અંજલિ અરોરાનો એક નવો વીડિયો હવે ચર્ચામાં છે. (ફોટો ક્રેડિટ: Instagram: @anjimaxuofficially)
Kacha Badam girl Anjali Arora Dance Video:સોશિયલ મીડિયા પર પોતાના ડાન્સ મૂવ્સથી ચર્ચામાં આવેલી અંજલી અરોરા (Anjali Arora) ફરી ચર્ચામાં છવાયેલી છે. અંજલીએ સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પોતાના જાણીતા અંદાજમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર અંજલીનો આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે અને યુઝર્સથી અલગ અલગ રિએક્શન જોવા મળી રહ્યાં છે.
મુંબઇ: ફેમસ સોશિયલ મીડિયા સ્ટાર અને 'કચ્ચા બાદામ ગર્લ'(Kacha Badam Girl)ના નામે ફેમસ અંજલી અરોરા ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે તેણે પોતાના જબરદસ્ત ડાન્સ મૂવ્સ અને અનોખા અંદાજથી ફેન્સને પોતાના વખાણ કરવા મજબૂર કરી દીધા છે.
વાયરલ સોન્ગ પર ડાન્સ કરીને ફેમસ થયેલી અંજલી અરોરા (Anjali Arora)ના ઇન્સ્ટાગ્રામ પર 12.4 મિલિયનથી વધુ ફોલોઅર છે, જે તેની દરેક એક્ટિવિટી પર નજર રાખે છે. હવે હાલમાં જ અંજલી અરોરાએ ફરી પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે વ્હાઇટ ક્રોપ ટોપ અને બ્લેક મિની સ્કર્ટમાં જોવા મળી રહી છે. આ સાથે જ તેણે લેપર્ડ પ્રિંટ બૂટ્સ પહેર્યા છે.
આ વીડિયોમાં અંજલી ફેન્સની ડિમાંડ પર ઝૂમતા પોઝ કરતી જોવા મળી રહી છે. અંજલી અરોરાના આ વીડિયો પર અત્યાર સુધી લાખો વ્યૂઝ અને લાઇક્સ મળી ચુક્યા છે. ખાસ વાત તો એ છે કે દર્શક તેના ખૂબ વખાણ કરી રહ્યાં છે. કેટલાંક યુઝર્સ અંજલીના ડાન્સ મૂવ્સની ચર્ચા કરી રહ્યાં છે તો કેટલાંક તેની અલ્ટ્રા ગ્લેમ લુક પર ફિદા છે. તેવામાં કેટલાંકનું એ પણ કહેવું છે કે અંજલીના ડાન્સ મૂવ્સ હંમેશા એક જેવા જ હોય છે.
અંજલી મોટાભાગે પોપ્યુલર ટ્રેન્ડિંગ સોન્ગ્સ પર ડાન્સ વીડિયો શેર કરતી રહે છે. જે જોતજોતામાં વાયરલ પણ થઇ જાય છે. હાલમાં જ અંજલીએ દીપિકા પાદુકોણના બેશરમ રંગ સોન્ગ પર પણ ડાન્સ કર્યો હતો અને પઠાણની રિલીઝ ટાઇમ પર આ વીડિયો શેર કર્યો હતો. જેના પર યુઝર્સે જોરદાર રિએક્શન આપ્યા હતાં. કોઇએ તેના ડાન્સ મૂવ્સના વખાણ કર્યા તો કેટલાંક હંમેશાની જેમ તેને ટ્રોલ કરી.
અંજલી અરોરા થોડા સમય પહેલા કંગના રનૌત હોસ્ટેડ રિયાલીટી શો 'લોકઅપ'માં પણ જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર પોતાના વીડિયોઝને લઇને ચર્ચામાં રહેતી અંજલી અરોરા 'કચ્ચા બાદામ ગર્લ'ના નામથી ફેમસ છે. તે કેટલાંક મ્યુઝિક વીડિયોઝમાં પણ જોવા મળી ચુકી છે. તેવામાં કેટલાંક સમય પહેલા તે એક કથિત એમએમએસ લીકને લઇને પણ સતત ચર્ચામાં હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર