Home /News /entertainment /Kabir Bedi Birthday: 70 વર્ષની ઉંમરે ચોથા લગ્ન, 30 વર્ષ નાની પત્નીને આ રીતે મળ્યા
Kabir Bedi Birthday: 70 વર્ષની ઉંમરે ચોથા લગ્ન, 30 વર્ષ નાની પત્નીને આ રીતે મળ્યા
કબીર બેદી ફાઈલ તસવીર
Kabir Bedi Birthday special: કબીર આજે તેમનો 76મો જન્મદિવસ (Birthday) ઉજવી રહ્યા છે. કબીરે ભારતીય સિનેમામાં (Indian cinema) ઘણી ફિલ્મોમાં કામ કરીને પોતાની ઓળખ ઊભી કરી છે.
મુંબઈ: બોલિવૂડ (Bollywood)માં કેટલાક એવા સ્ટાર્સ (Stars) હોય છે, જે તેમના શ્રેષ્ઠ અભિનય (Acting)ને કારણે લોકોના દિલ પર રાજ કરતા હોય છે. એવા જ એક સ્ટાર કબીર બેદી (Kabir Bedi) છે. બોલિવૂડ એક્ટર કબીર બેદીનો જન્મ 16 જાન્યુઆરી 1946ના રોજ થયો હતો. કબીર આજે તેમનો 76મો જન્મદિવસ (Birthday) ઉજવી રહ્યા છે.
કબીરે ભારતીય સિનેમામાં ઘણી ફિલ્મોમાં કામ કરીને પોતાની ઓળખ ઊભી કરી છે. પરંતુ અહીં કહી શકાય કે, કબીર બેદી તેમની ફિલ્મો (Films) કરતાં તેમના અંગત જીવન (Personal Life)ને લઈને વધુ ચર્ચામાં રહ્યા છે. કબીર ભૂતકાળમાં જ્યારે તેણે પોતાનાથી 30 વર્ષ નાની છોકરી સાથે લગ્ન કર્યા હતા ત્યારે સૌથી વધુ ચર્ચામાં આવ્યા હતા.
કબીર બેદીના લગ્નની વાત કરીએ તો, અભિનેતાએ ચાર લગ્ન કર્યા છે. તેમની ચોથી પત્ની તેમનાથી લગભગ 30 વર્ષ નાની છે, જેનું નામ પરવીન દુસાંઝ છે. પરવીન અને કબીર નજીકના મિત્રો હતા અને બંનેનું 10 વર્ષ સુધી અફેર રહ્યું હતું. કબીરે પરવીન સાથે વર્ષ 2016માં તેના 70માં જન્મદિવસે લગ્ન કર્યા હતા. મોડલ અને એક્ટ્રેસ સિવાય પરવીન ટીવી પ્રોડ્યુસર પણ છે. લગ્ન પહેલા ઘણા વર્ષો સુધી કબીર અને પરવીન એકબીજા સાથે લિવ-ઈનમાં રહ્યા હતા ત્યાં હતી.
સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, પરવીન કબીર બેદીની પુત્રી પૂજા બેદીથી 4 વર્ષ નાની છે. પરવીન અને કબીરની પહેલી મુલાકાત લંડનમાં થઈ હતી. પરવીનના પરિવારના સભ્યો કબીર સાથે લગ્ન કરવા તૈયાર ન હતા પરંતુ બાદમાં બધા રાજી થઈ ગયા. ગુરુદ્વારામાં આયોજિત પરવીન અને કબીરના લગ્નમાં બંને પરિવારના તમામ સંબંધીઓ અને મિત્રો સામેલ થયા હતા.
ઉલ્લેખનિય છે કે, કબીર બેદીના ચોથા લગ્ન પ્રસંગે તેનો સમગ્ર પરિવાર હાજર રહ્યો હતો પરંતુ પિતાના આ લગ્ન સમયે પુત્રી પૂજા બેદી નાખુશ હોવાનું સામે આવ્યુ હતું. પૂજાએ પણ આ બાબતે ગુસ્સો વ્યક્ત કર્યો હતો. જણાવી દઈએ કે જ્યારે કબીરે પરવીન સાથે લગ્ન કર્યા ત્યારે તેણે ટ્વિટ કરીને નારાજગી વ્યક્ત કરી હતી અને પરવીનને ડાકણ પણ કહી હતી. કબીર બેદીના પ્રથમ લગ્ન નૃત્યાંગના પ્રોતિમા બેદી સાથે થયા હતા, જેની સાથે કબીરની પુત્રી પૂજા બેદી અને પુત્ર સિદ્ધાર્થ થયા હતા.
કબીર અને પ્રોતિમા વચ્ચે સંબંધો ખરાબ થયા પછી, કબીરે બ્રિટિશ ફેશન ડિઝાઇનર સુઝેન હમ્ફ્રે સાથે લગ્ન કર્યા. પરંતુ કબીરના આ બીજા લગ્ન પણ લાંબા સમય સુધી ટક્યા નહીં. સુઝેન સાથે છૂટાછેડા લીધા પછી, કબીરે 1990માં ટીવી અને રેડિયો પ્રસ્તુતકર્તા નિક્કી સાથે લગ્ન કર્યા. આ લગ્નના 15 વર્ષ પછી બંને વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યા, અંતે કબીરે 2005માં આ સંબંધનો પણ અંત આણ્યો. આમ, કબીરના ત્રણ મહિલાઓ સાથે છૂટાછેડા થયા બાદ કબીરે ચોથી વાર પરવીન દુસાંઝ સાથે લગ્ન કર્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર