Home /News /entertainment /

ફિલ્મ 'કાલી'ના પોસ્ટર પર વધ્યો વિવાદ, દિલ્હી પોલીસે નોંધી FIR

ફિલ્મ 'કાલી'ના પોસ્ટર પર વધ્યો વિવાદ, દિલ્હી પોલીસે નોંધી FIR

ફિલ્મ ‘કાલી’ના પોસ્ટર પર વિવાદ

Kaali poster: મહાકળીને સીગરેટ પીતા હોય તે રીતે દર્શાવવામાં આવ્યા છે. તેમજ એક હાથમાં LGBT સમુદાયનો સતરંગી ઝંડો પણ જોવા મળે છે. આ વિવાદિત પોસ્ટર પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે

મુંબઇ: ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘કાલી’ (kaali movie poster)ના પોસ્ટર પર સતત વિવાદ વધી રહ્યો છે. ફિલ્મ કાલી પર હવે નવી મુસીબતો આવવા લાગી છે. ફિલ્મમેકર લીના મનિમેકલઈની ડોક્યુમેન્ટરી ફિલ્મના પોસ્ટરમાં માતા મહાકળીને સીગરેટ પીતા હોય તે રીતે દર્શાવવામાં આવ્યા છે. તેમજ એક હાથમાં LGBT સમુદાયનો સતરંગી ઝંડો પણ જોવા મળે છે. આ વિવાદિત પોસ્ટર પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને હવે આ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચી ગયો છે.

પોસ્ટર વિવાદ પર દિલ્હી પોલીસે FIR દાખલ કરી

પ્રાપ્ત થયેલ નવી જાણકારી અનુસાર, દિલ્હી પોલીસના IFSO યૂનિટેમાં કાલી ફિલ્મના વિવાદિત પોસ્ટર પર એક્શન લીધું છે. દિલ્હી પોલીસે સેક્શન 153A અને 259A હેઠળ FIR દાખલ કરી છે. દિલ્હી પોલીસને માં કાલી ફિલ્મના પોસ્ટરના વિવાદ પર અનેક ફરિયાદો મળી હતી. નવી દિલ્હી જિલ્લાથી અને IFSOથી એક એક ફરિયાદ કરવામાં આવી હતી, આ બે ફરિયાદ મામલે સાઈબર ક્રાઈમ સંપૂર્ણ કામ સંભાળી રહી છે.

IFSO યૂનિટે માં કાલી ફિલ્મના ડાયરેક્ટર લીના મનિમેકલાઈ સામે ધર્મ અને જાતિના આધાર પર ભડકાવવા માટે IPC 153A અને કોઈ વર્ગ ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડવાના આરોપસર IPC 295A હેઠળ ગુનો દાખલ કર્યો છે. નવી દિલ્હી જિલ્લામાંથી આવેલ ફરિયાદ પર દિલ્હી પોલીસ તપાસ કરી રહી છે. ફરિયાદના આધાર પર જરૂર જણાશે, ત્યારે ઈમેઈલ અને નોટીસથી ડાયરેક્ટરનો સંપર્ક કરવામાં આવશે અને પૂછપરછ કરવામાં આવશે.

આ પણ વાંચો:  આ પ્રખ્યાત અભિનેત્રીની ન્યૂડ ક્લિપ થઇ ગઈ હતી લીક, ઘરેથી નીકળવામાં પણ આવતી હતી શરમ

ઉત્તરપ્રદેશમાં પણ ફરિયાદ

હિન્દુ દેવતાઓના અપમાનજનક ચિત્રણ માટે ફિલ્મમાં કાલીના ડાયરેક્ટર લીના મનિમેકલાઈ સામે ઉત્તરપ્રદેશ પોલીસે FIR દાખલ કરી છે. ફિલ્મમેકર પર હિન્દુ દેવી વિશે અપમાનજનક ચિત્રણ અને અપરાધિક કૃત્ય, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડીને, શાંતિ ભંગ કરવા સહિતના આરોપ મુકવામાં આવ્યા છે અને FIR કરવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો

ફિલ્મમેકર લીના મનિમેકલઈએ 2 જુલાઈના રોજ ડોક્યુમેન્ટરી ફિલ્મનું પોસ્ટર શેર કર્યું હતું. પોસ્ટરમાં માં કાલી સીગરેટ પીતા જોવા મળી રહ્યા છે અને એક હાથમાં LGBT સમુદાયનો ઝંડો જોવા મળી રહ્યો છે. અનેક લોકો આ પોસ્ટરનો વિરોધ કરી રહ્યા છે અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ મુક્યો છે. અનેક લોકો ફિલ્મમેકર લીના મનિમેકલઈની ધરપકડ કરવાની માંગ કરી રહ્યા છે.

લીના મનિમેકલઈનું નિવેદન

ફિલ્મમેકર લીના મનિમેકલઈએ આ પોસ્ટર વિવાદ મામલે ટ્વિટ કરીને નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, ફિલ્મ આ પ્રકારની ઘટનાઓ પર આધારિત છે. માં કાલી જ્યારે પ્રગટ થાય છે, ત્યારે ટોરંટોના રસ્તો પર ટહેલે છે. જો તમને આ ફોટો જોવા મળે તો હેશટેગ ‘લવ યૂ લીના મનિમેકલઈ’ રાખો.

લીના મનિમેકલઈએ સ્પષ્ટતા કરી હોવા છતાં સોશિયલ મીડિયા પર લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર મામલે અલગ અલગ જગ્યાઓ પર પોલીસ ફરિયાદ કરવામાં આવી રહી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Bollywood Film, Bollywood News in Gujarati

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन