Home /News /entertainment /‘કાથુવાકુલા રેંદુ કાધલ’ ફિલ્મનું ટીઝર રીલીઝ, વિજય, નયનતારા અને સમંથાની ફની લવ ટ્રાએંગલ સ્ટોરી

‘કાથુવાકુલા રેંદુ કાધલ’ ફિલ્મનું ટીઝર રીલીઝ, વિજય, નયનતારા અને સમંથાની ફની લવ ટ્રાએંગલ સ્ટોરી

ફિલ્મ કાથુવાકુલા રેંદુ કાધલનું ટીઝર રિલીઝ

Kaathuvaakula Rendu Kaadhal Teaser : ફિલ્મ કાથુવાકુલા રેંદુ કાધલ (Kaathuvaakula Rendu Kaadhal) નું ટીઝર રિલીઝ થયું. આ ફિલ્મમાં વિજય સેતુપતિ (Vijay sethupathi), નયનતારા (Nayantara) અને સમંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) મુખ્ય ભૂમિકામાં છે

વધુ જુઓ ...
Kaathuvaakula Rendu Kaadhal Teaser : ફિલ્મ કાથુવાકુલા રેંદુ કાધલ (Kaathuvaakula Rendu Kaadhal)નું ટીઝર રિલીઝ થઇ ગયું છે. તમિલ ફિલ્મ (Tamil Film)માં વિજય સેતુપતિ (Vijay sethupathi), નયનતારા (Nayantara) અને સમંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં તેમનાં લવ ટ્રાએંગલની કહાની છે. નયનતારા કાનમાનીની ભૂમિકા નિભાવી રહી છે, જ્યારે સામંથા ખતીજાની ભૂમિકા ભજવી રહી છે. આ બંને એક જ વ્યક્તિના પ્રેમમાં પડે છે.

કોમેડી લવ ટ્રાએંગલની કહાની

ટીઝરમાં વિજય સમંથા અને નયનતારાને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે તે તેનો પહેલો પ્રેમ છે. આ સાંભળી બંને મૂંઝવણમાં મુકાઈ જાય છે. ત્યાર બાદ ટીઝરમાં દર્શાવ્યું છે કે કઇ રીતે આ બંને મહિલાઓ વિજયના જીવનમાં જાય છે અને તેના પ્રેમમાં પડે છે. આ ફિલ્માં અભિનેતા પ્રભુ પણ મહત્વની ભૂમિકા નિભાવતા દેખાશે.

ડિવોર્સ બાદ સમંથાની પહેલી ફિલ્મ

આ ફિલ્મ વિગ્નેશ શિવન દ્વારા લખવામાં અને દિગ્દર્શિત કરવામાં આવી છે. 2015 માં નાનમ રાઉડીધાન પછી નયનતારા અને વિજય સેતુપતિ સાથેની આ તેની પ્રથમ ફિલ્મ છે. જ્યારે નાગા ચૈતન્યથી અલગ થયા બાદ સમંથાની પણ આ પહેલી ફિલ્મ છે. ઉલ્લેખનીય છે કે કપલે ઓક્ટોબર, 2021માં ડીવોર્સ લીધા હતા. ગયા વર્ષે ધ ફેમિલી મેન 2ની રીલીઝ પછી અભિનેત્રીએ સ્પોટલાઇટમાંથી વિરામ લીધો હતો. પોતાના માટે થોડો સમય કાઢ્યા બાદ સમંથાએ ફિલ્મ પુષ્પામાં એક આઇટમ સોંગ સાથે પડદા પર વાપસી કરી હતી. ફિલ્મમાં અભિનેત્રીએ ઓ અંટવા ગીત સાથે સ્ક્રીન પર આગ લગાવી હતી.

આ પણ વાંચોરવીના ટંડને રૂઢિવાદિતા તોડી પિતાના કર્યા અંતિમ સંસ્કાર, અરથીને કાંધ પણ આપ્યો - Photos

રાઉડી પિક્ચર્સના સહયોગથી 7 સ્ક્રીન સ્ટુડિયો દ્વારા નિર્મિત ફિલ્મ કાથુવાકુલા રેંદુ કાધલનું સંગીત જાણીતા મ્યુઝિક ડિરેક્ટર અનિરુદ્ધ રવિચંદરે આપ્યું છે અને ગીતો વિગ્નેશ શિવને લખ્યા છે. સિનેમેટોગ્રાફી એસ.આર.કથિર આઈએસસી અને વિજય કાર્તિક કન્નન દ્વારા કરવામાં આવી છે અને શ્રીકર પ્રસાદ એડિટિંગ ટેબલ પર છે. કાથુવાકુલા રેંડુ કાધલ 28 એપ્રિલે રિલીઝ થવાની છે.
First published:

Tags: Bollywood Latest News, Samantha, Tollywood, Tollywood Actress

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો