બદામ ગીતનો સિંગર - જુઓ તમામ માહિતી

    " isDesktop="true" id="1184382" >

    સોશિયલ મીડિયા પર મળેલી લોકપ્રિયતા વિશે ભુવને અચાનક કહ્યું હતું કે, 'તમે બધાએ જે રીતે મારા પર પ્રેમ વરસાવ્યો, મારી પાસે મારી લાગણી વ્યક્ત કરવા શબ્દ નથી. હું તમારા સુધી પહોંચવામાં સફળ રહ્યો, તે મારા માટે ખુશીની વાત છે.

    આ પણ વાંચોઉર્ફી જાવેદે બધી હદ પાર કરી, શેર કર્યો એવો વીડિયો, લોકોએ કહ્યું- 'આ એકદમ છેતરપિંડી છે...'

    50 વર્ષીય ભુબનનું ગીત સોશિયલ મીડિયા પર એવુ છવાયેલુ છે કે ભાગ્યે જ કોઈ એવુ હશે જે તેના કચ્ચા બદામ ગીત (Kacha Badam Song) થી વાકેફ ન હોય. હવે સોશિયલ મીડિયા પર યુઝર્સ તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Road accident

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन