Home /News /entertainment /

Kabir Khan : મુઘલ શાસકો પર બનતી ફિલ્મો મામલે કબીરખાનનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું - 'અસલી રાષ્ટ્ર નિર્માતા'...

Kabir Khan : મુઘલ શાસકો પર બનતી ફિલ્મો મામલે કબીરખાનનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું - 'અસલી રાષ્ટ્ર નિર્માતા'...

કબીર ખાનની અપકમિંગ ફિલ્મ '83' છે.

નિર્દેશક કબીર ખાન (Kabir Khan)નું કહેવું છે કે, તેમનાં માટે મુઘલો (Mughals)ને બદનામ કરનારી ફિલ્મો જોવી ઘણી નિરાશાજનક છે. તેણે કહ્યું કે, 'આજનાં સમયમાં સૌથી રહેલું છે કે, મુઘલોને કે મુસ્લિમ શાસકોને ખરાબ ચિતરી દો. અને તેને આપણાં પહેલેથી તૈયાર વિચારોમાં સેટ કરી દો.'

વધુ જુઓ ...
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ફિલ્મ 'બજરંગી ભાઇજાન' (Bajrangi Bhaijaan)નાં નિર્દેશક કબીર ખાન (Kabir Khan)નું કહેવું છે કે, તેનાં માટે મુઘલો (Mughals)ને બદનામ કરનારી ફિલ્મો જોવી નિરાશાજનક છે. તેણે એમ પણ કહ્યું કે, આ પ્રકારની ફિલ્મો ફક્ત 'વર્તમાન લોકપ્રિય વિચાર અને સોચ છે.' આ ધ્યાનમાં રાખીને ફિલ્મોમાં તે દર્શાવવામાં આવે છે. જેમાં કોઇ જ 'એતિહાસિક સાક્ષ્ય' નથી. 'ન્યૂયોર્ક' અને 'ટ્યૂબલાઇટ' જેવી ફિલ્મો બનાવી ચુકેલાં ડિરેક્ટર કબીર ખાનનું કહેવું છે કે, 'મોઘલ અસલી રાષ્ટ્ર નિર્માતા' હતાં.

  આ પણ વાંચો-Taarak Mehta...: જુઓ નટૂ કાકાની લેટેસ્ટ તસવીરો, કેન્સરથી ઓછા થયા વાળ, ચહેરા પર છે સોજા

  એક વેબ પોર્ટલને આપેલાં ઇન્ટરવ્યૂમાં કબીર ખાને કહ્યું હતું કે, 'મને આ પ્રકારની ફિલ્મો ખુબજ નિરાશ કરે છે. અને જે વાત મને ખુબજ પરેશાન કરે છે તે છે ફિલ્મો ફક્ત આ સમય પોપ્યુલર વિચારને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહી છે. આ વાત હું સમજુ છુ કે એક ફિલ્મ મેકર રિસર્ચ કરે છે અને તેની ફિલ્મો દ્વારા તેનો પોઇન્ટ દર્શકો સમક્ષ મુકે છે. બેશક કોઇપણ વાત જોવાનો અલગ અલગ નજરિયો હોય છે. જો આપ મુઘલને ખોટા દેખાડવાં ઇચ્છો છો તો તેને કોઇ રિસર્ચનાં આધારે બતાવો. કે આખરે એવું કેમ... સમજાવો કે તે આખરે વિલન કેમ છે. અને આપ એમ કેમ વિચારી રહ્યાં છો. જો આપ ઇતિહાસ સાચેમાં વાંચશો તો આપનાં માટે તે સમજવું મુશ્કેલ હશે કે આખરે તેમને વિલન કેમ બનાવવામાં આવે છે .

  કબીર ખાનની અપકમિંગ ફિલ્મ '83' છે.


  કબીર ખાને કહ્યું કે, મને લાગે છે કે તે, અસલી રાષ્ટ્ર નિર્માતા હતાં. અને તેમને હત્યારા તરીકે દર્શાવવાં ખોટા છે. પણ આખરે કયા આધાર પર. કૃપ્યા ઇતિહાસમાં એવાં સાક્ષ્ય તો દેખાડો. તેનાં પર એક ઓપન ડિબેટ થવી જોઇએ. ફક્ત એટલાં માટે નહીં કારણ કે આપને લાગે છે કે આ એક 'પોપ્યુલર નેરેટિવ' છે.'

  આ પણ વાંચો-અનુરાગ કશ્યપની દીકરીએ બોયફ્રેન્ડ સાથેની અંગતપળોના PHOTOS અને Video પોસ્ટ કર્યા, ઇન્સ્ટામાં મચાવી ધૂમ

  કબીર ખાને વધુમાં કહ્યું કે, 'આજથી સૌથી સહેલો ઉપાય છે કે, મોઘલોને કે અલગ અલગ મુસ્લિમ શાસકોને ખરાબ રીતે દર્શાવવાં જોઇએ. અને તેમને પોતાનાં પહેલેથી બાંધેલાં વિચારોમાં સેટ કરી લેવાં, આ સૌથી વધુ પરેશાન કરનારી વાત છે. દુર્ભાગ્યવશ હું એવી ફિલ્મોની ઇજ્જત નથી કરતો. જોકે, આ મારા અંગત વિચાર છે અને હું એક મોટા જૂથ માટે નથી બોલી રહ્યો. પણ હા હું ફિલ્મોમાં આ રીતની વાતથી પરેશાન છું.'

  આ પણ વાંચો-Rakul Preet Singh: ડ્રગ્સ કેસ વચ્ચે રકુલ પ્રિતે આયુષ્માન ખુરાના સાથે શરૂ કર્યું 'Doctor G'નું શૂટિંગ

  આપને જણાવી દિએ કે, ગત સમયમાં કેટલીક ફિલ્મો બની છે જેમાં મુઘલ સમ્રાટનો પાશવી અવતાર દર્શાવવામાં આવ્યો છે. 'પદ્માવત', 'તાન્હાજી', 'પાનીપત' જેનાંથી ઐતિહાસિક સાક્ષ્ય અંગે સવાલોનાં ઘેરામાં આવી જાય છે. અહીં સુધી કે, 'તાન્હાજી'માં વિલનનો રોલ અદા કરનાર સૈફ અલી ખાને કહ્યું હતું કે, ફિલ્મમાં જે દર્શાવવામાં આવ્યું કે, તમામ તથ્ય સાચા નથી હોતા.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Bajrangi Bhaijaan, Entertainment news, Kabir Khan

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन